વિરાટ કોહલી પર ભડક્યા કપિલ દેવ, કહ્યું - 'જે સારા રન બનાવી રહ્યો છે તેને બહાર કેમ બેસાડ્યો?'

News18 Gujarati
Updated: February 25, 2020, 3:53 PM IST
વિરાટ કોહલી પર ભડક્યા કપિલ દેવ, કહ્યું - 'જે સારા રન બનાવી રહ્યો છે તેને બહાર કેમ બેસાડ્યો?'
કપિલ દેવ (ભારતીય ટીમ પૂર્વ કપ્તાન)

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતની બંને પારી 200 રનની અંદર જ સમેટાઈ ગઈ

  • Share this:
પહેલી ટેસ્ટ મેચમાં મેજબાન ન્યુઝીલેન્ડના હાથે 10 વિકેટથી હારનો સામનો થતા દરેક લોકો ટીમ ઈન્ડિયાની ટીકા કરી રહ્યા છે. આ બધા વચ્ચે પૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવે ટીમ મેનેજમેન્ટ પર પ્રશ્નો ઉભા કર્યા હતા. ભારતના દિગ્ગજ કપ્તાન કપિલ દેવે ટીમ મેનેજમેન્ટને પુછ્યું કે, તેમને એ નથી સમજાતું કે, કેમ દરેક મેચમાં નવી ટીમ હોય છે. એબીપી સાથે વાતચીત કરતા તેમણે સૌથી પહેલા ન્યુઝીલેન્ડના વખાણ કરતા કહ્યું કે, કીવી ટીમ છેલ્લી ત્રણ વન ડે મેચની સિરીઝને લઈ હાલમાં શાનદાર ક્રિકેટ રમી રહી છે.

જો મેચ પર ગંભીર રીતે વિચાર કરીએ તો, સમજમાં નથી આવતું કે, કોઈ આટલો મોટો ફેરફાર કેવી રીતે કરી શકે છે. તેમણે કહ્યું કે, લગભગ તમામ મેચમાં એક નવી ટીમ હોય છે. ટીમમાં કોઈનું પણ સ્થાન પાક્કુ નથી. જો ટીમમાં સ્થાનને લઈ ખતરો રહે છે તો, તેની અસર ખેલાડીના લય પર પડે છે. ટીમની બેટિંગ લાઈનમાં ઘણા મોટા નામ છે, જો તમે બંને પારીઓમાં 200 રન ના બનાવી શકો તો તમે મેચ ના જીતી શકો.

કપિલ દેવે કહ્યું કે, તમારે તમારી રણનીતિ અને યોજના પર થોડુ ધ્યાન લગાવવું પડશે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતની બંને પારી 200 રનની અંદર જ સમેટાઈ ગઈ. પહેલી પારીમાં ભારતે 165 રન તો બીજી પારીમાં 191 રન જ બનાવ્યા હતા.

રાહુલને બહાર રાખવો કેમ પડ્યો સમજાતુ નથી
ટેસ્ટ ટીમમાં કેએલ રાહુલને સામેલ કરવામાં ન આવતા કપિલ દેવે નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું કે, એક ખેલાડીને ફોર્મેટ અનુસાર નહી, પરંતુ તેના ફોર્મ અનુસાર, ટીમમાં પસંદ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, હું સમજી નથી શકતો કેમકે તેમના સમયમાં અને અત્યારના સમયમાં ઘણો તફાવત છે. તેમણે કહ્યું કે, જ્યારે તમે ટીમ બનાવો છો તો, કેલાડીઓને વિશ્વાસ અપાવવાનો હોય છે. જ્યારે મોટા ફેરફાર કરવામાં આવે તો, તેનો કોઈ કોઈ મતલબ નથી હોતો. મેનેજમેન્ટ ફોર્મેટના સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓ પર ભરોસો કરે છે. રાહુલ શાદાર ફોર્મમાં છે અને તે બહાર બેઠેલો છે. તેનો કોઈ મતલબ નથી. ભારતના મહાન ઓલ રાઉન્ડર કપિલ દેવનું માનવું છે કે, જ્યારે કોઈ ખેલાડી ફોર્મમાં હોય છે, તેને રમાડવાની જરૂરત હોય છે.
First published: February 25, 2020, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading