Home /News /sport /સૂર્યકુમાર યાદવને કોઈની સાથે વાત કરવાની શું જરૂર છે, શુભમન ગિલે મેચ બાદ આપ્યું નિવેદન
સૂર્યકુમાર યાદવને કોઈની સાથે વાત કરવાની શું જરૂર છે, શુભમન ગિલે મેચ બાદ આપ્યું નિવેદન
શુભમન ગિલે મેચ બાદ આપ્યું નિવેદન
Shubman Gill: ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. પ્રથમ મેચમાં અડધી સદી ફટકારનાર ઓપનર શુભમન ગિલે 42 બોલમાં 45 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 34 રનની ઝડપી ઇનિંગ રમી હતી. મેચ રોકવાના સમયે ભારતનો સ્કોર 1 વિકેટે 89 રન હતો.
દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલ 3 મેચની સિરીઝની બીજી મેચ વરસાદમાં પડ્યો હતો. આખી મેચમાં માત્ર 12.5 ઓવર જ રમાઈ શકી અને આ મેચને વરસાદના કારણે રદ્દ કરવી પડી. ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. પ્રથમ મેચમાં અડધી સદી ફટકારનાર ઓપનર શુભમન ગિલે 42 બોલમાં 45 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 34 રનની ઝડપી ઇનિંગ રમી હતી. મેચ રોકવાના સમયે ભારતનો સ્કોર 1 વિકેટે 89 રન હતો. મેચ બાદ શુભમને સૂર્યા સાથે બેટિંગનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.
સૂર્યકુમાર યાદવ વિશે શુભમને જવાબ આપ્યો
સૂર્યકુમાર યાદવ સાથે બેટિંગના અનુભવ વિશે પૂછવામાં આવ્યું તો શુભમને જવાબ આપ્યો હતો. બેટિંગ કરતી વખતે બંને વચ્ચે શું થયું તેના પર તેણે કહ્યું કે, ‘બાતચીત કોઈ…તે ખૂબ સારી બેટિંગ કરી રહ્યો છે, કોઈપણ રીતે તેની સાથે વાત કરવાની જરૂર નથી. હા, તેની સાથે બેટિંગ કરવામાં ઘણી મજા આવે છે, તે ખૂબ જ સારી બેટિંગ કરે છે.’
જ્યારે ગિલને પૂછવામાં આવ્યું કે, ટી-20માં મોટા સ્કોર બને છે પરંતુ વનડેમાં 400 કે 450 રનનો સ્કોર કેમ જોવા મળતો નથી. આ અંગે તેણે કહ્યું કે, ‘અમે એક વર્ષમાં બે કે ત્રણ મેચમાં 400-450 રન બનાવીએ છીએ. જ્યારે તમે ગ્રાઉન્ડ પર 300 થી 350 રન બનાવો છો, ત્યારે તે મેચને રસપ્રદ બનાવે છે. તે બધું સ્થળની પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે, પછી તમે પહેલા બેટિંગ કરવા આવો કે પછી રમી રહ્યા છો.’
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર