Home /News /sport /Video: IND vs AUS મેચમાં અનોખી ઘટના, ભારતીય ફેન દિલ ખુશ કરતું પ્રપોઝ, મેક્સવેલે મેદાનમાં તાલીઓ પાડી

Video: IND vs AUS મેચમાં અનોખી ઘટના, ભારતીય ફેન દિલ ખુશ કરતું પ્રપોઝ, મેક્સવેલે મેદાનમાં તાલીઓ પાડી

ભારતીય ફેને સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન ગર્લને પ્રપોઝ કર્યું

કોહલી તેની અડધી સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો, ત્યારે દરેકનું ધ્યાન ખેલાડીઓથી દર્શકો તરફ ગયું.

નવી દિલ્હી: સિડનીમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડે દરમિયાન ટીમ ઈન્ડિયાની હાર થઈ છે. પ્રથમ યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતીય બોલરોને જોરદાર પીટાઈ કરી હતી અને ભારતીય ટીમને 390 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. આ મોટા લક્ષ્યાંકનો પીછો કરતા ભારત નિર્ધારિત 50 ઓવરમાં 338/9 રન બનાવી શકી હતી. જેના પગલે મેજબાન આ મેચ 51 રનોથી જીતી ગઈ હતી. શ્રેણીની છેલ્લી મેચ 2 ડિસેમ્બરે કેનબરામાં રમાશે. આ સાથે ટીમ ઈન્ડિયાએ અત્યારના ઓસ્ટ્રેલિયા પ્રવાસની વનડે શ્રેણી ગુમાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ સતત બીજી મેચ જીતીને ત્રણ મેચોની વન-ડે શ્રેણીમાં 2-0થી વિજય મેળવ્યો હતો.

કોહલીએ 53 બોલમાં પોતાની 59 મી વનડે અડધી સદી ફટકારી હતી. અડધી સદી બાદ કોહલીની બેટિંગ વધુ આક્રમક બની હતી. જો કે, જ્યારે કોહલી તેની અડધી સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો, ત્યારે દરેકનું ધ્યાન ખેલાડીઓથી દર્શકો તરફ ગયું.

તમને જણાવી દઈએ કે, જ્યારે કોહલી 35 રનમાં બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તે સમયે સ્ટેડીયમમાં બેઠેલા એક ભારતીય ફેને તેની ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડની ઘોષણા કરી હતી. ભારતીય ચાહકે તેની ગર્લફ્રેન્ડને રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું.



તેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમને ટેકો આપતી મહિલા ચાહકે પણ હા પાડી. મેદાનમાં ગ્લીન મેક્સવેલે આ નજારો જોઈ તાલી વગાડી હતી. કોહલીએ 87 દડામાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે 28 અને શિખર ધવને 30 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ ઐયરે 38 રન બનાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ જીત માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ધરતી ઉપર ભારતના હાથ થયેલી ગત હારનો બદલો લીધો છે. 2018/19ની દ્વિપક્ષીય વનડે સિરિઝમાં કાંગારુ ટીમને ટીમ ઈન્ડિયાએ 2-1થી હાર આપી હતી.
First published:

Tags: Glenn Maxwell, India vs australia

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો