IND vs AUS: બીજી ટેસ્ટ મેચમાં 4 મોટા ફેરફાર સાથે મેદાન પર ઉતરશે ટીમ ઈન્ડિયા!

IND vs AUS: બીજી ટેસ્ટ મેચમાં 4 મોટા ફેરફાર સાથે મેદાન પર ઉતરશે ટીમ ઈન્ડિયા!
બીજી ટેસ્ટ મેલબર્નમાં રમાશે (તસવીર સાભાર- AP)

પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી શરમજનક હાર બાદ બીસીસીઆઈ કરી શકે છે આ મોટા ફેરફાર

  • Share this:
    નવી દિલ્હીઃ વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા (Team India)ને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. એડિલેડમાં રમાયેલી ડે નાઇટ મેચમાં ભારતને 8 વિકેટથી હાર મળી. આ મેચની બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 36 રન જ કરી શકી. હાલ હવે મહેમાન ટીમની નજર આગામી ત્રણ ટેસ્ટ જીતીને સીરીઝ પર કબજો જમાવવાની છે. પરંતુ આ પહેલા ટીમે ગુમાવેલો ઉત્સાહ ફરી મેળવવો પડશે અને તેના માટે ટીમને 26 ડિસેમ્બરથી મેલબર્નમાં શરૂ થનારી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં જીત મેળવવી પડશે.

    તેના માટે ટીમ ઈન્ડિયામાં બીજી ટેસ્ટ માટે ચાર મોટા ફેરફાર જોવા મળી શકે છે. પહેલો મોટો ફેરફાર તો મોહમ્મદ સિરાજના રૂપમાં જોવા મળી શકે છે. મૂળે પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેના સ્થાને બીજી ટેસ્ટમાં સિરાજને તક મળી શકે છે.



    પૃથ્વી શૉના સ્થાને શુભમન ગિલ

    ટીમમાં એક મોટો ફેરફાર શુભમન ગિલના રૂપમાં પણ જોવા મળી શકે છે. મૂળે ટેસ્ટ સીરીઝ શરૂ થતાં પહેલા ભારત-એ અને ઓસ્ટ્રેલિયા-એની વચ્ચે રમાયેલી બે અભ્યાસ મેચોમાં ગિલે પૃથ્વી શૉની તુલનામાં સારું પ્રદર્શન કર્યું હતું. તેમ છતાંય પહેલી ટેસ્ટમાં શૉને તક આપવામાં આવી હતી. જોકે, શૉ પણ આ તકનો લાભ ન લઈ શક્યો અને પહેલી ઇનિંગમાં 0 અને બીજી ઇનિંગમાં 4 રન જ કરી શક્યો. એવામાં બીજી ટેસ્ટમાં શૉના સ્થાને ગિલને તક મળી શકે છે.

    આ પણ વાંચો, માત્ર 52 હજાર રૂપિયામાં ઘરે લઈ જાઓ Tata Tiago, કંપની આપી રહી છે ખાસ ઓફર

    કોહલીના સ્થાને કેએલ રાહુલ

    ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ બાદ પેટરનિટી લીવ પર ભારત પરત જશે. એવામાં બીજી ટેસ્ટ માટે તેના સ્થાને કેએલ રાહુલને તક મળી શકે છે. રાહુલ શાનદાર ફોર્મમાં પણ છે અને ટીમની જરૂરિયાતના હિસાબથી કોઈ પણ ક્રમ પર બેટિંગ કરવામાં સક્ષમ છે.

    આ પણ વાંચો, ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યો છે Samsungનો 6000mAh બેટરીવાળો આ દમદાર ફોન, મેળવો 64MP કેમેરા

    સાહાના સ્થાને પંત

    પહેલી ટેસ્ટ મેચમાં ઋદ્ધિમાન સાહાને ઋષભ પંતના કરતાં વધુ મહત્વ્ આપવામાં આવ્યું હતું. પરંતુ બીજી ટેસ્ટમાં અહીં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. પંતે ઓસ્ટ્રેલિયા-એની વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં તોફાની સદી પણ ફટકારી હતી. સ્પષ્ટ છે કે પંત સારા ફોર્મમાં પણ છે. આ ઉપરાંત પંતનો ઓસ્ટ્રેલિયામાં સારો રેકોર્ડ છે. ત્યાં તેની ટેસ્ટ સરેરાશ 50થી વધુ છે. પંતને જો ટીમ ઈન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવે છે તો તે મિડલ ઓર્ડરમાં એક આક્રમકતાની ભાવના ઊભી કરી શકે છે. સાહા પહેલી ટેસ્ટની બંને ઇનિંગને મળીને માત્ર 13 રન જ કરી શક્યો હતો. આ ઉપરાંત વિકેટકિપિંગને લઈને પણ તેની ટીકા થઈ હતી.
    Published by:Mrunal Bhojak
    First published:December 20, 2020, 14:25 pm

    ટૉપ ન્યૂઝ