IND vs ENG: ટી20 મેચ પહેલા જ ઈંગ્લેન્ડના કેપ્ટને કહ્યું, 'ભારતને તેની ધરતી પર હરાવવું મુશ્કેલ'

વિશ્વકપ પણ અહીં જ યોજાવાનો છે માટે તે એક પ્રબળ દાવેદાર છે અને અમારી ખરી પરીક્ષા અત્યારે જ છે- મોર્ગન (Photo: AFP)

દુનિયાની સર્વ શ્રેષ્ઠ ટીમો પૈકી એક ભારતને તેની જ જમીન પર હરાવવું ખુબ જ મુશ્કેલ - ઓયન મોર્ગન

  • Share this:
    અમદાવાદ: ઈંગ્લેન્ડ (England) ટીમના ટી-20 માટેના કેપ્ટન મોર્ગનએ કહ્યું કે ભારત (Team India) સામે યોજાવનારી આગામી સીરીઝ (IND vs ENG) રમીને જાણ થઇ જશે કે તેમની ટીમ વિશ્વ કપ માટે કેટલી તૈયાર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવાર (12 માર્ચ)થી 5 ટી-20 સીરીઝ (T20 Series) અને 3 વન-ડે મેચ રમાશે. મહત્વનું છે કે, ટી-20 સીરીઝની તમામ પાંચ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાવાની છે. ટી-20 સીરીઝ પહેલા ભારતે ઈંગ્લેન્ડને 4 ટેસ્ટ મેચની સીરીઝમાં 3-1 થી હરાવ્યું હતું.

    ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગન (Eoin Morgan)એ કહ્યું, અમારા માટે આ અમને સાબિત કરવાનો મોકો છે. વિશ્વ કપમાં સાત મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. દુનિયાની સર્વ શ્રેષ્ઠ ટીમોમાંથી એક ભારતને તેની જ જમીન પર હરાવવું ખુબ જ મુશ્કેલ છે. પ્રથમ મેચના પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું, ભારતીય ટીમને તેની જ ધરતી પર હરાવવી ખુબ જ મુશ્કેલ છે. વિશ્વકપ પણ અહીં જ યોજાવાનો છે માટે તે એક પ્રબળ દાવેદાર છે અને અમારી ખરી પરીક્ષા અત્યારે જ છે.

    આ પણ વાંચો, IND VS ENG: પહેલી T20માં થવાનો છે રનોનો વરસાદ, જાણો પિચ અને મોસમનો મિજાજ

    મોર્ગને કહ્યુ ટીમમાં નક્કી થયેલ તમામ ખેલાડીઓ સંપૂર્ણ ફીટ છે અને તેમાં જોફ્રા આર્ચરનો પણ સમાવેશ થાય છે તેમે ટીમ સંયોજક વિશે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. મહત્વનું છે કે ટી-20 વર્લ્ડ કપ ભારતમાં યોજાશે ત્યારે બીજી બીજુ કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડને આઇસીસી ટી-20 વર્લ્ડ કપને માટે જીતનું દાવેદાર ગણાવ્યું હતું. વિરાટ કોહલીને પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવામાં આવ્યો હતો જેમાં વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડની ટીમને વર્લ્ડ પરને જીતનારી મેજબાન ટીમ ગણાવી હતી.

    વિરાટ કોહલીએ કહ્યું ઈંગ્લેન્ડ નંબર 1 ટી-20 ટીમ છે અને કે વર્લ્ડ કપને જીતવાની પણ દાવેદાર છે. મહત્વનું છે કે ઈગ્લેન્ડની ટીમ 2019થી કોઇ પણ ટી-20 સીરીઝ હાર્યું નથી . ઈંગ્લેન્ડ બહાર પણ ઈંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન હંમેશા સારુ રહ્યું છે. તેણે શ્રી લંકા ન્યુઝીલેન્ડ અને અંતે સાઉથ કોરીયાને પણ હરાવ્યું છે.

    આ પણ વાંચો, મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરા કર્યા 10 હજાર રન, આવું કરનારી બીજી મહિલા ક્રિકેટર

    ટી-20 સીરીઝ માટે બંન્ને ટીમો

    ભારત- વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, ચહલ, ભુવનેશ્લર કુમાર, અક્ષર પટેલ, વોશિંગટન સુદર, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, દીપક ચાહર, રાહુલ તેવટિયા,ઈશાન કિશન

    ઈંગ્લેન્ડ- મોર્ગન, જોસ બટલર, જેસન રૉય, લિયામ લિવિંગસ્ટોન, ડેવિન મલાન, બેન સ્ટોક્સ, મોઇન અલી, આદિલ રાશિદ, રીસ ટૉપલે, ક્રિસ જોર્ડન, માર્ક વુડ, સૈમ કરન, ટૉમ કરન, સેમ બિલિંગ્સ, જોની બેયરસ્ટ્રો, જોફ્રા આર્ચર
    Published by:Mrunal Bhojak
    First published: