અમદાવાદ : અક્ષર પટેલ (4 વિકેટ) અને આર.અશ્વિન (3 વિકેટ)ના ચુસ્ત બોલિંગ પ્રદર્શનની મદદથી અમદાવાદમાં રમાય રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે પકડ મજબૂત બનાવી લીધી છે. ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં 205 રનમાં ઓલઆઉટ થયું છે. જેના જવાબમાં ભારતે પ્રથમ દિવસના અંતે 1 વિકેટે 24 રન બનાવી લીધા છે. ભારત 181 રન પાછળ છે અને તેની 9 વિકેટો જમા છે. રોહિત શર્મા 8 અને ચેતેશ્વર પૂજારા 15 રને રમતમાં છે. શુભમન ગિલ ખાતું ખોલાયા વિના એન્ડરસનનો શિકાર બન્યો હતો.
Ind vs Eng, 4th Test Updates:
ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટના પ્રથમ ઇનિંગ્સમાં 205 રનમાં ઓલઆઉટ
> અક્ષર પટેલે ડોમ બેસને LBW આઉટ કરીને ઈંગ્લેન્ડને નવમો આંચકો આપ્યો છે. બેસ માત્ર 3 રન કરી શક્યો. >> લોરેન્સ પોતાની અડધી સદી ચૂકી ગયો છે. 46 રન પર તે અક્ષર પટેલનો શિકાર બન્યો. અક્ષરની બોલિંગમાં પતે તેનું સ્ટમ્પિંગ કર્યું. >> અશ્વિને ફોક્સને સ્લિપમાં રહાણેના હાથે કેચ આઉટ કરાવી દીધો. ફોક્સ માત્ર એક રન કરી શક્યો. >> 62મી ઓવરમાં અશ્વિનને આ મેચની પહેલી સફળતા મળી. અશ્વિને ત્રીજા બોલ પર ઓલી પોપને શોટ લેગ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવી દીધો. પોપ 29 રન કરીને પેવેલિયન પરત ફર્યો. >> વોશિંગટન સુંદરે ભારતને પાંચમી અને અગત્યની સફળતા અપાવી છે. સેટ બેટ્સમેન બેન સ્ટોક્સને 55 રને એલબીડબલ્યૂ આઉટ કર્યો. >> લંચ બાદ સિરાજે ભારતને ચોથી સફળતા અપાવી. સેટ બેટ્સમેન બેયરસ્ટોને 28 રન કરી LBW આઉટ થયો. >> પહેલા દિવસે લંચ બ્રેક સુધીમાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 74 રન કરી દીધા છે. બેન સ્ટોક્સ 24 અને જોની બેયસ્ટોર 28 રન કરીને ક્રીઝ પર ટકેલા છે. બંનેની વચ્ચે 44 રનની પાર્ટનરશિપ થઈ ચૂકી છે.
ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે, કારણ કે મહેમાન ટીમે ભારત સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ પહેલાથી જ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચની હાર-જીત અથવા ડ્રોના પરિણામ પછી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને બીજી ફાઇનલિસ્ટ ટીમ મળશે.