Home /News /sport /Ind vs Eng 1st Test : જો રૂટની સદી, ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં

Ind vs Eng 1st Test : જો રૂટની સદી, ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં

ઇંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે 3 વિકેટ ગુમાવી 263 રન બનાવ્યા

ઇંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે 3 વિકેટ ગુમાવી 263 રન બનાવ્યા

    ચેન્નઈ  :  જો રૂટની અણનમ સદી (128) અને ડોમિનિક સિબલેના 87 રનની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. ઇંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે 3 વિકેટ ગુમાવી 263 રન બનાવી લીધા છે. રુટ 128 રને રમતમાં છે, ડોમિનિક 87 રને બુમરાહનો શિકાર બન્યો હતો.

    Ind vs Eng 1st Test, Day 1 Updates

    - ડોમિનિક 87 રને બુમરાહનો શિકાર બન્યો

    -જો રુટે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી

    - બે વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન જો રુટ અને સિબલીએ ઈંગ્લેન્ડની ઇનિંગને સંભાળી હતી અને બંનેએ અડધી સદી ફટકારી ભારતીય બોલર્સને હેરાન કર્યા છે.

    - ભારતને તરત જ બીજી સફળતા મળી. બુમરાહની બોલિંગમાં ક્રીઝ પર આવેલો સેટ થયા પહેલા LBW આઉટ થયો. તે એક પણ રન કરી ન શક્યો.

    - ભારતને પહેલી સફળતા આર. અશ્વિને અપાવી છે. 33 રને રમી રહેલો બર્ન્સ અશ્વિનની બોલિંગમાં પંતને ખૂબ સરળ કેચ આપી આઉટ થયો.

    - ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો

    જો રૂટ પોતાની 100મી ટેસ્ટ મેચ આજે રમી રહ્યો છે. ભારતીય ટીમને કોહલીની વાપસીથી મજબૂતી મળી છે જે ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ બાદ પેટરનિટી લીવ માટે સ્વદેશ પરત ફર્યો હતો. ભારતે ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં ચમત્કારિક પ્રદર્શન કરીને સીરીઝ 2-1થી જીતી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડની શ્રીલંકા સામે 2-0ની ક્લીન સ્વીપ કરીને અહીં પહોંચી છે. તેથી આ સીરીઝમાં મેચ રોમાંચક થવાની શક્યતા છે.

    આ પણ વાંચો, પિતાનો જૂનો VIDEO શૅર કરી ઇમોશનલ થયો હાર્દિક પંડ્યા, કહ્યુ- ‘મારી આંખમાં આંસુ આવી ગયા’

    બંને ટીમો આ પ્રકારે છે...

    ઈંગ્લેન્ડની ટીમઃ જો રૂટ (કેપ્ટન), ઓલી પોપ, ડેનિયલ લોરેન્સ, ડોમનિક સિબલે, મોઈન અલી, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, રોરી બર્ન્સ, જોસ બટલર (વિકેટકીપર), બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, ડોમનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ અને ઓલી સ્ટોન.

    આ પણ જુઓ, VIDEO- Boxing મેચ દરમિયાન ચહેરા પર જોરદાર પંચ વાગ્યા બાદ બોક્સરનું થયું મોત

    ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, એસ. નદીમ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chennai Test, England, India vs england, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, સ્પોર્ટસ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन