નવી દિલ્હીઃ મેજબાન ઓસ્ટ્રેલિયા (Australia)ની વિરુદ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા (Team India) બ્રિસ્બેન (Brisbane) પહોંચી ગઈ છે. અજિંક્ય રહાણેની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાનો પ્રયાસ ચોથી ટેસ્ટ જીતીને સીરીઝ પર કબજો જમાવવાનો હશે. સીરીઝમાં બંને ટીમ 1-1થી બરાબરી પર છે. ભારત ત્રીજી ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહ્યું હતું. મંગળવાર બપોરે ટીમ બ્રિસ્બેન પહોંચી. ટીમ ગાબાથી લગભગ 4 કિલોમીટર દૂર એક ફાઇવ સ્ટાર હોટલમાં (Brisbane Hotel) રોકાઈ છે, પરંતુ અહેવાલો મુજબ ટીમ ઈન્ડિયાને હોટલમાં મૂળભૂત સુવિધાઓ પણ નથી મળી રહી.
'ટાઇમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલો મુજબ, ટીમ ઈન્ડિયાની સાથે મુસાફરી કરનારા એક સભ્યએ કહ્યું કે અમારા રૂમ બંધ છે. અમે જાતે પથારી પાથરી રહ્યા છીએ. જાતે જ પોતાનું ટોઇલેટ સાફ કરીએ છીએ. ખાવાનું પણ નજીકની ભારતીય રેસ્ટોરાંથી આવી રહ્યું છે. અમે ફ્લોરથી આજુબાજુ પણ નથી જઈ શકતા. સભ્યએ વધુમાં જણાવ્યું કે આખી હોટલ ખાલી છે, તેમ છતાંય અમે સ્વીમિંગ પૂલ અને જિમ સહિત હોટલની કોઈ પણ સુવિધાનો ઉપયોગ નથી કરી શકતા. હોટલના તમામ કાફે અને રેસ્ટોરાં પણ બંધ છે.
આ પણ જુઓ, બાળકની સેન્ડવિચમાંથી મળ્યો મરેલો ઉંદર, સોશિયલ મીડિયા પર Video વાયરલ
આ પણ વાંચો, ચોથી ટેસ્ટ પહેલા ભારતને વધુ એક આંચકો, જસપ્રીત બુમરાહ પણ ઓસ્ટ્રેલિયાના પ્રવાસથી બહાર
સૂત્રએ કહ્યું કે, સુવિધાઓને લઈને કરવામાં આવેલા વાયદાઓનું શું અને અમને અહીં જે સગવડ મળી રહી છે તે વિપરિત બાબતો છે. પ્રવાસ પહેલા અનેક વાયદા કરવામાં આવી રહ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે એક વાર અનિવાર્ય ક્વૉરન્ટિન પૂરું થઈ જશે તો ખેલાડીઓ માટે ચીજો સરળ થઈ જશે. જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવશે અને હવે અમે જાતે જ પથારી કરી રહ્યા છીએ અને અમને ટોઇલેટ સાફ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવે છે તો શું બીસીસીઆઈ પણ તેમની સાથે આવો વ્યવહાર કરે છે?
Published by:Mrunal Bhojak
First published:January 13, 2021, 07:12 am