Ind vs Eng 2nd Test, Day 3: ભારત જીતથી હવે 7 વિકેટ દૂર, અશ્વિને સદી ફટકારી જીત્યું દિલ

Ind vs Eng 2nd Test, Day 3: ભારત જીતથી હવે 7 વિકેટ દૂર, અશ્વિને સદી ફટકારી જીત્યું દિલ
ટીમ ઈન્ડિયાએ રવિચંદ્રન અશ્વિનની શાનદાર અડધી સદી અને કેપ્ટન કોહલીની અડધી સદીના સહારે બીજી ઇનિંગમાં 286 રન કર્યા

ટીમ ઈન્ડિયાએ રવિચંદ્રન અશ્વિનની શાનદાર અડધી સદી અને કેપ્ટન કોહલીની અડધી સદીના સહારે બીજી ઇનિંગમાં 286 રન કર્યા

  • Share this:
    ચેન્નઈઃ રવિચંદ્રન અશ્વિનના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે ચેન્નાઈ ટેસ્ટ ભારતની પકડમાં આવી ગઈ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડની ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 53 રન બનાવ્યા છે. ક્રીઝ પર જ રુટ અને ડેનિયલ લોરેન્સ 19 રન બનાવીને રમી રહ્યા છે. રમતને હજી બે દિવસ બાકી છે અને ઇંગ્લેન્ડે જીતવા માટે વધુ 429 રન બનાવવાના રહેશે. બીજી તરફ, ભારત જીતથી માત્ર સાત પગથિયા દૂર છે. ભારત તરફથી અક્સર પટેલે બે વિકેટ ઝડપી જ્યારે રવિચંદ્રન અશ્વિને એક વિકેટ ઝડપી હતી.

    Ind vs Eng 2nd Test, Day 3 Updates:



    >> ભારતની બીજી ઇનિંગ 286 રને સમેટાઈ ગઈ હતી.

    >> રવિચંદ્રન અશ્વિને શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં સદી ફટકારી છે.
    >> 76.4 ઓવરમાં ભારતને નવમો આંચકો લાગ્યો છે. ઇશાંત શર્માએ જૈક લીચની ઓવરમાં સરળ કેચ આપી દેતા 7 રને આઉટ થયો.
    >> ભારતને 67.6 ઓવરમાં આઠમો આંચકો લાગ્યો. મોઇન અલીએ કુલદીપ યાદવને LBW આઉટ કર્યો. કુલદીપ 9 બોલમાં 3 રન કરી પેવેલિયન પરત ફર્યો.
    >> ભારતને 65.4 ઓવરમાં સાતમો આંચકો લાગ્યો. મોઇન અલીએ વિરાટ કોહલીને LBW આઉટ કર્યો. કોહલીએ 149 બોલમાં 7 ફોરની સાથે 62 રનની ઇનિંગ રમી.
    >> કેપ્ટન વિરાટ કોહલી બાદ રવિચંદ્રન અશ્વિને પણ અડધી સદી ફટકારતાં ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.
    >> ભારતની ઇનિંગને સંભાળતા કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી છે. આ તેની ટેસ્ટ મેચોમાં 25મી અડધી સદી છે.
    >> ત્રીજા દિવસની રમતમાં લંચ બ્રેક પડી ગયો છે. લંચ બ્રેક સુધીમાં ભારતનો સ્કોર 48 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન છે. વિરાટ કોહલી 38 રને અને અશ્વિન 34 રને રમતમાં છે.
    >> 36.1 ઓવરમાં અક્ષર પટેલના રૂપમાં ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી. મોઇન અલીએ અક્ષરને LBW આઉટ કર્યો.
    >> ભારતને 30.3 ઓવરમાં પાંચમો આંચકો લાગ્યો. મોઇન અલીની બોલિંગમાં ઓલી પોપે રહાણેનો કેચ ઝડપ્યો. રહાણે 14 બોલમાં બે ફોરની સાથે 10 રનની ઇનિંગ રમીને આઉટ થઈ ગયો.
    >> ભારતને 25.3 ઓવરમાં ચોથો આંચકો લાગ્યો છે. જૈક લીચની બોલિંગમાં બેન ફોક્સે પંતનું સ્ટમ્પિંગ કર્યું. પંત 11 બોલમાં એક ફોરની સાથે 8 રન કરીને આઉટ થયો.
    >> ભારતને 21.1 ઓવરમાં ત્રીજો આંચકો લાગ્યો. જૈક લીચની બોલિંગમાં બેન ફોક્સે રોહિત શર્માનું સ્ટમ્પિંગ કર્યું. રોહિત 70 બોલમાં બે ફોર અને એક સિક્સરની સાથે 26 રન કરીને પેવેલિયન પરત ફર્યો.
    >> ભારતને 18.6 ઓવરમાં બીજો આંચકો લાગ્યો. ઓલી પોપ અને બેન ફોક્સે ચેતેશ્વર પૂજારાને રન આઉટ કર્યો. પૂજારાએ 23 બોલમાં એક ફોરની સાથે 7 રનની ઇનિંગ રમી.

    આ પણ વાંચો, ખૂબ જ દુર્લભ બીમારીથી પીડાય છે આ માસૂમ, જીવ બચાવવા માટે જરૂરી 16 કરોડનું ઇન્જેક્શન

    ભારતની પ્લેઇંગ XI: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાઝ.

    આ પણ વાંચો, માનવતાની મહેક, આ ડૉક્ટરે ગરીબો માટે શરૂ કર્યું ‘એક રૂપિયા’વાળું ક્લિનિક

    ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI: રોરી બર્ન્સ, ડોમિનિક સિલ્બી, ડેનિયલ લૉરેન્સ, જો રૂટ (કેપ્ટન), બૅન સ્ટોક્સ, ઓલી પોપ, બૅન ફોક્સ (વિકેટકીપર) મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, ઓલી સ્ટોન.
    Published by:Mrunal Bhojak
    First published:February 15, 2021, 10:31 am

    ટૉપ ન્યૂઝ