Ind vs Aus 3rd Test, Day 2: બીજા દિવસના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 96 રન કર્યા

સ્ટિવ સ્મિથ 131 રને રનઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ 338 રને સમેટાઈ ગઈ

સ્ટિવ સ્મિથ 131 રને રનઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ 338 રને સમેટાઈ ગઈ

  • Share this:
    નવી દિલ્હીઃ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Test) પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy)ની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા (Australia)એ સ્ટિવ સ્મિથની સદીની મદદથી 338 રન ફટકાર્યા. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત કરી પરંતુ સેટ થયા બાદ રોહિત 26 રને આઉટ થયો. ત્યારબાદ શુભમન ગિલે ટેસ્ટ કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી પણ તે તરત જ આઉટ થઈ ગયો. બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયા (Team India)એ 2 વિકેટ ગુમાવીને 96 રન કરી દીધા છે. કેપ્ટન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા રમતમાં હતા. ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 242 રન પાછળ છે.

    Ind vs Aus 3rd Test, Day 2: Updates

    - બીજા દિવસના અંતે ભારત બે વિકેટ ગુમાવીને 96 રન કર્યા.
    - 50 રન કર્યા બાદ શુભમન ગિલ તરફ જ પેટ કમિન્સની ઓવરમાં ગ્રીનના હાથે કેચ આઉટ થઇ ગયો.
    - શુભમન ગિલે ટેસ્ટ કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી. શુભમને 50 રન કરવામાં 100 રનનો સામનો કર્યો.
    - રોહિત શર્મા 26 રને હેઝલવુડની બોલિંગમાં કેચ આઉટ થતાં ભારતને પહેલો આંચકો લાગ્યો છે.
    - સ્ટિવ સ્મિથ 131 રને રનઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ 338 રને સમેટાઈ ગઈ.

    - જાડેજાએ નેથન લાયનને LBW આઉટ કરતાં ભારતને નવમી સફળતા મળી.
    - 101.5 ઓવરમાં નવદીપ સૈનીની બોલિંગમાં મિશેલ સ્ટાર્ક 24 રન કરીને ગિલના હાથે કેચ આઉટ થઈ ગયો.
    - સ્ટિવ સ્મિથે 201 રનનો સામનો કરીને સદી ફટકારી છે.
    - ઓસ્ટ્રેલિયાને સાતમો આંચકો લાગ્યો છે. જાડેજાએ કમિન્સને બોલ્ડ કર્યો છે.
    - 88.5 ઓવરમાં બુમરાહે કાંગારૂ ટીમના કેપ્ટન ટિમ પેનને બોલ્ડ કરી દીધો. પેન માત્ર 1 રન કરી શક્યો.
    - લંચ બ્રેક સમયે ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવીને 249 રન કરી દીધા છે,
    -  84.5 ઓવરમાં બુમરાહે ભારતની પાંચમી સફળતા અપાવી છે. ગ્રીન ખાતું ખોલાયા વગર જ જાડેજાના હાથે કેચ આઉટ થયો છે.
    - 76.5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાને ચોથો આંચલો લાગ્યો. રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં બુમરાહે મેથ્યૂ વેડનો કેચ પકડ્યો.
    - 70.5 ઓવરમાં ભારતને ત્રીજી સફળતા મળી. રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં રહાણેએ માર્નસ લાબુશેનનો કેચ પકડ્યો.

    આ પણ વાંચો, સીડનીમાં 'સર' જાડેજા! રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી

    ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં આવી છે ભારતીય પ્લેઇંગ XI
    રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

    આ પણ વાંચો, માત્ર 3 દિવસનો સમય, ફટાફટ ભરી દો ITR, નહીં તો ભરવો પડશે બમણો દંડ!

    ભારતની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ XI

    ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યૂ વેડ, કેમરન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર/કેપ્ટન), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.
    Published by:Mrunal Bhojak
    First published: