T20 Women WC Final: ટીમ ઈન્ડિયા 99 રને ઑલ આઉટ, ઑસ્ટ્રેલિયાએ પાંચમી વાર જીત્યો ખિતાબ

News18 Gujarati
Updated: March 8, 2020, 3:49 PM IST
T20 Women WC Final: ટીમ ઈન્ડિયા 99 રને ઑલ આઉટ, ઑસ્ટ્રેલિયાએ પાંચમી વાર જીત્યો ખિતાબ
185 રનનો પીછો કરતી ટીમ ઈન્ડિયા પ્રેશરમાં આવી ગઈ હતી, વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું

185 રનનો પીછો કરતી ટીમ ઈન્ડિયા પ્રેશરમાં આવી ગઈ હતી, વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તૂટ્યું

  • Share this:
મેલબર્ન : ICC મહિલા ટી-20 વર્લ્ડ કપ (ICC Women T20 World Cup) જીતવાનું સપનું ટીમ ઈન્ડિયા (Team India) માટે ફરી અધુરું રહી ગયું છે. ઑસ્ટ્રેલિયા (Australia)એ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓએ બેટિંગમાં કૌવત દર્શાવતા 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 184 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. 185 રનનો ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ દબાણમાં હોય તેવું લાગી રહ્યું હતું. ભારતે 30 રનમાં જ 4 વિકેટ ગુમાવી દેતાં પ્રેશરમાં આવી ગઈ હતી અને આ નુકસાન તેમને મેચ હાર સુધી લઈ ગયું હતું. ભારતની આખી ટીમ 19.1 ઓવરમાં 99 રને ઓલઆઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયા રને ફાઇનલ મેચ જીતીને પાંચમી વાર ચેમ્પિયન બની છે.

185 રનનો પીછો કરતી ટીમ ઈન્ડિયાનો ધબડકો

ઑસ્ટ્રેલિયાએ 185 રનનો વિશાળ ટાર્ગેટ આપતાં ટીમ ઈન્ડિયા દબાણમાં આવી ગઈ હોય એ રીતે મેદાનમાં ઉતરી. ભારતની શરૂઆત સારી ન રહી શેફાલી વર્મા માત્ર બે રન કરીને આઉટ થઈ. ગઈ. ત્યારબાદ જેમિમા કોઈ ખાતું ખોલાયા વગર જ પેવેલિયન પરત ફરી. ભારતની ઇનિંગ થોડી સુધરે તે પહેલાં જ 18 રનના સ્કોરે સ્મૃતિ મંધાના (11) રને આઉટ થઈ ગઈ. ભારતનો સ્કોર 30 રને પહોંચ્યો ત્યારે કેપ્ટન હરમનપ્રિત કૌર (4) જોનાસનનો શિકાર બની ગઈ. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ સ્કોર દિપ્તી શર્માએ કર્યો હતો. દિપ્તી 33 રનના સ્કોરે નિકોલા કૈરીની ઓવરમાં તેને જ કેચ આપી દેતાં ભારત હારના આરે આવી ગયું.

ઑસ્ટ્રેલિયા માટે બેથ મૂનીએ સૌથી વધુ 78 રન ફટકાર્યા જ્યારે એલિસા હિલીએ 39 બોલમાં 75 રન ફટકાર્યા. એલિસા હિલીને રાધા યાદવે વેદા કૃષ્ણામૂર્તિના હાથે કેચ આઉટ કરાવી. ભારત માટે દિપ્તી શર્માએ 4 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ ઝડપી. ત્યારબાદ મેગ લેનિંગ (16) અને એશલે ગાર્ડનર (2) રન બનાવીને આઉટ થઈ ગઈ. દિપ્તીએ કેપ્ટન મેગ લેનિંગને (16)ને શિખા પાંડેના હાથે કેચ આઉટ કરાવી. ત્યારબાદ એશલે ગાર્ડનારે તાનિયા ભાટિયાએ સ્ટમ્પ આઉટ કરી.

આ પહેલા ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને બોલિંગ આપી. ભારતને પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો. ભારતીય ટીમ પહેલીવાર ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. હવે ખિતાબ માટે તેમની સામે એક એવી ટીમ છે જે ચાર વાર ચેમ્પિયન રહી ચૂકી છે. ભારતીય ટીમ આ પહેલા ત્રણ વાર 2009, 2010 અને 2018માં સેમીફાઇનલમાં પહોંચી હતી.

ટીમો :
ભારત : શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્જ, તાનિયા ભાટિયા, હરમનપ્રીત કૌર (કેપ્ટન)પ વૈદા કૃષ્ણામૂર્તિ, રાજેશ્વરી ગાયકવાડ, દીપ્તિ શર્મા, શિખા પાંડે, પૂનમ યાદવ, રાધા યાદવ

ઑસ્ટ્રેલિયા : એલિસા હિલી, બેથ મૂની, મેગ લેનિંગ (કેપ્ટન)પ જેસ જોનાસન, એશલે ગાર્ડનર, રચેલ હાયેનેસ, નિકોલા કૈરી, સોફી મોલિનેયુક્સ, જૉર્જિયા વારેહૈમ, ડેલિસા કિમમિંસે, મેગાન સ્કટ

આ પણ વાંચો, Women's Day 2020: દુનિયામાં ઇસરોની પ્રતિષ્ઠા વધારનારી 8 મહિલા વૈજ્ઞાનિક
First published: March 8, 2020, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading