Ind vs Eng Day 1: પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેનની ફિફ્ટી, ભારતના બોલરો પણ ફેલ

ઈંગ્લેન્ડની જોરદાર શરૂઆત પ્રથમ વિકેટ માટે 100+ની પાર્ટનરશીપ

IND vs ENG Live Score, 3rd Test Match, Day1: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટેસ્ટ મેચ હેડિંગ્લેમાં આજથી શરૂ થશે, ભારત પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-0 થી આગળ છે. ભારતે ટોસ જીતીની પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી:  ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ (IND vs ENG)વચ્ચે 5 ટેસ્ટની સિરીઝની ત્રીજી મેચ (india vs england 3rd test)બુધવારથી હેડિંગ્લે (headingley) માં રમાઈ રહી છે. જેના પહેલા દિવસે વિરાટ કોહલી(Virat Kohli)એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઇંગ્લિશ ટીમના આક્રમક બોલિંગ સામે ઈન્ડિયન ટીમ 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે (england) એકપણ વિકેટ ગુમાવ્યા વગર 100+ રન કર્યા છે. અત્યારે રોરી બર્ન્સ અને હસીબ હમીદ બેટિંગ કરી રહ્યા છે. પહેલી ઈનિંગમાં ઇંગ્લિશ ટીમના જેમ્સ એન્ડરસન અને ઓવર્ટને 3-3 વિકેટ લીધી, જ્યારે રોબિન્સન, સેમ કરને 2 મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપીને ઈન્ડિયન ટીમને ઓલઆઉટ કરી દીધી હતી.

    IND vs ENG Live Score, 3rd Test Match, Day1

    • પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં છે બંન્ને ઓપનિંગ બેટ્સમેનો વચ્ચે 100+ રનની પાર્ટનશીપ થઈ છે અને બંન્નેએ ફિફ્ટી મારી છે.

    • એક પણ વિકેટ ગુમાવ્યા વિના ઈંગ્લેન્ડનો સ્કોર 100+

    • રોહિત શર્મા 67 રન કરીને આઉટ થયો અને ત્યાર બાદ ભારતની સતત બે વિકેટો પડી હતી રવિન્દ્ર જાડેજા અને બુમરાહ પણ આઉટ થયા અને ભારતીય ટીમની 67 રનના સ્કોર પર 9 વિકેટ પડી ગઈ હતી.

    • લંચ બ્રેક પૂર્ણ થતા બીજા શેશનની શરૂઆતમાં જ રિષભ પંત માત્ર 2 રન કરીને આઉટ થયો હતો.

    • લંચ બ્રેક પહેલા ભારતીય ટીમ ચોથી વિકેટ ગુમાવી છે, ભારતની ચોથી વિકેટ રહાણેની પડી તે માત્ર 18 રન કરીને આઉટ થયો હતો.

    • એન્ડરસનની સતત ત્રીજી વિકેટથી ભારતની સ્થિતિ કથળી છે, વિરાટ કોહલી પણ માત્ર 7 રન કરીને આઉટ થયો હતો.

    • ત્યાર બાદ તરત જ ભારતને બીજો ઝટકો ચેતેશ્વર પૂજારાના રૂપમાં લાગ્યો હતો પૂજારા પણ માત્ર 1 રન કરીને આઉટ થયો હતો.

    • ભારતને મેચ શરૂ થતાની સાથે પ્રથમ ઓવરમાં જ કે એલ રાહુલ  કે.એલ રાહુલ  (KL Rahul) શૂન્ય રન  કરી એન્ડરસનનો શિકાર બન્યો હતો.

    • ત્રીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    • ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બદલાવ કર્યો નથી

    • ઈંગ્લેન્ડની ટીમે પ્લેઈંગ ઈલેવનમાં બે બદલાવ કર્યા


    મહત્વનું છે કે, હેન્ડિગ્લેના મેદાન પર ટીમ ઇન્ડિયા છેલ્લા 51 વર્ષમાં હારી નથી. ભારતને છેલ્લી વખત 1967માં આ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાએ છેલ્લી ટેસ્ટ 2002માં હેડિંગ્લે ખાતે રમી હતી. અને સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના નેતૃત્વમાં ભારતે એક ઇનિંગ્સ અને 46 રનથી પરાજય આપ્યો હતો. 2002 પહેલા, 1986 માં પણ ભારતે આ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ જીતી હતી. જ્યારે 1979 માં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.





    નોંધનીય છે કે, અગાઉ લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર રમત દર્શાવતા 151 રનથી જીત મેળવી હતી. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે મેચના પાંચમા દિવસે અણનમ 89 રનની ભાગીદારીના આધારે ભારતને જીત અપાવી હતી. આ પહેલા રોહિત શર્માની અડધી સદી અને મેચના પ્રથમ દાવમાં કેએલ રાહુલની સદીએ આ વિજયનો પાયો નાખ્યો હતો.

    ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (WK), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

    ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન: રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, જોસ બટલર (wk), મોઇન અલી, સેમ કેરેન, ક્રેગ ઓવરટન, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.
    Published by:kuldipsinh barot
    First published: