Ind vs Eng 2nd Test, Day 2 Live Score: ઈંગ્લેન્ડ 134 રને ઓલઆઉટ, અશ્વિને મચાવ્યો તરખાટ

Ind vs Eng 2nd Test, Day 2 Live Score: ઈંગ્લેન્ડ 134 રને ઓલઆઉટ, અશ્વિને મચાવ્યો તરખાટ
પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાએ 329 રન ફટકાર્યા હતા, જેની સામે મહેમાન ટીમની હાલત ખરાબ

પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાએ 329 રન ફટકાર્યા હતા, જેની સામે મહેમાન ટીમની હાલત ખરાબ

  • Share this:
    નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમમાં ચાલી રહી છે. બીજા દિવસે ભારતની ઇનિંગ 329 રન પર સમેટાઈ ગઈ છે. પંત 58 રન કરીને અણનમ રહ્યો. ઈંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ ચાર જ્યારે ઓલી સ્ટોને ત્રણ વિકેટ ઝડપી. જેક લીચ બબે અને જો રૂટ એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યા. ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગ માત્ર 134 રન પર સમેટાઈ ગઈ. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને પાંચ, ઈશાંત શર્મા અને અક્ષર પટેલે બે-બે જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી.

    રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 29મી વાર ઇનિંગમાં પાંચ કે તેથી વધુ ઝડપી છે. તેણે ગ્લેન મેકગ્રાની બરાબરી કરી છે. અશ્વિનથી આગળ માત્ર મુથૈયા મુરલીધરન (67), શેન વોર્ન (37), અનિલ કુંબલે (35) અને જેમ્સ એન્ડરનસ (30) છે.



    Ind vs Eng 2nd Test, Day 2 Updates:

    પહેલી ઇનિંગમાં ઈંગ્લેન્ડની આખી ટીમ માત્ર 134 રન કરીને આઉટ થઈ ગઈ છે.

    >> ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ભારતને નવમી સફળતા અપાવી છે. જેક લીચ પાંચ રન કરીને આઉટ થયો. ઇંગ્લેન્ડનો સ્કોર-131/9
    >> ઈંગ્લેન્ડની ટીમને આઠમો આંચકો ઓલી સ્ટોનના રૂપમાં લાગ્યો. અશ્વિનની બોલિંગમાં તેણે સરળ કેચ આપી દીધો. ટી બ્રેક સુધી ઈંગ્લેન્ડનો સ્કોર-106/8. મહેમાન ટીમ હજુ પહેલી ઇનિંગના આધાર પર 223 રન પાછળ છે.
    >> અક્ષર પટેલે ભારતને સાતમી સફળતા અપાવી છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ સ્લિપમાં રહાણેને કેચ આપી બેઠો. ઇંગ્લેન્ડ સ્કોર-105/7
    >> ભારતને છઠ્ઠી સફળતા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અપાવી. સિરાજે પહેલા જ બોલ પર ઓલી પોપને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. ઈંગ્લેન્ડનો સ્કોર-87/6
    >> ચેન્નઇની પિચ પર અશ્વિનનો જાદુ ચાલી રહ્યો છે. લંચ બાદ અશ્વિને ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન બેન સ્ટોક્સને ક્લીન બોલ્ડ કરી દીધો. ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી છે. ઇંગ્લેન્ડ સ્કોર-52/5
    >> ઈંગ્લેન્ડની ટીમે બીજા દિવસે લંચ સુધીમાં ચાર વિકેટ ગુમાવીને 39 રન કર્યા છે. ક્રીઝ પર બેન સ્ટોક્સ ટકેલો છે. લંચ પહેલાના છેલ્લા બોલ પર ડેનિયલ લોરેન્સ અશ્વિનની બોલિંગમાં આઉટ થઈ ગયો.
    >> ઈંગ્લેન્ડને મોટો આંચકો લાગ્યો છે. અક્ષર પટેલની બોલિંગમાં સ્વિપ મારવાના પ્રયાસમાં જો રૂટ અશ્વિનને સરળ કેચ આપી બેઠો. પહેલી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર રૂટ માત્ર 6 રન જ કરી શક્યો. ઈંગ્લેન્ડનો સ્કોર-23/3
    >> અશ્વિને મેચની આઠમી ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન ડૉમ સિબ્લીને આઉટ કર્યો. સિબ્લીએ 16 રન કર્યા. ઈંગ્લેન્ડનો સ્કોર-16/2
    >> ભારતને પહેલી સફળતા ઈશાંત શર્માએ અપાવી છે. ઈશાંતની બોલિંગમાં ઓપનર રોરી બર્ન્સ આઉટ થયો. ઈંગ્લેન્ડનો સ્કોર-0/1
    >> મોહમ્મદ સિરાજ સ્ટોનની બોલિંગમાં 4 રને આઉટ થતાં ભારતની પહેલી ઇનિંગ 329 રને સમેટાઇ ગઈ.

    >> ભારતને નવમો આંચકો કુલદીપ યાદવના રુપમાં ગુમાવી. ફાસ્ટબોલર ઓલી સ્ટોનની બોલિંગમાં કુલદીપ યાદવ કેચ આપી બેઠો. ભારતનો સ્કોર 325/9
    >> ચેન્નઈ ટેસ્ટના બીજા દિવસે પંતે શાનદાર અડધી સદી ફટકારી છે. પંતે 65 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી અડધી સદી કરી. ભારતનો સ્કોર 317/8
    >> ભારતને આઠમો આંચકો ઈશાંત શર્મા રૂપે ગુમાવી. મોઇન અલીના ફુલટોસ પર ઈશાંત શર્માએ સરળ કેચ આપી દીધો. ભારતે 301 રને જ આઠમી વિકેટ ગુમાવી.
    >> બીજા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી. દિવસની બીજી ઓવરમાં જ અક્ષર પટેલ મોઇન અલીની બોલિંગમાં આઉટ થઈ ગયો. પટેલે 14 બોલમાં 5 રન કર્યા.

    બીજી ટેસ્ટના પ્રથમ દિવસે રોહિત શર્માએ (Rohit Sharma) શાનદાર સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માની આ સાતમી સદી છે. રોહિત શર્માએ ઇંગ્લેન્ડ (Team England) વિરુદ્ધ પ્રથમ સદી ફટકારી. રોહિત શર્માએ 14 ચોગ્ગા અને 2 છગ્ગાના સહારે પોતાની સદી પૂરી કરી હતી. ભારતીય પીચ પર રોહિત શર્માની સરેરાશ 80 ઉપર છે. રોહિત શર્માએ તમામ સદી ઘરેલૂ મેદાનમાં જ ફટાકરી છે. પહેલા દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 300 રન કર્યા હતા.

    આ પણ વાંચો, Happy Valentine Day 2021: ઘરે રહીને જ ઉજવો વેલેન્ટાઇન, ક્યારેય નહીં ભૂલી શકો આ પળ

    રોહિતની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 40મી સદી

    રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સાત અને વન ડેમાં 29 અને ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ચાર સદી ફટકારી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માની 40મી સદી છે. આ સાથે જ તેણે મોહમ્મદ યુસૂફ અને તિલકરત્ને દિલશાનને પાછળ રાખી દીધા છે. બંને ખેલાડીઓએ 39-39 સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રૉસ ટેલરની બરાબરી કરી લીધી છે. હાલના ખેલાડીઓની વાત કરીએ તો ફક્ત વિરાટ કોહલી (70) અને ડેવિડ વૉર્નર (43) રોહિત શર્માથી આગળ છે. ભારત તરફથી સૌથી વધારે સદી ફક્ત સચિન તેંડુલકર (100), વિરાટ કોહલી (70) અને રાહુલ દ્રવિડે (48) ફટકારી છે.

    આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમને શરૂઆત ખૂબ ખરાબ રહી છે. બીજી જ ઓવરમાં શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જોકે, તેની કોઈ અસર રોહિત શર્માની બેટિંગ પર પડી ન હતી. રોહિત શર્માએ 47 બોલમાં જ અડધી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાએ તેનો ખૂબ સારો સાથ આપ્યો હતો. ચેતેશ્વર પૂજારા અને રોહિત શર્મા વચ્ચે 85 રનની ભાગીદારી રહી હતી.

    આ પણ વાંચો, સાવધાન! જાણો Koo એપથી કેવી રીતે લીક થઈ રહ્યો છે યૂઝર્સનો ડેટા, ચીન કનેક્શનનું સત્ય આવ્યું સામે

    ભારતની પ્લેઇંગ XI: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાઝ.

    ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI: રોરી બર્ન્સ, ડોમિનિક સિલ્બી, ડેનિયલ લૉરેન્સ, જો રૂટ (કેપ્ટન), બૅન સ્ટોક્સ, ઓલી પોપ, બૅન ફોક્સ (વિકેટકીપર) મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, ઓલી સ્ટોન.
    Published by:Mrunal Bhojak
    First published:February 14, 2021, 09:48 am

    ટૉપ ન્યૂઝ