Home /News /sport /

Ind vs Eng 3rd Test, Day 1 Live Score: ડિનર બ્રેક બાદ શરુ થઈ રમત, રોહિત અને ગિલ ક્રિઝ ઉપર

Ind vs Eng 3rd Test, Day 1 Live Score: ડિનર બ્રેક બાદ શરુ થઈ રમત, રોહિત અને ગિલ ક્રિઝ ઉપર

અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો શુભારંભ પિન્ક બોલથી થવા જઈ રહ્યો છે

અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો શુભારંભ પિન્ક બોલથી થવા જઈ રહ્યો છે

  અમદાવાદ. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England)ની વચ્ચે ચાર મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદ (Ahmedabad)માં નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાઈ રહી છે.  આ મેચ ડે-નાઇટ ટેસ્ટ છે, જે પિન્ક બોલથી રમાઈ રહી છે.  આ ભારતમાં રમાનારી બીજી ડે-નાઇટ ટેસ્ટ છે. આ પહેલા કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ભારતે બાંગ્લાદેશની વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટ રમી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી હતી.

  Ind vs Eng 3rd Test, Day 1 Updates:

  >>ભારતીય ટીમે ડિનર બ્રેક સુધી વિકેટ ગુમાવ્યા વગર પાંચ રન બનાવ્યા છે. સલામી બેટ્સમેન રોહિત શર્મા પાંચ જ્યારે શુભમન ગિલ ઝીરો રન બનાવીને રમી રહ્યા છે.

  >>મોટેરામાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ડે નાઈટ ટેસ્ટ માં અક્ષર પટેલે ધમાલ મચાવી દીધી છે. પટેલે પહેલી ઇનિંગમાં 38 રન આપીને છ વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડનો પહેલો દાવ માત્ર 112 રનમાં સમેટાઈ ગયો છે. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે 53 રન બેન ફોક્સે બનાવ્યા છે.

  >> 43 ઓવરના અંતે ઇંગ્લેન્ડની ટીમે 8 વિકેટના નુકસાન સાથે 104 રન બનાવ્યા હતા. સ્ટુઅર્ટ બ્રાન્ડ ત્રણ અને બેન ફોક્સ પાંચ રન બનાવીને ક્રિઝ ઉપર છે. ભારતીય સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી છે. અક્ષરે ચાર વિકેટ જ્યારે અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.

  >> ઇંગ્લેન્ડને 8 વિકેટનું નુકસાન, જેક લીચની વિકેટ પડી, અશ્વિનની ફિરકીનો ચાલ્યો જાદુ, ઇગ્લેન્ડનો સ્કોર 98/8

  >> મોટેરા સ્ટેડિયમમાં અક્ષર પટેલનો ચાલ્યો જાદુ, અત્યાર સુધી ચાર વિકેટ લીધી, ઇંગ્લેન્ડને સાતમો ફટકો, જોફ્રા આર્ચર આઉટ, ઇંગ્લેન્ડનો સ્કોર 94/7

  >> ઇંગ્લેન્ડને બેન સ્ટોકના રૂપમાં છઠ્ઠો ફટકો, અક્ષર પટેલે લીધી વિકેટ સ્કોર 87/6

  >>લંચ બાદ ઇંગ્લેડને ઓલી પોપના રૂપમાં સૌથી મોટો ફટકો, રવિચંદ્રન અશ્વિને લીધી પોપની વિકેટ ઇંગ્લેન્ડનો સ્કોર 81/5

  >>ઇંગ્લેન્ડનો ચોરો ફટકો, સલામી બેટ્સમેન જેક ક્રાઉલી આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ, ઇંગ્લેન્ડનો સ્કોર 80/4

  >> ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો કેપ્ટન જો રૂટના રૂપમાં લાગ્યો છે. રૂટ 17 રન બનાવીને રવિચંદ્રન અશ્વિનના બોલથી આઉટ થયો ઇંગ્લેન્ડનો સ્કોર 74/3

  >> પહેલી 10 ઓવર બાદ ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 30 રન બનાવ્યા. જેક ક્રાઉલે 23 રન જ્યારે કેપ્ટન જો રૂટ ત્રણ રન બનાવીને ક્રીઝ ઉપર

  >> અક્ષર પટેલે ભારતને બીજી સફળતા અપાવી છે. બેયરેસ્ટોને શૂન્ય રને એલબીડબલ્યૂ આઉટ થયો છે.

  >> પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા ઈશાંત શર્માએ અપાવી ભારતને પહેલી સફળતા અપાવી છે. તેણે સિબલી શૂન્ય રને આઉટ કર્યો છે.

  >> ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો

  ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે અત્યાર સુધી સીરીઝની બે મેચ રમાઈ છે જે બંને ચેન્નઈમાં યોજાઈ હતી. જેમાંથી એકમાં ઈંગ્લેન્ડ અને એકમાં ભારતે જીત મેળવી હતી. બંને ટીમોની એક-એક જીત સાથે સીરીઝ 1-1 પર બરાબર છે.

  આ પણ વાંચો, IND VS ENG: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા પર ઈંગ્લેન્ડના બેટિંગ કોચે ઉઠાવ્યા સવાલ, કહી આ વાત

  અમદાવાદ એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં ક્રિકેટરોએ અનેક ખાસ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)એ અહીં 10 હજાર ટેસ્ટ રન પૂરા કર્યા તો કપિલ દેવે (Kapil Dev)એ અહીં 83 રન આપીને 9 વિકેટ લઈને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બાદમાં રિચર્ડ હેડલીનો સૌથી વધુ ટેસ્ટ વિકેટનો તત્કાલીન રેકોર્ડ પણ આ મેદાન પર તોડ્યો હતો.

  બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

  ઈંગ્લેન્ડની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ XI

  રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વોશિંગટન સુંદર, ઈશાંત શર્મા.

  આ પણ વાંચો, OMG! IPLમાં ખેલાડીઓની Salary પાછળ અત્યાર સુધીમાં ખર્ચાયા રૂ. 6144 કરોડ રૂપિયા

  ભારતની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઇંગ XI

  જૈક ક્રાઉલે, ડોમિનિક સિબ્લે, જોની બેયરેસ્ટો, જો રૂટ (કેપ્ટન),બેન ફોક્સ (વિકેટકિપર), ઓલી પોપ, ડોમ બેસ, જોફ્રા આર્ચર, જૈક લીચ, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Ahmedabad Test, India vs england, Motera stadium, Narendra Modi Stadium, ક્રિકેટ, સ્પોર્ટસ

  આગામી સમાચાર