નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા (Australia)ની વિરુદ્ધ પહેલી ટી-20 મેચમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના માથા પર ઈજા થયા બાદ કન્કશન સબ્ટી71ટ્યૂટના નિયમો પર સતત સવાલ ઊભા થઈ રહ્યા છે. અનેક પૂર્વ ક્રિકેટરોએ કહ્યું છે કે આ નિયમ હેઠળ અનેક બાબતોને અવગણી દેવામાં આવી છે. નોંધનીય છે કે કન્કશન સબ્સ્ટીટ્યૂટના નિયમો હેઠળ યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટીમના સૂત્રોનું કહેવું છે કે ચહલને જાણી જોઈને ટીમમાં સામેલ નહોતો કરવામાં આવ્યો. પરંતુ તેમને જાડેજાની ઈજાના કારણે તેને બહાર બેસાડવા માટે મજબૂર થવું પડ્યું.
ડ્રેસિંગ રૂમમાં શું થયું હતું?
વેબસાઇટ ક્રિકબજ મુજબ રવિન્દ્ર જાડેજાએ ડ્રેસિંગ રૂમમાં બેભાન અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. સૂત્રોએ સમગ્ર ઘટનાને વિગતવાર જણાવ્યું કે જાડેજાને બદલે ચહલને મોકલવા માટે તેમને કેમ મજબૂર થવું પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે સૌથી પહેલા ડગ આઉટમાં બેઠેલા સંજૂ સેમસને જોયું કે સ્ટાર્કના બોલ પર ઈજા થયા બાદ જાડેજા ક્રીઝ પર અસહજ હતો.
તેણે તાત્કાલિક આ વિશે બાજુમાં બેઠેલા મયંક અગ્રવાલને વાત જણાવી. ત્યારબાદ અગ્રવાલે ટીમ મેનેજમેન્ટને જાણકારી આપી. જ્યાં સુધી કોચિંગ સ્ટાફને તેના વિશે જાણે 20 ઓવર પૂરી થઈ ગઈ હતી. જેવી જાડેજાની ઇનિંગ ખતમ થયા બાદ પરત ફરવા લાગ્યો તો તેને બે ખેલાડી તેને સાથે લઈને આવ્યા. જાડેજાએ જણાવ્યું કે તને ચક્કર આવી રહ્યા છે. ત્યારબાદ ચહલે કન્કશન સબ્ટીગઈટ્યૂટ તરીકે મોકલવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહેલી ટી-20 મેચમાં જાડેજાને બેટિંગ દરમિયાન 20મી ઓવરમાં માથા પર ઈજા થઈ હતી. જાડેજા ત્યાર બાદ પણ બેટિંગ કરતો રહ્યો. આ દરમિયાને તેણે અણનમ 44 રન કર્યા. જાડેજાને બદલે ચહલને કન્કશન સબ્ટીુ ટ્યૂટ તરીકે ઉતાર્યો અને પછી તેણે ત્રણ અગત્યની વિકેટ લીધી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર