Home /News /sport /IND vs AUS: હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે દાવ પર લગાવી પોતાની કારકિર્દી

IND vs AUS: હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે દાવ પર લગાવી પોતાની કારકિર્દી

લાંબા બ્રેક બાદ ઓસ્રે લિયા સામેની બીજી વનડેમાં બોલિંગ કરીને હાર્દિક પંડ્યાએ સ્ટીવ સ્મિથને આઉટ કર્યો

લાંબા બ્રેક બાદ ઓસ્રે લિયા સામેની બીજી વનડેમાં બોલિંગ કરીને હાર્દિક પંડ્યાએ સ્ટીવ સ્મિથને આઉટ કર્યો

    નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા (Team India) ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહેલી વનડે મેચ હારી ચૂકી છે. બીજી વનડેમાં પણ તેમની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. પહેલા ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે 142 રનની ભાગીદારી કરી અને પછી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેનની જોડીએ બોલરોની જોરદાર ધોલાઈ કરી. આ જોડીને તોડવી મુશ્કેલ લાગી રહી હતી. ટીમ ઈન્ડિયાને આ મુશ્કેલ સમયમાંથી બહાર કાઢવા અને આ જોડીને રોકવા માટે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ પોતાની કારકિર્દી પર દાવ લગાવી દીધો.

    જ્યારે કોઈ પણ બોલર સ્મિથ અને લાબુશેની જોડીને તોડી નહીં શક્યા તો હાર્દિક પંડ્યાએ બોલિંગ પોતાના હાથમાં લીધી, અને તેમાં તે સફળ પણ રહ્યો. મૂળે, 2018માં થયેલી ઈજા બાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈંગ્લેન્ડમાં તેની સર્જરી કરવામાં આવી હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે એક સમયે તો તેની પોતાની કારકિર્દી પણ ખતમ થતી હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ સર્જરી બાદ તેણે મેદાન પર વાપસી કરી. જોકે તે ત્યારથી બોલિંગ નહોતો કરતો. ત્યાં સુધી કે તેણે આઇપીએલમાં પણ બોલિંગ નહોતી કરી.

    એક ઓવરમાં આપ્યા 5 રન

    ઘણા સમયથી અનેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે હાર્દિક પંડ્યા બોલિંગ કેમ નથી કરતો. જ્યારે તે હવે ફિટ પણ છે. જોકે હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે તે ત્યારે બોલિંગ કરશે જ્યારે સમય યોગ્ય હશે. ત્યારબાદ તેણે બીજી વનડેમાં બોલિંગ કરી. મેચની 36મી ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા લગભગ એક વર્ષ બાદ કરવામાં આવેલી પહેલી ઓવર હતી અને આ ઓવરમાં તેણે માત્ર 5 રન આપ્યા.

    આ પણ વાંચો, Goldના ભાવમાં 8,000 રૂપિયા અને Silverમાં 19,000 રૂપિયાથી વધુનો ઘટાડો, જાણો કેવો રહેશે ટ્રેન્ડ

    જોકે, એવું કોઈ નહોતું જાણતું કે તે બોલિંગ કરવા માંગતો હતો કે કેપ્ટન વિરાટ કોહલી નવદીપ સૈની પાસેથી કેટલીક ઓવર્સને કવર કરાવવા માંગતો હતો. પછી પંડ્યાએ 42મી ઓવરમાં બોલિંગ કરી અને સ્ટિવ સ્મિથને પોતાનો શિકાર બનાવ્યો. આ ઓવરમાં તેણે 8 રન આપ્યા. તેની બીજી ઓવરમાં પહેલા બોલ પર રવિન્દ્ર જાડેજાએ માર્નસ લાબુકેશનો કેચ છોડી દીધો.

    આ પણ વાંચો, જાપાનની અનોખી હોટલ, અહીં ડાયનાસોર કરે છે મહેમાનોનું સ્વાગત

    કમરની નીચે થઈ હતી ઈજા

    હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ સેમીફાઇનલ બાદ લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યો હતો. હાર્દિક પંડ્યાને 2018માં એશિયા કપમાં પાકિસ્તાનની વિરુદ્ધની મેચમાં કમરમાં ઈજા થઈ હતી. પંડ્યાએ દુખાવા સાથે જ વર્લ્ડ કપ રમ્યો અને ત્યારબાદ તેને સર્જરી કરાવવી પડી હતી.
    First published: