IND vs AUS: ટીમ ઈન્ડિયા આગળ નતમસ્તક થયા સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા

ફાઇલ તસવીર. (Photo: AP)

સચિન તેંડુલકરે કહ્યું કે, વિરાટ કોહલી, રોહિત શર્મા, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી વગર જીત મેળવવી એક મોટી ઉપલબ્ધિ છે

  • Share this:
    નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા (Team India)એ મેજબાન ઓસ્ટ્રેલિયા (Australia)ને બીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટથી હરાવીને ચાર મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી કરી દીધી છે. મેજબાન ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે ભારતને જીતવા માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને મહેમાન ટીમે બીજા સેશનમાં 15.5 ઓવરમાં જ પાર કરી દીધો. મેલબર્નના મેદાન પર આ ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત છે. આ જીતથી ટીમ ઈન્ડિયાને પહેલી ટેસ્ટમાં મળેલી શરમજનક હાર બાદ ગુમાવેલો આત્મવિશ્વાસ પણ ફરી પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

    વિરાટ કોહલી (Virat Kohli)ની ગેરહાજરીમાં ટીમનું સુકાન સંભાળી રહેલા અજિંક્ય રહાણે (Ajinkya Rahane) એ સમગ્ર મેચમાં ખૂબ જ સારી કેપ્ટન્સી કરી. રણનીતિથી લઈને બેટિંગ સુધી તેણે કેપ્ટનની જવાબદારી ઉત્તમ રીતે નિભાવી. મેલબર્નમાં જીત અને રહાણેના પ્રદર્શન આગળ સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી નતમસ્તક થયા છે.

    કોહલીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ શાનદાર જીત છે, સમગ્ર ટીમનો ઉત્તમ પ્રયાસ. સાથી ખેલાડીઓ અને ખાસ કરીને રહાણે માટે આનાથી વધારે ખુશી ન હોઈ શકે, જેઓએ જીતમાં ટીમની શાનદાર આગેવાની કરી. અહીંથી આગળ વધીએ.

    બીજી તરફ, દિગ્ગજ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરે કહ્યું કે, વિરાટ કોહલી, રોહિત શર્મા, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી વગર જીત મેળવવી એક મોટી ઉપલબ્ધિ છે. ટીમે પહેલી ટેસ્ટમાં મળેલી હારને પાછળ છોડી અને સીરીઝ બરાબર કરવા માટે જે ફ્લેક્સીબીલીટી દર્શાવી, તે ખૂબ સારી છે.

    આ પણ વાંચો, DRSમાં ‘અમ્પાયર્સ કૉલ’ પર સચિન તેંડુલકરે ઉઠાવ્યો સવાલ, ICCને કરી અપીલ

    ઓસ્ટ્રેલિયામાં હાલમાં ક્વૉરન્ટિન રોહિત શર્માએ જીત બાદ ટ્વીટ કરીને કહ્યું કે, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાની શાનદાર જીત. મેચમાં સંતુલન જોવું સારું હતું.



    આ પણ વાંચો, Ind vs Aus, 2nd Test: ભારતે મેળવી મોટી સફળતા, ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું

    બીજી તરફ, પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કહ્યું કે શાનદાર વાપસી, શું જીત હતી. માનસિક તાકાતનું સારું પ્રદર્શન. ટીમના દરેક સભ્યને શુભેચ્છા.

    નોંધનીય છે કે, બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી દીધું. 70 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતે શરૂઆતમાં મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાની વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન અજિંક્ય રહાણે અને શુભમન ગિલે ધીરજપૂર્વકની રમતનું પ્રદર્શન કરીને ભારતને મેલબોર્ન ટેસ્ટમાં સન્માનજનક જીત અપાવી.
    Published by:Mrunal Bhojak
    First published: