Home /News /sport /Rohit Sharma: એક હાથમાં પટ્ટી બાંધીને રોહિતે ફિફ્ટી ફટકારી, ફેન્સે હિંમતને દાદ આપી ટ્વિટર પર સંદેશ ટ્રેન્ડ કર્યો
Rohit Sharma: એક હાથમાં પટ્ટી બાંધીને રોહિતે ફિફ્ટી ફટકારી, ફેન્સે હિંમતને દાદ આપી ટ્વિટર પર સંદેશ ટ્રેન્ડ કર્યો
ફેન્સનો રોહિત શર્માને સંદેશ ટ્વિટર પર ટ્રેન્ડિંગ
રોહિતે મેચને લગભગ ભારત તરફી બનાવી જ દીધી હતી, પરંતુ જીતતા જીતતા રહી ગયા! કેપ્ટન તરીકેની ફરજ અદા કર્યા બાદ સોશિયલ મીડિયામાં ફેન્સે એક સંદેશ આપ્યો છે. બધાએ એકસાથે એક જ વાત લખીને તેને ટ્રેન્ડિંગ બનાવી દીધી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે ઇજાગ્રસ્ત હોવા છતાં એક હાથમાં પટ્ટી બાંધીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે પોતાની ચિંતા કર્યા વગર કેપ્ટનની ફરજ અદા કરી જોરદાર બેટિંગ સાથે બાંગ્લાદેશને પરસેવો લાવી દીધો હતો. બાંગ્લાદેશની ટીમને રોહિતે એકલા હાથે ચિંતામાં મૂકી દીધી હતી. એમ કહી શકાય કે, મોઢામાં આવેલો કોળિયો બાંગ્લાદેશે અંતિમ સમયે છીનવી લીધો. રોહિતે ભારતને જીતાડવાની પૂરેપૂરી મહેનત કરી પણ અંતે હારી ગયા. ત્યારે સોશિયલ મીડિયામાં રોહિત શર્માના ફેન્સે એક સંદેશ લખીને કેપ્ટન અને તેમના માટે લખેલા સંદેશાને ટ્રેન્ડિંગમાં લાવી દીધો છે.
બાંગ્લાદેશે ભારત સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે મેહદી હસન મિરાજે શતક લગાવ્યો હતો. આ સાથે જ બાંગ્લાદેશના 7 વિકેટે 266 રન થયા હતા. જ્યારે ભારતની વાત કરીએ તો, 65 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે અર્ઘશતક બનાવીને ભારતીય ટીમની લાજ રાખી લીધી હતી.
યુઝરે કરેલું ટ્વીટ
213 રન પર જ્યારે 8 વિકેટ પડી ગયા તો અંતે ઇજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન રોહિત શર્માએ મેદાન તરફ ડગલાં માંડ્યા હતા. શર્માએ 28 બોલમાં 3 ચોક્કા અને 5 છગ્ગા મારીને 51 રનની અફલાતૂન ઇનિંગ સાથે મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી ગયા હતા. ભારતને જીતવા માટે માત્ર 5 રન જ જોઈતા હતા, પરંતુ રોહિતની ધૂંઆધાર બેટિંગ જોઈને રોહિતે બધાનું દિલ જીતી લીધું હતું.
યુઝરે કરેલું ટ્વીટ
રોહિતની ઇનિંગ જોયા પછી બધા ફેન્સે માત્ર એક જ વાત લખી હતી કે, ‘તમે પહેલા બેટિંગ કરવા માટે કેમ ના આવ્યાં?’
યુઝરે કરેલું ટ્વીટ
એક યુઝરે લખ્યુ હતુ કે, ‘કેવા ગજબના ફાઇટર છો તમે. તમારા માટે દિલમાં સન્માન વધી ગયું.’
યુઝરે કરેલું ટ્વીટ
એકે લખ્યુ હતુ કે, ‘તમે આજે જે કામ કર્યુ છે તેનાથી તમારો દરજ્જો હજુ વધી ગયો છે.’
યુઝરે કરેલું ટ્વીટ
એકે લખ્યુ હતુ કે, ‘ઘાયલ સિંહ કેટલો ખતરનાક હોય છે તે તમે આજે જણાવી દીધું.’
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર