Home /News /sport /Ind vs Eng : 420 રનના પડકાર સામે ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર 39/1

Ind vs Eng : 420 રનના પડકાર સામે ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર 39/1

બીજા દાવમાં ઇંગ્લેન્ડ 178 રનમાં ઓલઆઉટ, અશ્વિને 6 વિકેટ ઝડપી

બીજા દાવમાં ઇંગ્લેન્ડ 178 રનમાં ઓલઆઉટ, અશ્વિને 6 વિકેટ ઝડપી

    ચેન્નઈઃ  પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં ઇંગ્લેન્ડ 178 રનમાં ઓલઆઉટ થતા ભારતને જીતવા માટે 420 રનનો પડકાર મળ્યો છે. જેના જવાબમાં ચોથા દિવસના અંતે ભારતે 1 વિકેટે 39 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 15 અને ચેતેશ્વર પૂજારા 12 રને રમતમાં છે. રોહિત શર્મા 12 રને આઉટ થયો છે.

    ઇંગ્લેન્ડ તરફથી બીજા દાવમાં રુટે સૌથી વધારે 40 રન બનાવ્યા હતા. અશ્વિને 6 વિકેટ ઝડપી હતી. જ્યારે નદીમે 2 અને બુમરાહ, ઇશાંતે 1-1 વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવમાં ભારત 337 રને આઉટ થતાં ઈંગ્લેન્ડને 247 રનની લીડ મળી છે.

    Ind vs Eng 1st Test, Day 4 Updates:

    - ભારત 337 રને ઓલઆઉટ

    - ભારતને સાતમો આંચકો લાગ્યો છે. સેટ બેટ્સમેન રવિચંદ્રન અશ્વન 31 રન કરી પેવેલિયન પરત ફર્યો છે.

    - ચોથા દિવસની શરૂઆતમાં કેટલાક સારા શોટ્સ ફટકારીને વોશિંગટન સુંદરે પોતાની અડધી સદી પૂરી કરી.

    જોકે. ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England)ની વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પણ ઈંગ્લેન્ડ (England)ના નામે રહ્યો. ઈંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 578 રન ફટકાર્યા છે અને ભારતીય ટીમ (Team India) હજુ પણ 321 રન પાછળ છે. ત્રીજો દિવસ ડૉમ બેસ અને જોફ્રા આર્ચરની શાનદાર બોલિંગના કારણે મહેમાન ટીમે ભારત પર દબાણ ઊભું કર્યું છે.

    આ પણ વાંચો, WhatsApp ચેટ્સને Telegram પર ટ્રાન્સફર કરવી છે ખૂબ સરળ, લાગશે માત્ર થોડીક સેકન્ડ, જાણો રીત

    ઈંગ્લેન્ડની ટીમઃ જો રૂટ (કેપ્ટન), ઓલી પોપ, ડેનિયલ લોરેન્સ, ડોમનિક સિબલે, મોઈન અલી, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, રોરી બર્ન્સ, જોસ બટલર (વિકેટકીપર), બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, ડોમનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ અને ઓલી સ્ટોન.

    આ પણ વાંચો, 70 હજારનું રોકાણ કરી શરૂ કરો કેબનો બિઝનેસ, દર મહિને થઈ શકે છે 50 હજાર રૂપિયાની કમાણી

    ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, એસ. નદીમ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chennai Test, England, India vs england, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, સ્પોર્ટસ

    विज्ञापन
    विज्ञापन