Video: જીત બાદ મેદાન પર ચહલ-અય્યરની 'નૌટંકી', દૂર ઊભો રહ્યો રાહુલ...

News18 Gujarati
Updated: February 3, 2020, 10:04 AM IST
Video: જીત બાદ મેદાન પર ચહલ-અય્યરની 'નૌટંકી', દૂર ઊભો રહ્યો રાહુલ...
ન્યૂઝીલેન્ડ સામે ભવ્ય જીત બાદ ચહલ અને અય્યરની જોડીએ મેદાન પર ડાન્સ કરીને ઉજવણી કરી

ન્યૂઝીલેન્ડ સામે ભવ્ય જીત બાદ ચહલ અને અય્યરની જોડીએ મેદાન પર ડાન્સ કરીને ઉજવણી કરી

  • Share this:
માઉન્ટ માઉંગાનુઈ : વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા (Team India)એ ન્યૂઝીલેન્ડ પર 5-0થી ટી20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરી. જોકે ટીમે સીરીઝ પર કબજો તો ત્રીજી ટી20 મેચ જીતીને જ કરી દીધો હતો, પરંતુ ક્લીન સ્વીપ કરીને ટીમે ઈતિહાસ રચી દીધો.

ભારતે ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર ટી20 સીરીઝ પર કબજો કર્યો. સીરીઝની પાંચમી અને અંતિમ મેચમાં ભારતે મેજબાન ટીમને સાત રનથી માત આપી. પોતાની બોલિંગથી કમાલ કરનારા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) મેન ઓફ ધ મેચ રહ્યો, જ્યારે સમગ્ર સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારો કેએલ રાહુલ (KL Rahul) મેન ઓફ ધ સીરીઝ રહ્યો.

કેએલ રાહુલે 56ની સરેરાશથી 224 રન કરતાં તેને મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો.


ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતની મોટી જીત છે, તો સ્પષ્ટ છે કે તેનો ઉત્સવ પણ એવો જ હશે. સીરીઝ જીત્યા બાદ ટીમના સૌથી મસ્તીખોર સભ્ય યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)એ શ્રેયસ અય્યર (Shreyas Iyer)ની સાથે મળી અલગ પ્રકારની ઉજવણી કરી, જેને કેએલ રાહુલ દૂર ઊભો રહીને જોતો જ રહી ગયો.

 




View this post on Instagram




 

Victory dance 🕺🕺


A post shared by Team India (@indiancricketteam) on






જીત બાદ ચહલ અને અય્યરની જોડીએ મેદાન પર બ્રેક ડાન્સ કરીને ઉજવણી કરી. મૂળે, આ પહેલા 1 ફેબ્રુઆરીએ ચહલે ટ્વિટર હેન્ડલ પર બ્રેક ડાન્સનો ટિકા ટૉક વીડિયો શૅર કર્યો હતો. જેમાં તેની સાથે અય્યર પણ હતો, જે ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ સીરીઝ જીત્યા બાદ તેઓએ ફરીથી એવા જ સ્ટેમ્પનું પુનરાવર્તન કર્યું હતું.



ન્યૂઝીલેન્ડમાં ભારતની મોટી જીત

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડમાં આ ઘણી મોટી જીત છે. આ પહેલા ભારતે ક્યારેય ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ તેમના ઘરમાં કોઈ ટી20 સીરીઝમાં જીત નથી નોંધાવી. પરંતુ આ વખતે કોહલીની ટીમે સીરીઝ જીતવા ઉપરાંત મેજબાનનો સફાયો કરી દીધો. જોકે, અંતિમ ત્રણ મેચમાં કીવી ટીમે જોરદાર ટક્કર આપી. સીરીઝની ત્રીજી અને ચોથી મેચ સુપર ઓવર સુધી જતી રહી હતી. પરંતુ કોહલીના ધૂરંધરોએ ત્યાં પણ બાજી મારી દીધી હતી.

આ પણ વાંચો, મોટો ખુલાસો : સુપરઓવરમાં બેટિંગ કરવા રોહિત શર્મા તૈયાર નહોતો, ખોવાઈ ગયો હતો સામાન!
First published: February 3, 2020
વધુ વાંચો
अगली ख़बर