નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની ટીમ ગુરૂવાર થી એડિલેડ માં શરૂ થનારી પહેલી ડે-નાઇટ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયામાં ગુલાબી બોલના દબદબાને પડકાર આપશે. તેના માટે ભારતીય ક્રિકેટ ટીમે પ્લેઇંગ ઇલેવન (Team India Plying XI)ની જાહેરાત કરી દીધી છે, જ્યારે મેજબાન ટીમે અનેક ખેલાડીઓ ઈજાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એડિલેડ ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં પૃથ્વી શૉ અને ઋદ્ધિમાન સાહાને સ્થાન મળ્યું છે.
આ મેચમાં જોશ હેજલવુડ વિરુદ્ધ મોહમ્મદ શમીનો મુકાબલો પણ ઘણો રોમાંચક હશે જ્યારે પેટ કમિન્સના બાઉન્સરનો જવાબ જસપ્રીત બુમરાહ પોતાના યોર્કરથી આપવા માંગશે. ઈશાંત શર્મા જેવો અનુભવી ફાસટ બોલર ભારતીય સામેલ નથી તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની લાઇન-અપને પોતાના સ્ટાર ડેવિડ વોર્નરની ખોટ વર્તાશે, જેનાથી બંને ટીમો મજબૂતીના હિસાબથી બરાબરી પર જ દેખાય છે.
જોકે, ઓસ્ટ્રેલિયાની ટીમને વધુ ડે-નાઇટ ટેસ્ટ રમવાનો અનુભવ છે અને તેને સ્થાનિક પરિસ્થિતિઓનો ફાયદો ચોક્કસ મળશે. ડે નાઇટ ટેસ્ટ મેચની પોતાની ખાસિયત હોય છે, જેમાં બેટ્સમેનોને પહેલા સત્રમાં હાવી થવાની આશા હોય છે જ્યારે સૂરજ છુપાઈ જાય છે તો બોલરોનો પક્ષ ભારે થઈ જાય છે. કારણ કે ગુલાબી કૂકાબૂરાની સ્પીડ તેજ થઈ જાય છે.