IND VS ENG: કેએલ રાહુલનું સ્થાન લેશે સૂર્યકુમાર યાદવ? જાણો ભારતની સંભવિત Playing 11

IND VS ENG: કેએલ રાહુલનું સ્થાન લેશે સૂર્યકુમાર યાદવ? જાણો ભારતની સંભવિત Playing 11
IND VS ENG: ચોથી ટી20માંથી કેએલ રાહુલ થશે આઉટ? (Photo: AFP)

હવે એક હારનો અર્થ થાય છે સીરીઝ ગુમાવવી, એવામાં ટીમ ઈન્ડિયા કોઈ પણ સ્થિતિમાં ચોથી ટી20 જીતવાનો પ્રયાસ કરશે

  • Share this:
    અમદાવાદ. ‘કરો યા મરો...’ ટીમ ઈન્ડિયા (Team India) માટે ગુરુવારે રમાનારી ચોથી ટી20 મેચ કંઈક આવા જ પ્રકારની છે. ભારતીય ટીમ (India vs England, 4th T20I) ઈંગ્લેન્ડથી સીરીઝમાં 1-2થી પાછળ પડી ગઈ છે. હવે એક હારનો અર્થ થાય છે સીરીઝ ગુમાવવી. એવામાં ટીમ ઈન્ડિયા કોઈ પણ સ્થિતિમાં ચોથી ટી20 જીતવાનો પ્રયાસ કરશે. હવે સવાલ એ છે કે ભારતીય ટીમ કઈ પ્લેઇંગ ઇલેવનની સાથે મેદાન પર ઉતરશે. છેલ્લી 3 ટી20 મેચોમાં કરવામાં આવેલા ફેરફારોએ તમામ ક્રિકેટ એક્સપર્ટ્સ અને પ્રશંસકોને ચોંકાવી દીધા છે અને હવે ચોથી ટી20માં શું પ્લેઇંગ ઇલેવન હશે તેનું અનુમાન લગાવવું કઠીન છે.

    આમ તો ત્રીજી ટી20નું પ્રદર્શન અને ચોથી ટી20ની અગત્યતાના આધાર પર કદાચ ટીમ ઈન્ડિયા કેટલાક નિર્ણય લઈ શકે છે. જેમ કે કેએલ રાહુલ 3 મેચમાં માત્ર એક રન જ કરી શક્યો છે અને સ્પષ્ટ વાત છે કે તેનું ફોર્મ સારું નથી તો તેને બહાર કરીને સૂર્યકુમાર યાદવને ફરી તક આપવામાં આવી શકે છે. સૂર્યકુમારને બીજી ટી20માં ડેબ્યૂ કરાયા બાદ બેટિંગ કરાયા વગર જ ત્રીજી ટી20થી બહાર કરી દેવામાં આવ્યો હતો.



    આ પણ જુઓ, જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની મહેંદી, હલ્દી અને સંગીતની તસવીરો પણ થઈ VIRAL

    કઈ ટીમની સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા?

    એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયા કેએલ રાહુલના સ્થાને ઈશાન કિશન પાસ ફરી એક વાર ઓપનિંગ કરાવશે. રોહિત શર્મા તેનો ઓપનિંગ પાર્ટનર હશે. ત્યારબાદ વિરાટ કોહલી ફરી એકવાર ત્રીજા નંબર પર રમશે. ઋષભ પંત, શ્રેયસ અય્યરનું રમવું નક્કી માનવામાં આવી રહ્યું છે. સૂર્યકુમાર યાદવને છઠ્ઠા નંબર પર તક આપવામાં આવી શકે છે. સાતમા નંબર પર હાર્દિક પંડ્યા અને પછી વોશિંગટન સુંદર પણ હશે. શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને યુજવેન્ર્. ચહલનું રમવું પણ નક્કી માનવામાં આવી રહ્યું છે. આમ તો યુજવેન્ર્. ચહલના સ્થાને અક્ષર પટેલને તક મળે તો બોલિંગ વધુ મજબૂત થઈ શકે છે કારણ કે ચહલ ત્રણ ટી20 મેચોમાં કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યો.

    આ પણ વાંચો, IND vs ENG: પાવર પ્લેમાં આપણા બેટ્સમન ફરી નિષ્ફળ રહ્યા, જાણો હારના 5 કારણ

    ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન- રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી,
    ઋષભ પંત, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને યુજવેન્દ્ર ચહલ.
    Published by:Mrunal Bhojak
    First published:March 18, 2021, 07:04 am

    ટૉપ ન્યૂઝ