Ind vs Aus 2nd ODI: ભારતને 51 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ વનડે શ્રેણી ઉપર મેળવ્યો કબ્જો

બીજી વનડેમાં પણ કાંગારૂઓ સામે ભારતીય બોલર્સ ધોવાયા, ફિલ્ડિંગમાં પણ અનેક ભૂલો

બીજી વનડેમાં પણ કાંગારૂઓ સામે ભારતીય બોલર્સ ધોવાયા, ફિલ્ડિંગમાં પણ અનેક ભૂલો

  • Share this:
    સિડની અંતે ટીમ ઈન્ડિયાએ અત્યારના ઓસ્ટ્રેલિયા પ્રવાસની વનડે શ્રેણી ગુમાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ સતત બીજી મેચ જીતીને ત્રણ મેચોની વન-ડે શ્રેણીમાં 2-0થી વિજય મેળવ્યો હતો. આ માટે 390 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા વિરાટ બ્રિગેડ નિર્ધારિત 50 ઓવરમાં 338/9 રન બનાવી શકી હતી. જેના પગલે મેજબાન આ મેચ 51 રનોથી જીતી ગઈ હતી. શ્રેણીની છેલ્લી મેચ 2 ડિસેમ્બરે કેનબરામાં રમાશે.

    આ જીત માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ધરતી ઉપર ભારતના હાથ થયેલી ગત હારનો બદલો લીધો છે. 2018/19ની દ્વિપક્ષીય વનડે સિરિઝમાં કાંગારુ ટીમને ટીમ ઈન્ડિયાએ 2-1થી હાર આપી હતી.

    ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચોની સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા (Australia)ના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા (Team India) પોતાના અભિયાનની શરૂઆત વિજય સાથે ન કરી શકી. પહેલી જ વનડે મેચમાં મેજબાનના હાથે તેને 66 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી (Virat Kohli)ની ટીમ પાસે વનડે સીરીઝમાં હારથી બચવા માટે હવે છેલ્લી તક આજે છે પરંતુ સ્મિથની સદી ઉપરાંત વોર્નરના 83, ફિન્ચના 60 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 390 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. બીજી વનડેમાં પણ ભારતના બોલરોએ કાંગારૂ સામે ધાર ગુમાવી દીધી હોય એવું લાગી રહ્યું હતું. રનનો ટાર્ગેટ પાર કરવા માટે ભારતને એક મજબૂત ઓપનિંગ પાર્ટનરશીપ પર આધાર રાખવો પડશે.

    પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર

    પહેલી વનડે મેચમાં ભારતીય બોલરો લય મેળવવા માટે ઝઝૂમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતની નબળાઈનો ખૂબજ ફાયદો ઉઠાવ્યો. 375 રનના ટાર્ગેટની પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયા 308 રન જ કરી શકે. હાર્દિક પંડ્યાએ 90 રન કર્યા. કેપ્ટન કોહલી 21 રન જ કરી શક્યો. શિખર ધવને 74 રનની ઇનિંગ રમી. મયંક અગ્રવાલ 22, શ્રેયસ એય્યર 2 અને કેએલ રાહુલ 12 બિન જવાબદાર શોટ રમીને જલ્દી આઉટ થઈ ગયા હતા. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો કેપ્ટન એરોન ફિન્ચ, સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલે પહેલી વનડે મેચમાં શાનદાર ફોર્મ દર્શાવ્યું. ફિન્ચ અને સ્મિથે તાબડતોડ સદી ફટકારી તો વોર્નરે અડધી સદી કરી. મેક્સવેલે પણ તોફાની 45 રન ફટકાર્યા.
    Published by:Mrunal Bhojak
    First published: