રવિન્દ્ર જાડેજા બન્યો 'સુપરમેન', હવામાં પકડ્યો અદ્ભૂત કેચ, જુઓ Video

News18 Gujarati
Updated: March 1, 2020, 12:35 PM IST
રવિન્દ્ર જાડેજા બન્યો 'સુપરમેન', હવામાં પકડ્યો અદ્ભૂત કેચ, જુઓ Video
'સર જાડેજા'એ હવામાં અદ્ભૂત કેચ પકડ્યો તો વાયરલ થયું ધોનીનું 6 વર્ષ જૂનું આ ટ્વિટ

'સર જાડેજા'એ હવામાં અદ્ભૂત કેચ પકડ્યો તો વાયરલ થયું ધોનીનું 6 વર્ષ જૂનું આ ટ્વિટ

  • Share this:
ક્રાઇસ્ટચર્ચ : દુનિયાના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં સામેલ ભારતના રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ મેજબાન ન્યૂઝીલેન્ડ (New Zealand)ની વિરુદ્ધ રવિવારે બીજા ટેસ્ટની બીજી ઇનિંગમાં આશ્ચર્યમાં મૂકતો કેચ કરીને સૌને હેરાન કરી દીધા. નીલ વૈગનરના આ કેચ પહેલી નજરે અશક્ય લાગી રહ્યો હતો, પરંતુ જાડેજાએ તેને ખૂબ જ આસાનીથી ઝડપી પાડ્યો. જેવો જાડેજાએ આ કેચ પકડ્યો તો ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)નું 6 વર્ષ જૂનું ટ્વિટ વાયરલ થઈ ગયું.

હવામાં ઝડપ્યો કેચ

ક્રાઇસ્ટચર્ચમાં ભારત અને ન્યૂઝીલેનડની વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગની 72મી ઓવરમાં આ યાદગાર કેચ જોવા મળ્યો. 72મી ઓવરમાં મોહમ્મદ શમી બોલિંગ કરવા આવ્યો. ઓવરના છેલ્લા બોલે નીલ વૈગનરે લેગ પર ઘણી ઊંચો શૉટ માર્યો. જેનો કેચ કરવો અશક્ય જ હતો.
પરંતુ ત્યારે જ જાડેજા થોડો આગળ આવ્યો અને હવામાં એક હાથે તેણે આ મુશ્કેલ કેચ ઝડપી પાડ્યો. જાડેજાના આ કેચ પર ખુદ વૈગનરને પણ વિશ્વાસ થયો નહીં. વૈગનરે 42 બોલમાં 21 રન કરીને જૈમીસની સાથે સારી ભાગેદારી ઊભી કરવાના પ્રયાસમાં હતો.

India's Jasprit Bumrah turns to bowl against New Zealand during the first cricket test between India and New Zealand at the Basin Reserve in Wellington, New Zealand, Saturday, Feb. 22, 2020. (AP Photo/Ross Setford)


મૂળે 6 વર્ષ પહેલા એપ્રિલ 2013માં ધોનીએ જાડેજાની ફિલ્ડિંગને લઈને ટ્વિટ કર્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે સર જાડેજા કેચ પકડવા માટે દોડતા નથી, પરંતુ બૉલ તેમને શોધી લે છે અને તેમના હાથોમાં આવી જાય છે.


રવિવારે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ પણ કંઈક આવું જ થયું, જેની પર ધોનીનું આ ટ્વિટ બિલકુલ યોગ્ય પુરવાર થાય છે.

બીજા દિવસે ન્યૂઝીલેન્ડે 63 રનથી આગળ રમતાં પહેલી ઇનિંગમાં 235 રન કર્યા. પહેલી ઇનિંગના આધારે ભારતને 7 રનની લીડ મળી હતી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે પહેલી ઇનિંગમાં 242 રન કર્યા હતા, જેમાં ભારત તરફથી સૌથી વધુ હનુમા વિહારીએ 55 રન કર્યા હતા. બીજી તરફ ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગમાં સૌથી વધુ સ્કોર ટૉમ લાથમે 52 રન કર્યા હતા. બીજા દિવસના અંતે ભારતે પોતાની બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવીને 90 રન કર્યા છે. ટેસ્ટનો ત્રીજો દિવસ નિર્ણાયક બની શકે છે.

આ પણ વાંચો, 38 વર્ષની ઉંમરે ધોનીએ જિમમાં કર્યો ખતરનાક સ્ટન્ટ, વીડિયો થયો વાયરલ
First published: March 1, 2020, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading