IND VS ENG: સૂર્યકુમાર યાદવ- ઈશાન કિશનના સિલેક્શનથી ખુશ થયો દેશ, ઈરફાન-હરભજને કહી આ વાત

IPL 2020માં જોરદાર પ્રદર્શન કરનારા સૂર્યકુમાર, ઈશાન કિશન અને રાહુલ તેવતિયાનું ટીમ ઈન્ડિયામાં થયું સિલેક્શન

IPL 2020માં જોરદાર પ્રદર્શન કરનારા સૂર્યકુમાર, ઈશાન કિશન અને રાહુલ તેવતિયાનું ટીમ ઈન્ડિયામાં થયું સિલેક્શન

  • Share this:
    મુંબઈ. છેલ્લા ઘણા વર્ષોથી ટીમ ઈન્ડિયા (Team India)માં સામેલ થવા માટે અથાગ પ્રયાસો કરનારા સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને અંતે સિલેક્ટર્સે ટીમમાં એન્ટ્રી આપી દીધી છે. ઈંગ્લેન્ડની વિરુદ્ધ (India Vs England) પાંચ મેચોની ટી-20 સીરીઝ (T20 Series) માટે શનિવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ જેમાં સૂર્યકુમાર યાદવ, વિકેટકિપર ઈશાન કિશન (Ishan Kishan) અને ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા (Rahul Tewatia) નું નામ પણ સામેલ છે. આ ત્રણેય ખેલાડીઓએ IPL 2020માં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને તેના કારણે તેમનું સિલેક્શન થયું છે. સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનના સિલેક્શનથી પ્રશંસકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ઉપરાંત અનેક ભારતીય ક્રિકેટરોએ પણ તેમની પસંદગી પર ખુશી વ્યક્ત કરી છે.

    ઈરફાન પઠાણ (Irfan Pathan)એ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, છેવટે ઇંતજાર ખતમ થયો. સૂર્યકુમાર અને ઈશાન કિશનને અભિનંદન. ડેબ્યૂ માટે ગુડલક. ઓફ સ્પિનર હરભજન સિંહ (Harbhajan Sindh)એ પણ આ બંને ક્રિકેટરોને શુભકામનાઓ આપી છે. હરભજન સિંહે લખ્યું કે, સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયામાં જોઈને ખૂબ જ સારું લાગી રહ્યું છે. રુદ્રપ્રતાપ યાદવે પણ સૂર્યકુમાર અને ઈશાન કિશનને ટીમ ઈન્ડિયામાં સિલેક્શન માટે અભિનંદન પાઠવ્યા છે.


    આ પણ વાંચો, Heroની આ જબરદસ્ત બાઇક આપે છે 80 KMની માઇલેજ, કિંમત છે માત્ર 51,200 રૂપિયા

    સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનનો ટી20 રેકોર્ડ

    સૂર્યકુમાર યાદવે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની હિટીંગ પર ઘણું કામ કર્યું છે. યાદવે પોતાની 150 ઇનિંગમાં 3567 રન કર્યા છે. સૂર્યકુમારની ટી20માં 31.56ની સરેરાશ છે અને તે 140થી વધુના સ્ટ્રાઇક રેટથી રન બનાવે છે. ઈશાન કિશનના રેકોર્ડની વાત કરીએ તો આ વિકેટકિપર-બેટ્સમેને 28.57ની સરેરાશથી 2372 રન કર્યા છે. ટી20માં ઈશાન બે સદી અને 12 અડધી સદી ફટકારી ચૂક્યો છે.

    આ પણ વાંચો, SBIએ ગ્રાહકોને આપી ચેતવણી! ગેરકાયદેસર ઇન્સ્ટન્ટ લોન મેસેજ લિંક્સ પર ન કરો ક્લિક, નહીં તો...

    ઈંગ્લેન્ડની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયા- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ઈશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રાહુલ તેવતિયા, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.
    Published by:Mrunal Bhojak
    First published: