નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)ની વચ્ચે આજથી સિડનીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy)ની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝ 1-1થી બરાબરી પર છે અને બંને ટીમોનો પ્રયાસ આ મુકાબલામાં જીત નોંધાવીને સીરીઝમાં સરસાઈ મેળવવાની રહેશે. આજે રોહિત શર્માએ મેદાન પર વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ વોર્નર સસ્તામાં આઉટ થયો હતો. આજે સવારે વરસાદ પડવાના કારણે લાંબો સમય સુધી રમત બંધ રહી હતી. બાદમાં લાબુશેન અને પુકોવસ્કીએ કાંગારુની ઇનિંગને સંભાળી હતી. પહેલો દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવીને 166 રન કરી દીધા છે.
Ind vs Aus 3rd Test, Day 1: Updates
- પહેલા દિવસને અંતે કાંગારૂ ટીમ મજબૂત સ્થિતિમાં, સ્કોર 166/2
- ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા નવદીપ સૈનીએ ભારતને બીજી સફળતા અપાવી છે. તેણે પુકોવસ્કીને LBW આઉટ કર્યો છે.
- વરસાદના લાંબા વિઘ્ન બાદ રમત ફરી શરૂ થઈ ગઈ છે. હાલ લાબુશેન-પુકોવસ્કી ક્રીઝ પર છે.
- વરસાદ શરૂ થતાં પહેલા ઓસ્ટ્રેલિયાએ 7.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 21 રન કર્યા. વિલ પુકોવસ્કી 14 અને માર્નસ લાબુશેન 2 રન કરીને ક્રીઝ પર છે.
- ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ લીધી.
આ પણ વાંચો, સૌરવ ગાંગુલીને હૉસ્પિટલમાંથી મળી રજા, કહ્યુ- હું સ્વસ્થ છું, ટૂંક સમયમાં વાપસી કરીશ
ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં આવી છે ભારતીય પ્લેઇંગ XI
રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
ભારતની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ XI
ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યૂ વેડ, કેમરન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર/કેપ્ટન), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.
આ પણ વાંચો, US Violence: અમેરિકા હિંસા પર PM મોદીએ કહ્યુ- શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ સત્તાનું હસ્તાંતરણ
શુભમન કે મયંકમાંથી કોઈ એકને કરવાનો હતો ડ્રોપ
ઓપનર તરીકે મયંક અગ્રવાલનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટમાં તે નિષ્ફળ રહ્યો છે. બે ટેસ્ટમાં ચાર ઇનિંગમાં તેણે માત્ર 17, 09, 00 અને 05 રનની ઇનિંગ રમી છે. બીજી તરફ શુભમન ગિલે મેલબોર્ન ટેસ્ટમાં પોતાનું ડેબ્યૂ કર્યું અને પોતાની બેટિંગથી દર્શકો અને બોર્ડ મેનેજમેન્ટને પણ પ્રભાવિત કર્યા. ગિલે મેલબોર્ન ટેસ્ટની બે ઇનિંગમાં 45 અને અણનમ 35 રન કર્યા. એવામાં શુભમન ગિલને ડ્રોપ ન કરી શકાય એવી સ્થિતિ ઊભી થઈ હતી.