રોહિતે રાજકોટ મેચમાં આ 4 કામ ન કર્યા તો જ ટીમ ઈન્ડિયા સીરીઝ હારી જશે!

News18 Gujarati
Updated: November 7, 2019, 11:09 AM IST
રોહિતે રાજકોટ મેચમાં આ 4 કામ ન કર્યા તો જ ટીમ ઈન્ડિયા સીરીઝ હારી જશે!
India vs Bangladesh: દિલ્હી ટી20 હાર્યા બાદ હવે રાજકોટમાં ટીમ ઈન્ડિયા પર સીરીઝ હારનું સંકટ છે

India vs Bangladesh: દિલ્હી ટી20 હાર્યા બાદ હવે રાજકોટમાં ટીમ ઈન્ડિયા પર સીરીઝ હારનું સંકટ છે

  • Share this:
રાજકોટ : દિલ્હી ટી20 (Delhi T20)માં 7 વિકેટથી હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા (Indian Cricket Team)ની સામે રાજકોટ (Rajkot)માં સીરીઝ બચાવાનો પડકાર છે. રાજકોટમાં યોજાનારી મેચમાં ટીમ ઈન્ડિયા (Team India)ને કોઈ પણ રીતે જીત મેળવવી પડશે. જોકે, જીતવા માટે ટીમ ઈન્ડિયાને સારું પ્રદર્શન કરવું પડશે. રોહિત શર્મા (Rohit Sharma)ને કંઈક એવી રણનીતિ અપનાવવી પડશે જેનાથી ટીમ કોઈ પણ રીતે રાજકોટમાં સીરીઝને બરાબરીમાં લાવી શકે. આ પગલાં અપનાવીને ટીમ ઈન્ડિયા જીત નોંધાવી શકે છે.

રોહિતને દેખાડવો પડશે દમ

દિલ્હી ટી20માં ટીમ ઈન્ડિયાનો ટૉપ ઑર્ડર ફ્લોપ રહ્યો હતો, કેપ્ટન રોહિત શર્મા તો પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. રાજકોટમાં કેપ્ટન રોહિત શર્માને ફ્રન્ટથી લીડ કરવું પડશે. રોહિત ફોર્મમાં છે અને રાજકોટની પિચ બેટ્સમેનોને સાથ આપે છે, એવામાં ભારતીય કેપ્ટનને વધુમાં વધુ બોલ રમવા જોઈએ. જોકે, રાજકોટમાં રોહિત શર્માએ બે ટી20 મેચોમાં માત્ર 13 રન જ કર્યા છે.

મિડલ ઑર્ડરને દર્શાવવો પડશે દમ

દિલ્હી ટી20માં ખરાબ શરૂઆત બાદ મિડલ ઑર્ડર બેટ્સમેનોને ક્રીઝ પર સમય તો પસાર કર્યો પરંતુ તે રણનીતિ આગળ વધારી ન શક્યા. કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત (Rishabh Pant) શરૂઆત સારી કર્યા બાદ પોતાની વિકેટ ગિફ્ટમાં આપીને ચાલ્યા ગયા. રાજકોટમાં આ ત્રણ ખેલાડીઓએ જવાબદારી લેવી પડશે.

સ્પિનર્સની વિરુદ્ધ યોગ્ય રણનીતિની જરૂરદિલ્હી ટી20માં ભારતીય બોલરોને બાંગ્લાદેશના સ્પિનર્સને ખૂબ પરેશાન કર્યા. અમિનુલ ઇસ્લામે 3 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી. અફીક હુસૈને 3 ઓવરમાં માત્ર 11 રન આપ્યા અને એક સફળતા મેળવી. સ્પિનર્સે કેએલ રાહુલ, અય્યર અને શિવમ દુબેની વિકેટ ઝડપી. આ ત્રણેય ખેલાડી સ્ટ્રોક પ્લેયર્સ છે એન તેમની વિકેટ લઈને સ્પિનર્સે ભારતને મોટા સ્કોર સુધી પહોંચવાથી અટકાવી દીધા. એવામાં રાજકોટની પિચ પર સ્પિનર્સની વિરુદ્ધ સંતુલિત રણનીતિની સાથે રમવાની જરૂર હશે.

બોલિંગમાં દમ દર્શાવવાની જરૂર

રાજકોટ (Rajkot T20I)ની પિચ બેટ્સમેનોને મદદ કરનારી છે એવામાં બોલરોને વિશેષ રીતે પોતાની લાઇન અને લેન્થનું ધ્યાન રાખવું પડશે. ફાસ્ટ બોલરોને ખાસ રીતે મિશ્રણ કરવાની જરૂર છે. રાજકોટમાં રમાયેલી બે ટી20 મેચોમાં અત્યાર સુધી કુલ 20 વિકેટ પડી છે જેમાંથી 15 વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી છે. સ્પષ્ટ છે કે રાજકોટની પિચ પર સ્પિનર્સની વધુ બોલબાલા નહીં જોવા મળે, એવામાં ફાસ્ટ બોલરો ઉપર ટીમ ઈન્ડિયાને જીત અપાવવાની જવાબદારી રહેશે.

આ પણ વાંચો,

રાજકોટ : રોહિત શર્માએ કહ્યું, 'હું અને શિખર ઇનિંગની શરૂઆત આક્રમક કરીશું'
રોહિત શર્મા રાજકોટમાં પુરી કરશે અનોખી સદી, વર્લ્ડનો બીજો ક્રિકેટર બનશે
First published: November 7, 2019, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading