Ind vs Eng: ટેન્શન દૂર કરવા માટે બાળક બન્યા પંત અને રોહિત, ધવને શૅર કર્યો ‘તોફાની વીડિયો’

Ind vs Eng: ટેન્શન દૂર કરવા માટે બાળક બન્યા પંત અને રોહિત, ધવને શૅર કર્યો ‘તોફાની વીડિયો’
કિડ્સ ઝોનમાં મસ્તી કરતાં ભારતીય ખેલાડીઓ (ફોટો ક્રેડિટ- શિખર ધવન- Instagram)

કુલદીપે ચલાવી બાળકોની સાઇકલ, રોહિત શર્મા અને ઋષભ પંતે ટેન્શન દૂર કરવા કિડ્સ ઝોનમાં કરી મસ્તી, જુઓ VIDEO

  • Share this:
    અમદાવાદ. વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા (Team India)એ ઇંગ્લેન્ડને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 3-1થી મ્હાત આપીને વર્ડ્ી ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. હવે 18થી 22 જૂન સુધી ભારત અને ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand)ની વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપની ટાઇટલ માટે ટકરાવ થશે. હાલ તો ભારતીય ખેલાડી મેચના ટેન્શનને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મૂળે, ગયા વર્ષ ઓગસ્ટ મહિનાથી જ આઇપીએલ (Indian Premier League)ના કારણે ભારતીય ખેલાડીઓ બાયો બબલમાં છે. તેથી પરિવારથી દૂર ટેન્શન દૂર કરવા ખેલાડીઓ અજીબ તરકીબો અપનાવી રહ્યા છે.

    IPL ખતમ થયા બાદ ખેલાડીઓ દુબઈથી સીધા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ ઇંગ્લેન્ડની મેજબાની કરવામાં વ્યસ્ત થઈ ગયા. બંને ટીમોની વચ્ચે ચાર ટેસ્ટની સીરીઝ ખતમ થઈ ગઈ છે. હવે બંને પાંચ ટી20 અને ત્રણ વનડે મેચોની સીરીઝ રમશે. ત્યારબાદ ફરીથી ભારતીય ખેલાડીઓ 9 એપ્રિલથી શરૂ થનારી IPL 2021માં વ્યસ્ત થઈ જશે. આ વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે ટેન્શને દૂર કરવા માટે વિકેટકીપર- બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant), ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને શિખર ધવન (Shikhar Dhawan), ચાઇનામેન કુલદીપ યાદવ (Kuldip Yadav) બાળક બની ગયા હતા.



    આ પણ વાંચો, IPL 2021નું શિડ્યૂલ જાહેર, 9 એપ્રિલથી થશે પ્રારંભ, 30 મેના રોજ ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે

    આ પણ વાંચો, પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે જરૂરી સમાચાર! 1 એપ્રિલથી નાણા જમા કરાવવા - ઉપાડવા પર આપવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા કપાશે

    શિખર ધવને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં આ તમામ ખેલાડીઓ કિડ્સ ઝોન (Kids Zone)માં રમતા અને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. કુલદીપ બાળકોની સાઇકલ ચલાવતો જોવા મળી રહ્યો છે. ધવને વીડિયો શૅર કરવાની સાથોસાથ લખ્યું કે જેટલી મરજી મોટા થઈ જાઓ, પણ બાળપણ નહીં જવું જોઈએ. લાઇફમાં કામ તો જરૂરી છે પરંતુ લાઇટ રહેવા માટે મસ્તી કરવી પણ. કુલદીપ યાદવ પોતાની રાઇડ શીખી રહ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 08, 2021, 11:05 am