Home /News /sport /IND vs NZ 2nd T20I Live Score: ભારતે ન્યૂઝિલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, શ્રેણી 1-1થી બરાબર
IND vs NZ 2nd T20I Live Score: ભારતે ન્યૂઝિલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, શ્રેણી 1-1થી બરાબર
IND vs NZ 2nd T20I Live Score
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની T20 સીરીઝની બીજી મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ લખનૌમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને છ વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની T20 શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. બીજી T20 મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 99 રન બનાવ્યા હતા. તો ભારતે આ લક્ષ્યને 19.5 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર સરળતાથી હાંસલ કરી લીધું હતું.
ભારતની ચોથી વિકેટ પડી
ભારતીય ટીમને ચોથો ફટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની વિકેટ પડી ગઈ છે. સુંદર ટીમ માટે પાંચમા નંબરે બેટિંગ કરતા તે નવ બોલમાં ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને રનઆઉટ થયો હતો.
ભારતે ત્રીજી વિકેટ ગુમાવી
ભારતીય ટીમને ત્રીજો ફટકો પડ્યો. રાહુલ ત્રિપાઠીની વિકેટ પડી. સિક્સર મારવાના પ્રયાસમાં રાહુલ ઈશ સોઢીનો શિકાર બન્યો છે. ત્રિપાઠીએ બીજી ટી20 મેચમાં ચોગ્ગાની મદદથી 18 બોલમાં 13 રન બનાવ્યા હતા.
ભારતની બીજી વિકેટ પડી
ઇનિંગ્સની શરૂઆત કરનાર યુવા કિશન 31 બોલમાં બે ચોગ્ગાની મદદથી 18 રન બનાવીને રનઆઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 8.5 ઓવરના અંતે બે વિકેટના નુકસાન પર 46 રન છે.
ભારતીય બેટિંગ ઇનિંગ્સનો પ્રથમ પાવરપ્લે સમાપ્ત થઈ ગયો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પ્રથમ પાવરપ્લે સમાપ્ત થયા બાદ એક વિકેટના નુકસાન પર 29 રન બનાવી લીધા છે. હાલમાં પીચ પર ઈશાન કિશન (11) અને રાહુલ ત્રિપાઠી (04) હાજર છે.
શુભમન ગિલ આઉટ થયો
ભારતીય બેટિંગ ઇનિંગ્સની પાંચ ઓવર સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના પાંચ ઓવરના અંતે એક વિકેટના નુકસાન પર 22 રન છે. શુભમન ગિલની પહેલી વિકેટ પડી હતી. ઈનિંગ્સની શરૂઆત કરતી વખતે ગિલ નવ બોલમાં બે ચોગ્ગાની મદદથી 11 રન બનાવીને માઈકલ બ્રેસવેલનો શિકાર બન્યો હતો.
ભારતને 100 રનનો લક્ષ્યાંક આપ્યો
લખનૌમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ આઠ વિકેટના નુકસાને 99 રન બનાવવામાં સફળ રહી છે. મુલાકાતી ટીમ માટે કેપ્ટન મિશેલ સેન્ટનરે બીજી વનડેમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. સાતમા નંબર પર બેટિંગ કરતા સેન્ટનરે 23 બોલમાં ચોગ્ગાની મદદથી સૌથી વધુ અણનમ 19 રન બનાવ્યા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયા માટે બીજી વનડેમાં અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો. ટીમ માટે બે ઓવર બોલિંગ કરતી વખતે તેણે સાત રન આપીને સૌથી વધુ બે સફળતા મેળવી.
લોકી ફર્ગ્યુસનની આઠમી વિકેટ પડી
ન્યૂઝીલેન્ડને નીચલા ક્રમના બેટ્સમેન લોકી ફર્ગ્યુસનની આઠમી વિકેટનો ફટકો પડ્યો છે. ફર્ગ્યુસન ટીમ માટે આઠમા સ્થાને બેટિંગ કરતા અર્શદીપ સિંહનો બીજો શિકાર બન્યો છે. ભારતીય બોલરોએ ન્યુઝીલેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું છે. મુલાકાતી ટીમની બેટિંગ ઈનિંગ્સની 18 ઓવર પૂરી થઈ ગઈ છે. કિવી ટીમે 18 ઓવરના અંતે આઠ વિકેટના નુકસાન પર 83 રન બનાવી લીધા છે. જો મુલાકાતી ટીમને ભારત સામે સન્માનજનક સ્કોર બનાવવો હોય તો તેણે છેલ્લી ઓવરમાં ઝડપી બેટિંગ કરવી પડશે.
ઇશ સોઢીની સાતમી વિકેટ પડી
ન્યૂઝીલેન્ડને નીચલા ક્રમના બેટ્સમેન ઇશ સોઢીની સાતમી વિકેટ પડી છે. સોઢીને અર્શદીપ સિંહે એક રનના અંગત સ્કોર પર કેપ્ટન પંડ્યાના હાથે કેચ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ન્યૂઝિલેન્ડની છઠ્ઠી વિકેટ પડી
ભારતીય ટીમે માઇકલ બ્રેસવેલને પણ આઉટ કરીને છઠ્ઠી વિકેટ ઝડપી લીધી છે. કેપ્ટન પંડ્યાએ બ્રેસવેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બીજી ટી20 મેચમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા બ્રેસવેલ 22 બોલમાં 14 રન બનાવવામાં સફળ રહ્યો હતો.
માર્ક ચેમેન રન આઉટ થયો
ભારતીય ટીમે માર્ક ચેપમેનને પણ પેવેલિયન ભેગો કર્યો છે. બીજી T20 મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલો ચેપમેન 21 બોલમાં 14 રન બનાવીને રનઆઉટ થયો હતો.
ફરીથી વોશિંગ્ટન સુંદરની મેચમાં એન્ટ્રી
ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદર ફરી મેદાનમાં આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, તેને ગંભીર ઇજા ન પહોંચતા તે પરત ફર્યો છે.
ન્યૂઝિલેન્ડની ચોથી વિકેટ પડી
ન્યૂઝીલેન્ડની ટીમને અનુભવી બેટ્સમેન ડેરીલ મિશેલની વિકેટ ગુમાવી છે. બીજી T20 મેચમાં પાંચમા નંબરે બેટિંગ કરી રહેલો મિશેલ 13 બોલમાં ચોગ્ગાની મદદથી આઠ રન બનાવીને કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. યાદવે મિશેલને બોલ્ડ કર્યો છે. કિવી ટીમનો સ્કોર 10 ઓવરના અંતે ચાર વિકેટના નુકસાન પર 48 રન છે.
ગ્લેન ફિલિપ્સ પેવેલિયન ભેગો થયો
ભારતીય ટીમે વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને પેવેલિયન ભેગો કર્યો. બીજી T20 મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરી રહેલા ફિલિપ્સ 10 બોલમાં પાંચ રન બનાવીને દીપક હુડ્ડાનો શિકાર બન્યો હતો. ફિલિપ્સને બોલિંગ કરતા હુડ્ડાએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
પાવરપ્લેમાં નિરાશાજનક પર્ફોર્મન્સ
લખનૌમાં ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડની શરૂઆત સારી નહોતી રહી. જ્યારે પહેલા પાવરપ્લેમાં ઝડપી રન બનાવવાની જરૂર હતી. તે સમયે કિવી બેટ્સમેનોએ ધીમી બેટિંગ કરી હતી અને માત્ર 33 રન બનાવી શક્યા હતા. આ દરમિયાન ટીમને ફિન એલન (11) અને ડેવોન કોનવે (11)ની વિકેટ જતા બે મોટા આંચકા લાગ્યા હતા.
ન્યૂઝીલેન્ડની બેટિંગ ઇનિંગ્સની પાંચ ઓવર પૂરી થઈ. લખનૌમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમની શરૂઆત સારી રહી નથી. ન્યૂઝીલેન્ડે પાંચ ઓવરના અંતે બે વિકેટના નુકસાને 29 રન બનાવી લીધા છે.
વોશિંગ્ટન સુંદરે બીજી વિકેટ લીધી
ન્યૂઝીલેન્ડને ડેવોન કોનવેને પણ બહારનો રસ્તો દેખાડ્યો. કોનવેએ બીજી T20 મેચમાં ઇનિંગની શરૂઆત કરી અને 13 બોલમાં ચોગ્ગાની મદદથી માત્ર 11 રન બનાવીને વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો હતો.
ચહલે પહેલી વિકેટ લીધી
ભારતીય ટીમે ફિન એલનની વિકેટ લીધી. અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલે બોલિંગ કરીને એલનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બીજી T20 મેચમાં ઇનિંગની શરૂઆત કરતા એલન 10 બોલમાં બે ચોગ્ગાની મદદથી 11 રન બનાવવામાં સફળ રહ્યો હતો.
ત્રીજી ઓવર બાદ 21 રન
કેપ્ટન હાર્દિક પંડ્યાએ ફરી એકવાર ભારતીય ટીમ માટે ત્રીજી ઓવર ફેંકી. પંડ્યાની આ ઓવરના પ્રથમ બે બોલ પર ફિન એલને બે શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. વિપક્ષી ટીમની ઓપનિંગ જોડી હજુ પણ સારી લયમાં જોવા મળી રહી છે. ત્રણ ઓવરના અંતે કિવી ટીમનો સ્કોર કોઈપણ નુકસાન વિના 21 રન છે.
બીજી ઓવર બાદ 10 રન
ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ભારતીય ટીમ માટે બીજી ઓવર ફેંકી. સુંદરની આ ઓવરમાં કિવી બેટ્સમેન માત્ર ચાર રન જ બનાવી શક્યો હતો. બે ઓવરના અંતે કિવી ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 10 રન છે.
પહેલી ઓવર બાદ 6 રન
કેપ્ટન હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમ માટે પહેલો સ્કોર કર્યો. પંડ્યાની આ ઓવરમાં કિવી બેટ્સમેન એક ફોરની મદદથી કુલ છ રન બનાવવામાં સફળ રહ્યો હતો. પ્રથમ ઓવરના અંત બાદ કિવી ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના છ રન છે.
ફિન એલન ડેવોન કોનવે સાથે ન્યૂઝીલેન્ડ માટે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યો છે. ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે પ્રથમ ઓવર નાખવા માટે તૈયાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર