વિરાટ કોહલીએ કરી 'ભૂલ', પરંતુ કોચ રવિ શાસ્ત્રીએ પૂજારાને ગણાવ્યો દોષી!

News18 Gujarati
Updated: August 11, 2018, 11:49 AM IST
વિરાટ કોહલીએ કરી 'ભૂલ', પરંતુ કોચ રવિ શાસ્ત્રીએ પૂજારાને ગણાવ્યો દોષી!
લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડીયા 107 રન પર સમેટાઈ ગઈ.

ભારતીય ફેંસ ઘણા નારાજ, રવી શાસ્ત્રીમાં કપ્તાનને ખોટો ગણાવવાની પણ હિમ્મત નથી.

  • Share this:
લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડીયા 107 રન પર સમેટાઈ ગઈ, ઈંગ્લેન્ડના સ્વીંગ બોલર સામે એક પણ ભારતીય બેટ્સમેન ટકી ન શક્યો. જોકે, આ ખેલાડીઓમાં સૌથી વધારે દુર્ભાગ્યશાળી રહ્યો ચેતેશ્વર પૂજારા, જે લોર્ડ્સમાં રન આઉટ થયો. પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાથી બહાર રહેનાર પૂજારાને લોર્ડ્સમાં કપ્તાન વિરાટ કોહલીએ માત્ર 1 રન પર આઉટ થવા દીધો. આમાં ભૂલ કપ્તાન વિરાટ કોહલીની હતી, પરંતુ ટીમ ઈન્ડીયાના કોચ રવિ શાસ્ત્રી પ્રમાણે દોષ ચેતેશ્વર પૂજારાનો હતો.

ચેતેશ્વર પૂજારાના રન આઉટ થવા પર રવિ શાસ્ત્રી ઘણા નારાજ જોવા મળ્યા. તેમણે નિવેદન આપ્યું કે, અમે પૂજારાને યૂસેન બોલ્ટ નહીં પરંતુ પૂજારાની જેમ માનીએ છીએ. આખરે તમે એજ કરી શકો છો, કે પોતાની વિકેટ રન આઉટ તરીકે ફેંકીને આવી જાઓ.


રવી શાસ્ત્રી સીધી જ રીતે ચેતેશ્વર પૂજારાને જવાબદાર ગણાવી રહ્યા છે. જ્યારે તસવીરમાં સ્પષ્ટ છે કે, છેલ્લા સમયે વિરાટ કોહલીએ ચેતેશ્વર પૂજારાને રન લેવા માટેની ના પાડી. ત્યારબાદ કપ્તાન સાહેબ ઝડપથી નોન સ્ટ્રાઈક તરફ ભાગ્યો. આ ઘટના 9 ઓવરમાં બની, જ્યારે પૂજારા માત્ર 1 રન પર રમી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, રવી શાસ્ત્રી દ્વારા ચેતેશ્વર પૂજારાને દોષી ગણાવવા પર ભારતીય ફેંસ ઘણા નારાજ છે. ફેંસે એટલે સુધી કહ્યું કે, રવી શાસ્ત્રીમાં કપ્તાનને ખોટો ગણાવવાની પણ હિમ્મત નથી.
First published: August 11, 2018, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading