IND vs AUS: મેક્સવેલનો કેચ છૂટ્યો તો શાર્દુલ ઠાકુર થયો ગુસ્સે, દીપક ચાહરને આપી ‘ગાળો’

IND vs AUS: મેક્સવેલનો કેચ છૂટ્યો તો શાર્દુલ ઠાકુર થયો ગુસ્સે, દીપક ચાહરને આપી ‘ગાળો’
દીપક ચાહરે મેક્સવેલનો સરળ કેચ છોડી દેતાં બોલર શાર્દુલ ઠાકુરે પોતાના ગુસ્સા પર કાબૂ ગુમાવી દીધી, જુઓ VIDEO

દીપક ચાહરે મેક્સવેલનો સરળ કેચ છોડી દેતાં બોલર શાર્દુલ ઠાકુરે પોતાના ગુસ્સા પર કાબૂ ગુમાવી દીધી, જુઓ VIDEO

  • Share this:
    નવી દિલ્હીઃ મેજબાન ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટીમ ઈન્ડિયા (Team India) ત્રીજી અને અંતિમ ટી20 મેચ 12 રનથી હારી ગયું. જોકે ટીમે 2-1થી સીરીઝમાં જીત નોંધાવી લીધી. ત્રીજી ટી20માં ભારતને ખરાબ ફીલ્ડિંગના કારણે નુકસાન ઉઠાવવું પડ્યું. ભારતીય ફીલ્ડર્સે અનેક કેચ છોડ્યા, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતની સામે 187 રનનો ટાર્ગેટ મૂકી દીધો. જવામાં ભારત 174 રન જ કરી શક્યું. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર (Shardul Thakur) પોતાના ગુસ્સા પર કાબૂ ગુમાવતો જોવા મળ્યો અને દીપક ચાહર (Deepak Chahar) પર પોતાનો ગુસ્સો ઉતારી દીધો.

    મૂળે ગ્લેન મેક્સવેલની સ્ફોટક બેટિંગ કરીને ચારે તરફ રન ફટકારી રહ્યો હતો. તેણે 36 બોલ પર 54 રનની ઇનિંગ રમી. આ ઇનિંગ દરમિયાન શાર્દુલ ઠાકુરના બોલ પર ચહલે મેક્સવેલને જીવતદાન આપ્યું. બસ આ જોઈને ઠાકુર ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો.



    આ પણ વાંચો, જાડેજાને સ્થાને જાણી જોઈને ચહલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયો? ડ્રેસિંગ રૂમની ઇનસાઇડ સ્ટોરી

    16મી ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ પર 145 રન બનાવી દીધા હતા અને મેથ્યૂ વેડ અને ગ્લેન મેક્સવેલ ક્રીઝ પર હતા. 17મી ઓવરમાં આ ભાગીદારીને તોડવા માટે શાર્દુલ ઠાકુર અટેક કરવા આવ્યો હતો.
    શાર્દુલની ઓવરના પાંચમા બોલ પર તેણે મેક્સવેલને પોતાની જાળમાં લગભગ ફસાવી પણ દીધો હતો. મેક્સવેલે ડીપ બેકવર્ડ પોઇન્ટ પર શોટ માર્યો, ત્યાં દીપક ચાહર હાજર હતો. તેણે કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી છૂટી ગયો.

    આ પણ વાંચો, બાઇકની પાછળ બેસવાના નિયમોમાં ફેરફાર, હવે આવી રીતે કરવી પડશે સવારી, જાણો સરકારના નવા Rules

    જ્યારે દીપક ચાહરે મેક્સવેલને જીવતદાન આપ્યું, તે સમયે મેક્સવેલ 38 રન પર રમતો હતો. કેચ છૂટતાં જ ઠાકુર ગુસ્સામાં જોવા મળ્યો. ત્યારબાદ મેક્સવેલે તાબડતોડ બેટિંગ કરી અને તેની આ બેટિંગન દમ પર ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 186 રન કરી શક્યું. મેક્સવેલ ઉપરાંત મેથ્યૂ વેડે 80 રનની ઇનિંગ રમી.
    Published by:Mrunal Bhojak
    First published:December 09, 2020, 07:49 am

    ટૉપ ન્યૂઝ