'મહા' વાવાઝોડાનો ખતરો, શું રાજકોટમાં T-20 મેચ રમાશે?

News18 Gujarati
Updated: November 6, 2019, 5:58 PM IST
'મહા' વાવાઝોડાનો ખતરો, શું રાજકોટમાં T-20 મેચ રમાશે?
ફાઈલ ફોટો

જો રાજકોટ ટી-20 મેચ પર વાવાઝોડાની અસર પડે છે તો આ ટીમ ઈન્ડીયા માટે ખરાબ સમાચાર હશે

  • Share this:
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીજની બીજી મેચ ગુરૂવારે રાજકોટમાં રમવામાં આવશે. સિરીઝની પહેલી મેચ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડીયા પાસે જીતની આશાને જીવંત રાખવા માટે આ અંતિમ અવસર છે, પરંતુ તેના પર પણ ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે.

બીજી ટી-20 મેચમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ કારણથી ગુરૂવારે રાજકોટમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, મહા વાવાઝોડુ હાલમાં પણ અરબી સમુદ્ર પર છે, જે ગુરૂવારે સવારે ગુજરાતના દરિયાને પાર કરી શકે છે. જેનાથી રાજ્યમાં વરસાદ થઈ શકે છે.

બુધવારે રાજકોટ માટે ગુજરાતે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, મેચવાળા દિવસે તે પીળા રંગનું થઈ જશે. ગુરૂવારે સાંજે આકાશ સાફ હોઈ શકે છે, અને મેચ રમવા માટે રસ્તો ખુલી શકે છે. મેચ દરમિયાન આકાશમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. બુધવારે પણ રાજકોટમાં વરસાદનું પૂર્વાનુમાન છે, પરંતુ બપોરમાં આકાશ સાફ થઈ શકે છે અને હલકો તડકો નિકળવાથી ક્રિકેટ પ્રેમી ખુશ પણ છે.તેજ હવા ચાલી શકે છે
મેચ દરમિયાન મેદાનને પૂરી રીતે કવર રાખવામાં આવશે. જોકે, રાજકોટનું આ મેદાન હાઈ સ્કોરિંગ માટે ઓળખવામાં આવે છે. પરંતુ, ભારે વરસાદના કારણે મેદાન ધીમુ થઈ શકે છે. જે બાઉન્ડ્રીને મુશ્કેલ બનાવી શકે છે. હાલમાં મહાનો ખતરો ખતરો થડો નબળો થયો છે. જોકે, 90 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આસંકા છે. ચક્રવાત હજુ પોરબંદર દરિયાકાંઠાથી લગભગ 600 કિમી દૂર છે.ટી-20 સિરીઝમાં 1-0થી આગળ છે બાંગ્લાદેશ
જો રાજકોટ ટી-20 મેચ પર વાવાઝોડાની અસર પડે છે તો આ ટીમ ઈન્ડીયા માટે ખરાબ સમાચાર હશે. બાંગ્લાદેશે 3 મેચોની સિરીઝની દિલ્હીમાં રમવામાં આવેલી મેચ જીતી લીધી છે અને તે સિરીઝમાં 1-0થી આગલ ચાલી રહ્યું છે. રાજકોટની ટી-20 રદ થવા પર ભારતના હાથમાંથી સિરીઝ જીતવાનો મોકો નીકળી જશે. જો આવુ થશે તો, બાંગ્લાદેસ પહેલી વખત ટી-20 સિરીઝમાં ભારતની બરાબરી પર રોકાઈ અથવા હારી શકે છે.
First published: November 6, 2019, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading