Home /News /sport /

India vs England : પ્રથમ વન-ડેમાં ભારતનો 66 રને વિજય, ડેબ્યૂ મેચમાં ક્રુણાલ પંડ્યા અને કૃષ્ણા છવાયા

India vs England : પ્રથમ વન-ડેમાં ભારતનો 66 રને વિજય, ડેબ્યૂ મેચમાં ક્રુણાલ પંડ્યા અને કૃષ્ણા છવાયા

તસવીર - એએફપી

શિખર ધવન (98), લોકેશ રાહુલ (અણનમ 62), ક્રુણાલ પંડ્યા (અણનમ 58) અને વિરાટ કોહલીની અડધી સદી (56)

    પુણે : શિખર ધવન (98), લોકેશ રાહુલ (અણનમ 62), ક્રુણાલ પંડ્યા (અણનમ 58) અને વિરાટ કોહલીની અડધી સદી (56) બાદ કૃષ્ણાની ચુસ્ત બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 66 રને વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 42.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 26 માર્ચે રમાશે. ભારત તરફથી ડેબ્યૂ કરનાર પ્રદીશ ક્રિષ્નાએ 4 વિકેટ જ્યારે શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી.

    મેચ અપડેટ્સ

    -જોશ બટલર 2 રને આઉટ

    -ઇયોન મોર્ગન 22 રને આઉટ

    -બેરિસ્ટોના 66 બોલમાં 6 ફોર, 7 સિક્સર સાથે 94 રન

    -સ્ટોક્સ 1 રને આઉટ

    -જેસન રોય અને બેરિસ્ટો વચ્ચે 135 રનની ભાગીદારી

    -જેસન રોય 46 રન બનાવી આઉટ

    - ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન બનાવ્યા

    -ક્રુણાલ પંડ્યાના 31 બોલમાં 7 ફોર, 2 સિક્સર સાથે અણનમ 58 રન

    -લોકેશ રાહુલના 43 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે અણનમ 62 રન

    -હાર્દિક પંડ્યા 1 રને આઉટ

    -ઐયર 6 રને આઉટ

    -શિખર ધવન 98 રન બનાવી સ્ટોક્સનો શિકાર બન્યો

    -વિરાટ કોહલીના 60 બોલમાં 6 ફોર સાથે 56 રન

    - 15મી ઓવરમાં ભારતને પહેલો આંચકો લાગ્યો છે. બેન સ્ટોક્સની ઓવરમાં રોહિત શર્મા 28 રને વિકેટકીપર બટલરને સરળ કેચ આપી બેઠો.
    ઈંગ્લેન્ડના કેપ્ટન ઓયન મોર્ગને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.

    ,-ઈંગ્લેન્ડની વિરુદ્ધ પહેલી વનડેમાં કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાને વનડે કેપ મળી ગઈ છે. બંને ખેલાડી ઈંગ્લેન્ડની વિરુદ્ધ ડેબ્યૂ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ મોટા ભાઈ કૃણાલને વનડે કેપ સોંપી છે.

    >આ પણ જુઓ, દીકરી વામિકા અને પત્ની અનુષ્કાની સાથે અમદાવાદ એરપોર્ટ પર સ્પોટ થયો વિરાટ કોહલી, જુઓ PICS

    બંને ટીમો આ પ્રકારે છે...

    ભારતની પ્લેઇંગ ઇલેવન : રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા

    આ પણ વાંચો, IND Vs ENG: જાણો પુણેના એમસીએ સ્ટેડિયમ વિશે, જ્યાં રમાઈ રહી છે વન ડે સીરિઝ

    આ પણ વાંચો, ફટાફટ પૂરા કરો જરૂરી કામ! 27 માર્ચથી 4 એપ્રિલ સુધી બંધ રહેશે બેંકો, માત્ર 2 દિવસ જ થશે કામ, જાણો સમગ્ર યાદી

    ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન : જેસન રોય, જોની બેયરેસ્ટો, ઓયન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), બેન સ્ટોક્સ, સેમ બિલિંગ્સ, મોઇન અલી, સૈમ કરણ, ટોમ કરણ, આદિલ રાશિદ, માર્ક વુડ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: India vs england, Team india, ક્રિકેટ, વિરાટ કોહલી, સ્પોર્ટસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन