Home /News /sport /India VS Bangladesh: રોહિત શર્મા ગંભીર ઈજા બાદ પણ પાટો બાંધી રમવા ઉતર્યા, ભારત જીતની નજીક આવ્યા બાદ હાર્યુ

India VS Bangladesh: રોહિત શર્મા ગંભીર ઈજા બાદ પણ પાટો બાંધી રમવા ઉતર્યા, ભારત જીતની નજીક આવ્યા બાદ હાર્યુ

ભારત બાંગ્લાદેશ સામેની સિરિઝ હારી ગયું

India VS Bangladesh: પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે મેહદી હસન મિરાજની શતક સાથે 7 વિકેટે 271 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમે 9 વિકેટે 266 રન જ બનાવ્યા હતા. બાંગ્લાદેશે આ મેચ 5 રનથી જીતીને શ્રેણીમાં 2-0ની જીત મેળવી હતી.

  નવી દિલ્હીઃ ભારતીય ટીમને બાંગ્લાદેશ સામેની ત્રણ મેચોની સિરિઝમાં બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાથમાં ગંભીર ઇજા હોવા છતાં રોહિત શર્મા રમવા આવ્યો હતો અને તેણે ફિફ્ટી પણ ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે મેહદી હસન મિરાજના શતક સાથે 7 વિકેટે 271 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ 9 વિકેટે 266 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશે આ મેચ 5 રનથી જીતીને શ્રેણીમાં 2-0નો સ્કોર મેળવ્યો છે.

  રોહિત શર્માની કાબિલ-એ-દાદ ઇનિંગ્સ


  કેપ્ટન રોહિત શર્મા હાથની ગંભીર ઈજા બાદ પણ મેદાનમાં ઉતર્યો હતો. છેલ્લી ઓવરમાં તેમણે એકપછી એક મોટા શોટ ફટકાર્યા અને ટીમને વિનિંગ સ્કોરની નજીક લઈ ગયા હતા. સિરાજ સાથે મળીને તેમણે ટીમને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધી હતી. કેપ્ટને માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહીં.

  ભારતીય બેટિંગ ફરી ફ્લોપ રહી


  બેટિંગ શરૂ કરતા પહેલાં જ કેપ્ટન રોહિત શર્માની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો હતો. શિખર ધવનની સાથે વિરાટ કોહલીને ઇનિંગ્સની શરૂઆત કરવા માટે મેદાનમાં મોકલવામાં આવ્યો હતો. તેઓ 6 બોલમાં 5 રન બનાવીને આઉટ થયા હતા. ધવન માત્ર 8 રન બનાવીને પાછો ફર્યો હતો. ત્યારબાદ વોશિંગ્ટન સુંદર અને પછી કેએલ રાહુલને મોકલવામાં આવ્યા હતા, તે પણ આઉટ થઈ ગયા હતા. સતત ફટકાઓ વચ્ચે શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારીને ટીમની કમાન સંભાળી હતી.

  મિરાજની ઈનિંગે મેચ બદલી નાંખી


  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત સારી રહી નહોતી. મોહમ્મદ સિરાજે ઓપનર અનામુલ હક અને કેપ્ટન લિટન દાસ બંનેની વિકેટ લીધી હતી. ઉમરાને ત્રીજી વિકેટ લીધી અને ત્યારબાદ વોશિંગ્ટન સુંદરે એકપછી એક ત્રણ વિકેટ ઝડપીને સ્કોર 6 વિકેટે 69 રન બનાવી દીધો હતો. અહીંથી મિરાજે મેદાન પર પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કર્યું. મહમુદુલ્લાહ સાથે એવી ભાગીદારી કરી કે આખી મેચ પલટાઈ ગઈ. તેણે 7મી વિકેટ માટે 148 રન અને 8મી વિકેટ માટે 54 રનની અણનમ ભાગીદારી કરીને સ્કોરને 271 રન સુધી પહોંચાડ્યો હતો.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Cricket News Gujarati, IND Vs BAN, ક્રિકેટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन