Home /News /sport /Ind vs Eng, 4th Test : ઋષભ પંતની સદી, ભારતને 89 રનની લીડ

Ind vs Eng, 4th Test : ઋષભ પંતની સદી, ભારતને 89 રનની લીડ

ઇંગ્લેન્ડના 205 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 7 વિકેટે 294 રન બનાવી લીધા છે, પંત 101, વોશિંગ્ટન સુંદરના અણનમ 60

ઇંગ્લેન્ડના 205 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 7 વિકેટે 294 રન બનાવી લીધા છે, પંત 101, વોશિંગ્ટન સુંદરના અણનમ 60

અમદાવાદઃ  ઋષભ પંતની સદી (101) અને વોશિંગ્ટન સુંદરના અણનમ 60 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના બીજા દિવસે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ઇંગ્લેન્ડના 205 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 7 વિકેટે 294 રન બનાવી લીધા છે. ભારતે 89 રનની લીડ મેળવી લીધી છે અને તેની 3 વિકેટો બાકી છે. વોશિંગ્ટન સુંદર 60 અને અક્ષર પટેલ 11 રને રમતમાં છે.

Ind vs Eng, 4th Test, Second Day Updates:

> ઋષભ પંત 101 રન બનાવી એન્ડરસનનો શિકાર બન્યો.

> પંતે 114 બોલમાં 13 ફોર, 2 સિક્સર સાથે સદી ફટકારી

> પંતે ભારતીય ટીમની ઇનિંગને આગળ વધારતા અડધી સદી ફટકારી છે. પંતે ટેસ્ટ કારકિર્દીની સાતમી અડધી સદી ફટકારી છે.
>> જેક લીચની ઓવરમાં રવિચંદ્રન અશ્વિને ઓલી પોપને કેચ આપતા તેની ઇનિંગ 13 રને જ સમેટાઈ ગઈ હતી.
>> રોહિત શર્મા પોતાની અડધી સદીથી માત્ર એક રજ જ દૂર હતો તે તે સ્ટોક્સનો શિકાર બની ગયો. સ્ટોક્સે રોહિતને એલબીડબલ્યૂ આઉટ કરતાં ભારતે પાંચમી વિકેટ ગુમાવી.
>> 38મી ઓવરમાં એન્ડરસને રહાણેને સ્ટોક્સના હાથે કેચ આઉટ કરાવી દીધો. ભારતને ચોથો આંચકો લાગ્યો. રહાણે 27 રન કરીને પેવેલિયન પરત ફર્યો. તેની સાથે જ લંચ બ્રેકની જાહેરાત કરવામાં આવી.
>> બેન સ્ટોક્સે ભારતને મોટો આંચકો આપ્યો છે. સ્ટોક્સે કેપ્ટન કોહલીને પોતાનો શિકાર બનાવયો. 27મી ઓવરમાં કોહલીએ વિકેટકીપર ફોક્સને કેચ આપી દીધો. કોહલી 8 બોલમાં ખાતું ખોલાયા વગર પેવેલિયન પરત ફર્યો.
>> ભારતને ચેતેશ્વર પૂજારાના રુપમાં બીજા દિવસે મોટો આંચકો લાગ્યો. 24મી ઓવરમાં જૈક લીચે પૂજારાને LBW આઉટ કર્યો. પૂજારા માત્ર 17 રન કરી પેવેલિયન પરત ફર્યો.

આ પણ વાંચો, India vs. England: અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આવું કરનારો દુનિયાનો બીજો બોલર બન્યો

બંને દેશોની ટીમો આ પ્રકારે છે

ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, પંત, વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

આ પણ વાંચો, જસપ્રીત બુમરાહ દક્ષિણની એક્ટ્રેસ સાથે લગ્ન કરશે? બંનેએ સાથે લીધો કામથી બ્રેક, આ છે પુરાવો

ઈંગ્લેન્ડઃ ડોમ સિબ્લે, ઝેક ક્રોવલે, જોની બેયરસ્ટો, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, ડેન લોરેન્સ, બેન ફોક્સ, ડોમ બેસ, જેક લીચ અને જેમ્સ એન્ડરસન
First published:

Tags: India vs england, Joe root, Narendra Modi Stadium, Team india, અમદાવાદ, ક્રિકેટ, વિરાટ કોહલી, સ્પોર્ટસ