India vs England 3rd ODI: ભારતે ઈંગ્લેન્ડને સાત રનથી હરાવ્યું, શ્રેણી પર કર્યો કબ્જો

વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સતત ત્રીજી સીરીઝ જીતીને રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરશે

વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સતત ત્રીજી સીરીઝ જીતીને રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરશે

  • Share this:
    પુણે. આજે પુણે (Pune)ના એમસીએ સ્ટેડિયમ (MCA Stadium)માં ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England Third ODI)ની વચ્ચે ત્રીજી અને ફાઇનલ વનડે મેચ રમાઈ રહી છે. બીજી વનડેમાં ભારતને કારમી હાર આપ્યા બાદ ઈંગ્લેન્ડ (England)ની ટીમ સીરીઝ જીતવાના ઈરાદા સાથે આજે મેદાન પર ઉતરી છે. વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા (Team India) ઘરઆંગણે સતત ત્રીજી સીરીઝ જીતીને રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરશે. ભારત માટે સૌથી મોટી સમસ્યા બોલિંગ છે. બીજી વનડેમાં ભારતીય બોલર્સે પોતાની ધાર ગુમાવી દીધી હોય એવું લાગી રહ્યું હતું. ભારતે ત્રીજી વનડેમાં કુલદીપ યાદવને પડતો મૂકીને ફાસ્ટ બોલર ટી. નટરાજનને તક આપી છે. તો બીજી તરફ ઈંગ્લેન્ડે ટોમ કરનને પડતો મૂકીને માર્ક વુડને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો છે.

    India vs England 3rd ODI Updates:

    >>50 ઓવરના અંતે ઈંગ્લેન્ડની ટીમે નવ વિકેટ ગુમાવીને 322 રન બનાવ્યા હતા. જોકે, તેની સામે 330 રનનો લક્ષ્યાંક હતો. આમ વન ડે ક્રિકેટ મેચમાં શ્રેણી ઉપર ભારતે 2-1થી કબ્જો મેળવ્યો છે.

    >>40મી ઓવરમાં શાર્દુલ ઠાકુરના બીજા બોલ પર વિકેટ પડી હતી. આદિલ રશીદ આઉટ થયો હતો. કોહલીએ કવર્સ ઉપર જાદુઈ કેચ પકડ્યો હતો.

    >>31મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે મોઈન અલીને 29 રન ઉપર આઉટ કર્યો હતો. આમ ભુવનેશ્વરને ત્રીજી સફળતા મળી હતી.

    >>24મીં ઓવરમાં ઈંગ્લેન્ડને મોટો ફટકો લાગ્યો હતો. લિંવિગસ્ટોન 36 રન બનાવીને આઉટ તયો હતો. ત્યારબાદ શાર્દુલ ઠાકુરે ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો આપ્યો હતો. ડેવિડ માલનને પણ આઉટ કરી દીધો હતો. માલન 50 રન બનાવીને આઉટ થયો હતો.

    >>20 ઓવરના અંતે ઇંગ્લેડ 133 રન બનાવ્યા હતા. જોકે, ઇંગ્લેન્ડને ચાર વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું.

    >> ભારતે આપેલા 330 રનના લક્ષ્યને પુરો કરવા માટે મેદાનમાં ઉતરેલી ટીમ ઈગ્લેન્ડના પ્લેયરને ફટકો લાગ્યો છે. ભુવનેશ્વર કુમારની ઈનસ્વિંગ ઉપર જોસન રોય બોલ્ડ થયો હતો.

    >> પહેલા બેટિંગ લઈને ટીમ ઈન્ડિયા 48.2 ઓવરમાં ઓલ આઉટ થયું હતું. આમ પહેલી ઈનિંગમાં ટીમ ઈનિડ્યાએ 329 રન બનાવ્યા હતા. હવે મેચ જીતવા માટે ઈંગ્લેન્ડને 330 રન બનાવવા પડશે.

    >>ઋષભ પંત વનડેમાં પોતાના સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવીને આઉટ થયો છે. 78 રન બનાવીને પંત પેવેલિયન પરત ફર્યો છે. ઈનિંગમાં પાંચ ફોર અને 4 સિક્સ લગાવી હતી. અને પડ્યાં સાથે 99 રનની ભાગીદારી કરી છે.

    >>લિવિંગસ્ટનની ઓવરમાં કેએલ રાહુલ મોઇન અલીને કેચ આપી બેઠો. રાહુલ માત્ર 7 રન કરીને પેવેલિયન પરત ફર્યો.
    >> મોઇન અલીએ ભારતને જોરદાર આંચકો આપ્યો છે. વનડે સીરીઝમાં સતત સારું પ્રદર્શન કરી રહેલો કેપ્ટન વિરાટ કોહલી માત્ર 7 રન કરી ક્લીન બોલ્ડ થઈ ગયો.
    >> આદિલ રાશિદે ભારતને બીજો આંચકો આપ્યો છે. સેટ બેટ્સમેન આદિલની બોલિંગમાં સરળ કેચ આપી બેઠો. શિખર ધવન 67 રન કરીને પેવેલિયન પરત ફર્યો.
    >> ભારતને પહેલો આંચકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો. રોહિત શર્મા 37 રન કરીને આદિલ રાશિદની બોલિંગમાં બોલ્ડ થઈ ગયો. ભારતનો સ્કોર-103/1
    >> શિખરે ધવને 45 બોલમાં અડધી સદી ફટકારી ભારતને મજબૂત શરૂઆત આપી છે. શિખર ધવનની આ 32મી અડધી સદી છે.
    >> ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતને બેટિંગ કરવા આપ્યું આમંત્રણ

    બંને ટીમો આ પ્રકારે છે...

    ભારતની પ્લેઇંગ ઇલેવન. રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા અને ટી. નટરાજન

    ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનઃ જેસન રોય, જોની બેયરેસ્ટો, જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), લિયાન લિવિંગસ્ટોન, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, મોઇન અલી, સૈમ કરણ, માર્ક વુડ, આદિલ રાશિદ, રીસ ટોપ્લે

    નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાને છેલ્લી બે વનડે સીરીઝમાં હાર મળી છે. ઓસ્ટ્રેલિયામાં 1-2થી જ્યારે ન્યૂઝીલેન્ડમાં 0-3થી હાર મળી હતી. એવામાં ટીમ આ મેચ જીતીને સીરીઝ જીતવાનો પ્રયાસ કરશે. ટીમ જો આ મેચ હારી જાય છે તો 24 વર્ષ બાદ સતત ત્રીજી વનડે સીરીઝમાં હાર મળશે. ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં ઓછામાં ઓછા બે ફેરફાર કરી શકે છે. કુલદીપ યાદવના સ્થાને યુજવેન્દ્ર ચહલ અને કૃણાલ પંડ્યાના સ્થાને વોશિંગટન સુંદરને તક મળી શકે છે.

    ભારતની વિરુદ્ધ વનડે સીરીઝ પહેલા ઈંગ્લેન્ડને તેના જ ઘરમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. છેલ્લીવાર ઈંગ્લેન્ડે 2014માં સતત બે વનડે સીરીઝ હારી હતી. તે સમયે પણ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડમાં રમાયેલી પાંચ મેચોની વનડે સીરીઝ ટીમ ઈન્ડિયાએ 3-1થી જીતી હતી. સીરીઝની એક મેચ રદ થઈ ગઈ હતી. તે સીરીઝમાં ટીમ ઈન્ડિયા તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ 192 રન કર્યા હતા. આ ઉપરાંત ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 8 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા સતત ત્રીજી સીરીઝમાં હારથી બચવા માંગશે.
    Published by:Mrunal Bhojak
    First published: