Ind vs Aus 3rd T20: ભારતની 12 રનથી હાર, ટી-20 શ્રેણી પર 2-1થી કબ્જો કર્યો

ભારતે રવિવારે બીજી T20 છ વિકેટથી જીતીને સીરીઝ પોતાના નામે કરી દીધી છે

ભારતે રવિવારે બીજી T20 છ વિકેટથી જીતીને સીરીઝ પોતાના નામે કરી દીધી છે

  • Share this:
    નવી દિલ્હીઃ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની ટી -20 સિરીઝમાં ક્લિન સ્વીપ આપવાનું ચુકી ગઈ છે. જો કે, શ્રેણી પર 2-1થી ભારતે કબજો કરી લીધો છે. આજે ત્રીજી મેચમાં ભારત 12 રને હાર્યું છે. સુકાની વિરાટ કોહલી સિવાય કોઇ પણ બેટ્સમેન વધારે રન નથી બનાવી શક્યોસ જેને પગલે 187 રનના લક્ષ્યાંકના જવાબમાં ટીમ ઈન્ડીયા 174 રન જ બનાવી શકી હતી. કોહલીએ 61 બોલમાં 85 રનની ઇનિંગ રમી હતી. તેની વિકેટ પડતાંની સાથે જ ભારતની આશા પણ પૂરી થઈ ગઈ. કોહલી સિવાય શિખર ધવને સૌથી વધુ 28 રન બનાવ્યા. જ્યારે હાર્દિક પંડ્યાએ 20 રન બનાવ્યા હતા. મિશેલ સ્વિપસને 23 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

    Ind vs Aus 3rd T20 Updates:


    • ભારતની 12 રનથી હાર, જોકે, 2-1થી સિરીઝ પર કબ્જો કર્યો.

    • 85 રન બનાવી આવી વિરાટ કોહલી, ટીમ ઈન્ડીયા મુશ્કેલીમાં. ટાઈએ કોહલીને ડીપ પોઈન્ટ પર સેમ્સના હાથે કેચ આઉટ કરાવ્યો.

    • બંને ટીમોની ખરાબ ફીલ્ડિંગ, હવે સ્મિથે કોહલીનો કેચ છોડી દીધો. મેક્સવેલની ઓવરના બીજા બોલ પર કોહલીએ મોટો શોર્ટ ફટકાર્યો, પરંતુ સ્મિથે મિસ ફિલ્ડ કરી કેચ છોડી દીધો.

    • ઓવરના બીજા બોલ પર મેક્સવેલે ભારતને મોટો ઝટકો આપ્યો હતો. કેએલ રાહુલ જોરદાર શોટ ફટકારવા માંગતો હતો, પરંતુ બોલ સ્મિથના હાથમાં ગયો. રાહુલ ખાતું પણ ખોલી શક્યો નહીં


    - ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 190 રન કરીને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 191 રનનો ટાર્ગેટ આપ્યો છે.
    - 10મી ઓવરમાં વોશિંગટન સુંદરે સ્મિથને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી દીધી.
    - ઓસ્ટ્રેલિયાને પહેલો આંચકો લાગ્યો છે. કેપ્ટન એરોન ફિન્ચ સસ્તામાં આઉટ થઈ ગયો છે.
    - ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.



    ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ XI:

    એરોન ફિન્ચ (કેપ્ટન), મેથ્યૂ વેડ (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ડાર્સી શોર્ટ, માઇસેજ હેનરિક્સ, ડેનિયન સેમ્સ, સીન એબોટ, મિશેલ સ્વીપ્સન, એન્ડ્યૂ ટાય, એડમ જામ્પા.

    ભારતની પ્લેઇંગ XI:

    કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, સંજૂ સૈમસન, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર, વોશિંગટન સુંદર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ અને ટી. નટરાજન.
    Published by:Mrunal Bhojak
    First published: