IND vs AUS: આજે પાકિસ્તાનનો સૌથી મોટો ટી20 રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલીની ટીમ

IND vs AUS: આજે પાકિસ્તાનનો સૌથી મોટો ટી20 રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલીની ટીમ
ટીમ ઈન્ડિયાની નજર સતત 10મી ઈન્ટરનેશનલ ટી20 મેચમાં જીત મેળવવા પર છે. (તસવીર ક્રેડિટઃ AP)

Cricket: ટીમ ઈન્ડિયાની નજર સતત 10મી ઈન્ટરનેશનલ ટી20 મેચમાં જીત મેળવવા પર છે

  • Share this:
    નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા (Team India)એ પોતાની અગાઉની તમામ 9 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં જીત મેળવી છે. આ 9 મેચોમાં ટીમે બે મેચ સુપર ઓવર્સમાં જીતી. શુક્રવારે ઓસ્ટ્રેલિયા (Australia)ની વિરુદ્ધ ટી20 મેચ જીત્યા બાદ હવે વિરાટ કોહલી (Virat Kohli) એન્ડ કંપનીની નજર સીરીઝ જીતવા પર છે ઉપરાંત ટી20 ક્રિકેટમાં પાકિસ્તાન (Pakistan)નો મોટો રેકોર્ડ તોડવા ઉપર પણ છે.

    રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝ રમાશે અને આ મેચને જીતતા જ ટીમ ઈન્ડિયા સીરીઝ ઉપર પોતાનો કબજો જમાવી લેશે ઉપરાંત ઈન્ટરનેશનલ ટી20માં તેની સતત વિજયી મેચોની સંખ્યા 10 થઈ જશે. તેની સાથે જ ટીમ ઈન્ડિયા પાકિસ્તાના રેકોર્ડને પણ તોડી દેશે, જેણે 2018માં સતત 9 ઈન્ટરનેશનલ ટી20 મેચ જીતીને રેકોર્ડ સ્થાપ્યો હતો.



    આ પણ વાંચો, Taarak Mehta Ka Ooltah Chashmah સીરિયલના લેખકે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જણાવ્યું કારણ

    કેનબેરામાં કરી હતી પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી

    જુલાઈ 2018થી નવેમ્બર 2018 સુધી પાકિસ્તાને હરારેમાં ટ્રાઇ સીરીઝમાં ઝિમ્બાબ્વે એક વાર અને બે વાર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. ત્યારબાદ યૂએઇમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને ત્રણ-ત્રણ વાર હરાવ્યું. જોકે વિરાટ કોહલીની ટીમે શુક્રવારે કેનબેરામાં બાજી મારીને સતત 9 ઈન્ટરનેશનલ ટી20 મેચ જીતવાના પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી પહેલા જ કરી દીધી છે.

    આ પણ વાંચો, આ દેશના લોકોને આપવો પડે છે સૌથી વધુ ટેક્સ, જાણો ભારત કેટલા નંબર પર

    છેલ્લા 12 મહિનામાં ટીમ ઈન્ડિયા હજુ સુધી એક પણ ઈન્ટરનેશનલ ટી20 મેચ હારી નથી. ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ મુંબઈમાં મળેલી જીતથી ટીમ ઈન્ડિયાના આ સફરની શરૂઆત થઈ હતી. 2020માં ભારતે ઘરમાં શ્રીલંકાની વિરુદ્ધ પહેલી ટી20 સીરીઝ રમી હતી. પહેલી મેચ ગુવાહાટીમાં વરસાદના કારણે રદ થઈ ગઈ હતી, જ્યારે ઈન્દોર અને પુણેમાં રમાયેલી બાકી બંને મેચોમાં ભારતે જીત નોંધાવી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન ભારતે મેજબાન પર ક્લીન સ્વીપ મેળવી હતી, જેમાં બે મેચ સુપર ઓવરમાં જીતી હતી. શુક્રવારે મળેલી જીત ભારતની સતત નવમી જીત હતી.
    Published by:Mrunal Bhojak
    First published:December 06, 2020, 07:45 am

    ટૉપ ન્યૂઝ