IND VS ENG: પહેલી T20માં થવાનો છે રનોનો વરસાદ, જાણો પિચ અને મોસમનો મિજાજ

અમદાવાદમાં રમાનારી પહેલી ટી20માં ટોસ જીતીને બોલિંગ કરવી યોગ્ય, સ્પિનર્સ કે ફાસ્ટબોલરો-પિચ કોને આપશે સાથે?

અમદાવાદમાં રમાનારી પહેલી ટી20માં ટોસ જીતીને બોલિંગ કરવી યોગ્ય, સ્પિનર્સ કે ફાસ્ટબોલરો-પિચ કોને આપશે સાથે?

  • Share this:
    અમદાવાદ.  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝની મે મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ચક્કર આવી ગયા હતા. અમદાવાદની પિચ પર સ્પીનર્સનો એવો દબદબો હતો કે ઇંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ 2 દિવસ અને ચોથી ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં હારી ગઈ. હવે ટી20 સીરીઝનો વારો છે અને આ જ મેદાન પર પાંચેય મેચ યોજાવાની છે. શુક્રવારે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પહેલી ટી20 મેચ રમાશે અને તમામની નજરો અમદાવાદની પિચ પર હશે.

    અમદાવાદમાં પહેલીવાર ટી20 ઇન્ટરનેશનલ મેચ (T20 International Match) યોજાવા જઈ રહી છે અને મળતી માહિતી મુજબ વિકેટ બેટ્સમેનો માટે અનુકૂળ રહેશે. ભારત અને ઈંગ્લેન્ડની પાસે એકથી એક સ્ફોટક બેટ્સમેન છે એવામાં બંને ટીમોના બોલરોને ખૂબ જ પરિશ્રમ કરવો પડશે.

    આ પણ વાંચો, કોરોના ટેસ્ટ દરમિયાન સચિન તેંડુલકરે પાડી ચીસ, સોશિયલ મીડિયા પર Video થયો વાયરલ

    કયા બોલરોને અમદાવાદમાં મળશે મદદ?

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચ રમાઈ હતી જ્યાં ફાસ્ટ બોલરોને બદલે સ્પિનર્સને ઘણી મદદ મળી હતી. જાન્યુઆરીમાં યોજાયેલા આ મુકાબલામાં સ્પિનર્સની વિરુદ્ધ રન કરવા એટલા સરળ નહોતા. આ દરમિયાન રમાયેલી મેચો દરમિયાન સ્પિનર્સનો ઇકોનોમી રેટ 6.67 રહ્યો હતો અને ફાસ્ટ બોલરોએ 7.55ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. સ્પિનર્સની મદદ મળવી ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કારણ કે તેની પાસે યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ જેવા બોલરો છે જે ટી20ના સ્પેશલિસ્ટ માનવામાં આવે છે.

    ટીસ જીતીને ફીલ્ડિંગ કરવી યોગ્ય

    અમદાવાદમાં રમાનારી ડે-નાઇટ મેચોમાં ઝાકળ ચોક્કસ પ્રભાવ છોડે છે. કંઈક આવું જ સૈયદ મુશ્તાક ટ્રોફીમાં પણ જોવા મળ્યું હતું. અહીં રમાયેલી 7માંથી 5 મેચમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમ જીતી હતી. એવામાં સ્પષ્ટ છે કે ટૉસ જીતીને બોલિંગ કરવી જ સારો વિકલ્પ રહેશે.

    આ પણ વાંચો, માત્ર 70 હજાર રૂપિયામાં થશે 25 વર્ષ સુધી ઇન્કમ, આ બિઝનેસથી ઘરે બેઠા કરો તગડી કમાણી

    કેવું રહેશે અમદાવાદનું વાતાવરણ

    શુક્રવારે અમદાવાદમાં સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાપમાન 30થી 32 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. સાંજે પ્રારંભિક ઓવરોમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ મળી શકે છે. રાત્રે થોડી ઝાકળ પડવાથી બેટ્સમેનોને મદદ મળશે.
    Published by:Mrunal Bhojak
    First published: