IND Vs AUS: હવે પિચ સાથે ‘ચેડા’ કરતો જોવા મળ્યો સ્ટીવ સ્મિથ, જુઓ VIDEO

સેટ બેટ્સમેન ઋષભ પંતની પિચ પરના બેટિંગ માર્ક દૂર કરતો જોવા મળ્યો સ્ટીવ સ્મિથ, વધી શકે છે વિવાદ

સેટ બેટ્સમેન ઋષભ પંતની પિચ પરના બેટિંગ માર્ક દૂર કરતો જોવા મળ્યો સ્ટીવ સ્મિથ, વધી શકે છે વિવાદ

  • Share this:
    નવી દિલ્હીઃ લગભગ બે વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસીપર બોલ સાથે ચેડા કરવાના કારણે પ્રતિબંધ અને કેપ્ટન્સી ગુમાવનારા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) હવે ભારતની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં પિચ સાથે ચેડા કરતો રંગે હાથ પકડાઈ ગયો છે. મૂળે, સિડની ટેસ્ટ (Sydney Test)માં મેજબાન ઓસ્ટ્રેલિયા (Australia)એ ટીમ ઈન્ડિયા (Team India)ની સામે જીતવા માટે 407 રનનો ટાર્ગેટ મૂક્યો. પાંચમા દિવસે ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાની સારી પાર્ટનરશીપના કારણે ભારત જીતની તરફ ધીમે-ધીમે આગળ વધી રહી હતી.

    ઓસ્ટ્રેલિયાના બોલર ખાસ કરીને નાથન લાયને દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને કોઈ ખાસ મદદ ન મળી શકી. મેજબાન ટીમે આ પંત-પૂજારાની જોડીને તોડવા માટે કેટલીક ચીજો કરવાનો પ્રયાસ કર્યો, જેમાં એક કેમેરામાં કેદ થઈ ગઈ. આ ફુટેજમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી બેટ્સમેનના માર્કને પગથી હટાવતા જોવા મળ્યા.

    આ પણ જુઓ, Viral Video: ટ્રક ખીણમાં ખાબકી, બહાર કાઢવા ગામ લોકોએ અજમાવી આ વિશેષ યુક્તિ

    છેલ્લા દિવસના પહેલા સેશનના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન રમત શરૂ થવાના થોડા સમય પહેલા જ સ્ટમ્પ કેમેરાએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને પિચ પર બેટ્સમેનોના માર્કને દૂર કરતા જોવા મળ્યા. ત્યારબાદ પંત પિચ પર આવ્યો. કેમેરામાં 49 નંબરની જર્સીવાળો ખેલાડી પોતાના પગથી માર્ક દૂર કરતો જોવા મળ્યો અને આ જર્સી નંબર બીજા કોઈનો નહીં પરંતુ સ્મિથનો છે. ત્યારબાદ સ્મિથની સ્પોર્ટ્સમેન સ્પિરિટ પર સવાલ ઊભા થવા લાગ્યા છે. આ ઉપરાંત આઇસીસીના નિયમોનું પણ ઉલ્લંઘન છે.

    આ પણ વાંચો, IND vs AUS: મોહમ્મદ સિરાઝને ફરી અપશબ્દો કહેવાયા, દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કઢાયા

    નોંધનીય છે કે, સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર તે સમયે ટીમના કેપ્ટન અને વાઇસ કેપ્ટન હતા જ્યારે 24 માર્ચ 2018ને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ત્રીજા ટેસ્ટના ત્રીજા દિવસની રમત દરમિયાન બેનક્રાફ્ટને ટેલીવિઝન પર સેન્ડપેપરને બોલ પર ઘસતો જોવા મળ્યો હતો. ત્રણ ખેલાડીઓને ત્યારબાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: