અમદાવાદ. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ (Motera Stadium) ને જે ખેલાડીઓએ જોયું છે તેઓ દંગ રહી ગયા. સ્ટેડિયમની સુંદરતા અને સુવિધાઓથી ઇંગ્લેન્ડ (England) અને ભારત (Indai)ના ખેલાડીઓ આકર્ષિત થયા છે. જોકે ઇંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રાહમ થોર્પ (Graham Thorpe)એ મોટેરા સ્ટેડિયમની સીટો પર સવાલ ઊભા કરી દીધા છે. ગ્રાહમ થોર્પેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મોટેરા સ્ટેડિયમની સીટો પર રંગ ખેલાડીઓ માટે મુસીબતનું કારણ બની શકે છે. થોર્પે કહ્યું કે મોટેરાની સીટોના રંગના કારણે પિન્ક બોલને જોવામાં મુશ્કેલી પડી શકે છે.
ગ્રાહમ થોર્પે કહ્યું કે, બેટ્સમેનો માટે સાઇડ સ્ક્રીન લાગેલી છે પરંતુ ફીલ્ડરોને બોલ જોવામાં પરેશાની થઈ શકે છે. મોટેરાની સીટોનો રંગ તેના માટે કારણભૂત હોઈ શકે છે.
આ દરમિયાન ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)ને રમવામાં નિષ્ફળ રહેલા બેન સ્ટોક્સ (Ben Stokes)નો બચાવ કરતાં ઇંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રાહમ થોર્પે કહ્યું કે આ સ્ટાર ઓલરાઉન્ડે એ ભૂલવું ન જોઈએ કે તેનામાં બોલરોને બેકફુટ પર લાવવાનો દમ છે. પહેલી બે ટેસ્ટમાં અશ્વિને ત્રણ વાર સ્ટોક્સને આઉટ કર્યો. આ વિશે પૂછવામાં આવતા થોર્પે કહ્યું કે, આ પડકારરૂપ છે. સ્ટોક્સની રમવાની શૈલી અનેકવાર અલગ-અલગ હોય છે. તે ઇનિંગનો સૂત્રધાર પણ બની શકે છે. તેનામાં બોલરોને બેકફુટ પર લાવવાની ક્ષમતમા છે અને તે તેણે ભૂલવું ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ચાર ટેસ્ટ મેચોની શ્રૃંખલા હાલમાં 1-1થી બરાબર પર છે. અશ્વિનના વખાણ કરતા થોર્પે કહ્યું ક , તે ઘણો ખતરનાક બોલર છે અને પિચ સ્પિનરોની મદદગાર હોય તો તેનો સામનો કરવો ઘણું કઠિન થઈ જાય છે.
સહાયક કોચે સ્વીકાર કર્યો કે આગામી શ્રૃંખલા ઘણી કઠિન થવાની છે. તેઓએ કહ્યું કે ખેલાડીએ સ્પષ્ટ રીતે ખબર હોવી જોઈએ કે તેઓ પોતાના પ્રદર્શનમાં સુધાર કેવી રીતે કરી શકે છે. આ ઉપરાંત પોતાના બેસિક્સ ઉપર ધ્યાન આપીને શાંત મને રમવું જોઇએ. તેઓએ એવા પણ સંકેત આપ્યા કે ઈજાના કારણે પહેલી બે ટેસ્ટથી બહાર રહેનાર જાક ક્રોલે સહિત તમામ ખેલાડી પસંદગી માટે ઉપલબ્ધ છે. તેમાં જોની બેયરસ્ટો પણ સામેલ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર