IND Vs ENG: જાણો પુણેના એમસીએ સ્ટેડિયમ વિશે, જ્યાં રમાઈ રહી છે વન ડે સીરિઝ

IND Vs ENG: જાણો પુણેના એમસીએ સ્ટેડિયમ વિશે, જ્યાં રમાઈ રહી છે વન ડે સીરિઝ
IND VS ENG: પુણેના એમસીએ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ જાણો (તસવીર-AFP)

પુણેના એમસીએ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કેવો છે? વિરાટ કોહલીનો કેમ છે દબદબો?

  • Share this:
પુણે. આજે ભારત અને ઈંગ્લેન્ડ(India vs England, 1st ODI) વચ્ચે વન ડે સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. આ વન ડે સીરિઝ પુણે (Pune)માં એમસીએ સ્ટેડિયમમાં 29 માર્ચ સુધી રમાશે. ભારતે ઈંગ્લેન્ડને ટેસ્ટ સીરિઝ અને T20 સીરિઝમાં બંનેમાં મ્હાત આપી છે. ત્યારે આ વનડે સીરિઝના ત્રણેય મુકાબલા ડે-નાઈટ હશે. અહીંયા એમસીએ સ્ટેડિયમ (MCA Stadium Pune)ના કેટલાક મહત્ત્વના આંકડા અને ભારતીય ટીમના રેકોર્ડ જણાવવામાં આવ્યા છે.

ભારતે વર્ષ 2017માં એમસીએ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડને 3 વિકેટથી હરાવ્યું હતું. તે સમયે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટ હતા. એમસીએ સ્ટેડિયમમાં ભારતની જીતની શક્યતા 50 ટકા છે. ભારતીય ટીમે આ સ્ટેડિયમમાં 4માંથી 2 મેચ જીતી છે. જેમાં 4 મેચમાંથી 2-2 મેચમાં પ્રથમ બેટિંગ અને ફિલ્ડીંગ કરનાર ટીમને જીત મળી છે. એમસીએ સ્ટેડિયમમાં સૌથી વધુ સ્કોર 365 રનનો રહ્યો છે, જે ભારતે ઈંગ્લેન્ડ સામે સ્થાપિત કર્યો હતો. આ સ્ટેડિયમ પર સૌથી ઓછો સ્કોર 232 રનનો રહ્યો છે, આ રેકોર્ડ પણ ભારતે જ બનાવ્યો છે.



પુણેના એમસીએ સ્ટેડિયમમાં વિરાટ કોહલીનો દબદબો રહ્યો છે. વિરાટ કોહલીએ સૌથી વધુ રન 319 બનાવ્યા છે. વિરાટ કોહલીએ બે સદી અને એક અડધી સદી ફટકારી છે.

આ પણ જુઓ, PHOTOS: દીકરી વામિકા અને પત્ની અનુષ્કાની સાથે અમદાવાદ એરપોર્ટ પર સ્પોટ થયો વિરાટ કોહલી

બોલિંગમાં ભુવનેશ્વર કુમારે એમસીએ સ્ટેડિયમમાં 4 વિકેટ લીધી છે. આ લિસ્ટમાં 8 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ છે પરંતુ આ સીરિઝમાં તેઓ રમી રહ્યા નથી. એમસીએ સ્ટેડિયમમાં પિચ બેટિંગ માટે સારી છે પરંતુ રમત શરૂ થતા સ્પિનર્સને ખૂબ સારી મદદ મળી છે.

ભારતીય ટીમ એમસીએ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે જીતવા માટે આતૂર છે. જો ભારતીય ટીમ આ વન ડે સીરિઝ 3-0થી જીતે તો તે રેટિંગના મામલે ઈંગ્લેન્ડથી આગળ નિકળી જશે અને ઇયોન મોર્ગનની ટીમના રેટિંગમાં ઘટાડો થશે.

પહેલી વનડેમાં બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન...

ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા

આ પણ વાંચો, PM Awas: 31 માર્ચ સુધી સરકાર આપી રહી છે ઘર ખરીદવા પર 2.67 લાખની છૂટ, ફટાફટ કરો એપ્લાય

ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનઃ જેસન રોય, જોની બેયરેસ્ટો, ઓયન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), બેન સ્ટોક્સ, સેમ બિલિંગ્સ, મોઇન અલી, સૈમ કરણ, ટોમ કરણ, આદિલ રાશિદ, માર્ક વુડ
Published by:News18 Gujarati
First published:March 23, 2021, 13:58 pm

ટૉપ ન્યૂઝ