India vs England: બેરિસ્ટોની સદી, ઇંગ્લેન્ડે 6 વિકેટે વિજય મેળવી શ્રેણી 1-1થી સરભર કરી

કેએલ રાહુલની સદી (108) અને ઋષભ પંત (77), વિરાટ કોહલી (66)ની અડધી સદી, શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વન-ડે 28 માર્ચના રોજ રમાશે.

કેએલ રાહુલની સદી (108) અને ઋષભ પંત (77), વિરાટ કોહલી (66)ની અડધી સદી, શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વન-ડે 28 માર્ચના રોજ રમાશે.

  • Share this:
    પુણે : જોની બેરિસ્ટોની સદી (124) અને બેન સ્ટોક્સના 99 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામેની બીજી વન-ડેમાં 6 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 336 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડે 3 મેચની શ્રેણી 1-1થી સરભર કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વન-ડે 28 માર્ચના રોજ રમાશે.

    India vs England 2nd ODI Updates:

    -બટલર ખાતું ખોલાયા વિના આઉટ

    -બેરિસ્ટોના 112 બોલમાં 11 ફોર, 7 સિક્સર સાથે 124 રન

    -બેન સ્ટોક્સ 1 રન માટે સદી ચૂક્યો, 99 રને ભુવીનો શિકાર બન્યો

    -બેન સ્ટોક્સે 40 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -બેરિસ્ટોએ 95 બોલમાં 8 ફોર, 6 સિક્સર સાથે સદી ફટકારી

    -જેસન રોયે 48 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા

    - ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 336 રન બનાવ્યા

    -હાર્દિક પંડ્યાના 16 બોલમાં 35 રન

    -ઋષભ પંતના 40 બોલમાં 3 ફોર, 7 સિક્સર સાથે 77 રન

    -કેએલ રાહુલ 108 રન બનાવી કુરેનનો શિકાર બન્યો

    -કેએલ રાહુલે 108 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે 100 રન પૂરા કર્યા

    -ઋષભ ભંતે 28 બોલમાં 3 ફોર, 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -વિરાટ કોહલી 79 બોલમાં 66 રન બનાવી આઉટ થયો

    - ભારતને 8.4 ઓવરમાં બીજો આંચકો લાગ્યો. સેમ કરણની બોલિંગમાં આદિલ રાશીદે રોહિત શર્માનો કેચ પકડ્યો. રોહિત શર્મા 25 બોલમાં 5 ફોરની સાથે 25 રનની ઇનિંગ રમીને આઉટ થયો.

    - ટીમ ઈન્ડિયાને 3.5 ઓવરમાં પહેલો આંચકો લાગ્યો. રોસ ટોપ્લેની બોલિંગમાં બેન સ્ટોક્સે શિખર ધવનનો કેચ પકડ્યો. ધવન 17 બોલમાં 4  રન કરીને પેવેલિયન પરત ફર્યો.

    -મોર્ગન આજે મેચ રમી નથી રહ્યો. તેના બદલે જોસ બટલર ઈંગ્લેન્ડ ટીમની આગેવાની કરી રહ્યો છે. તેણે ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે.

    -પહેલી વનડેમાં શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયા બાદ ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર થયો છે. શ્રેયસના બદલે બીજી વનડેમાં ઋષભ પંતને તક આપવામાં આવી છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે.

    ભારતની પ્લેઇંગ ઇલેવન : રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા

    આ પણ વાંચો, IPL 2021: ધોનીએ લૉન્ચ કરી ચેન્નાઇ સુપર કિંગ્સની નવી જર્સી, સેનાના કેમોફ્લેજને મળ્યું સ્થાન

    ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન : જેસન રોય, જોની બેયરેસ્ટો, જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), લિયાન લિવિંગસ્ટોન, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, મોઇન અલી, સૈમ કરણ, ટોમ કરણ, આદિલ રાશિદ, રીસ ટોપ્લે

    આ પણ વાંચો, IND VS ENG: ટીમ ઈન્ડિયાની 4 નબળાઈનો ફાયદો ઉઠાવીને ઈંગ્લેન્ડ જીતી શકે છે બીજી વનડે!

    નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની વિરુદ્ધ વનડે સીરીઝની શરૂઆત જીત સાથે કરી છે. પુણેમાં પહેલી વનડે મેજબાન ટીમે 66 રનથી જીતી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: