Ind vs Aus 4th Test, 4th Day, 300માં સમેટાયો ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ

ઓસ્ટ્રેલિયાએ શનિવારે ત્રીજા દિવસે રમત પુરી થતા પહેલા છ વિકેટનું નુકસાન વેઠીને 236 રનનો સ્કોર બનાવ્યો હતો.

News18 Gujarati
Updated: January 6, 2019, 11:49 AM IST
Ind vs Aus 4th Test, 4th Day, 300માં સમેટાયો ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ
ભારતીય ખેલાડીઓ
News18 Gujarati
Updated: January 6, 2019, 11:49 AM IST
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ભારત સામે ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારે પોતાના પહેલા દાવમાં 300 રનનો સ્કોર બનાવ્યો હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઓસ્ટ્રેલિયા પોતાના તરફથી રમાયેલા પેહલા દાવમાં 322 રન પાછળ છે. ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને ફોલોઓન કરી દીધા છે. ઓસ્ટ્રેલિયા માટે પહેલા દાવમાં માર્ક હેરિસ 79 રન સાથે સૌથી વધારે રન બનાવ્યા છે. આ ઉપરાંત અલવા, માર્નસ લાબુશાને 38 રન અને પીટર હેડસકોમ્બે 37 રન બનાવી પોતાનું યોગદાન આપ્યું હતું. ભારત માટે કુલદીપ યાદવે સૌથી વધારે પાંચ વિકેટ લીધી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા અને મહોમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહેને એક વિકેટ લેવામાં સફળતા મળી હતી.

ભારતીય બોલર કુલદીપ યાદવે નેથન લાયનને એલ્બીડબ્લ્યુ આઉટ કર્યો છે. લાયન ખાતું ખોલાયા વગર જ પેવેલીયન ભેગો થઇ ગયો હતો. આમ ઓસ્ટ્રેલિયાની નવ વિકેટો પડી ગઇ છે. નવ વિકેટના નુકસાન સાથે ઓસ્ટ્રેલિયાએ 267 રન બનાવ્યા છે.

ભારે વરસાદના કારણે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ટેસ્ટ શ્રેણીના ચોથા દિવસે રવિવારે મેચ શરૂ થવામાં મોડું થઇ રહ્યું છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઇ રહેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાનો પહેલો દાવ રમી રહી છે. ઓસ્ટ્રેલિયાએ શનિવારે ત્રીજા દિવસે રમત પુરી થતા પહેલા છ વિકેટનું નુકસાન વેઠીને 236 રનનો સ્કોર બનાવ્યો હતો. પીટર હેડસકોમ્બ 28 રન અને પેટ કમિંસ 25 રન સાથે અણનમ રહ્યા છે.

આ દાવમાં ભારત માટે કુલદીપ યાદવે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ બે અને મોહમ્મદ શમીએ એક વિકેટ લીધી હતી. ભારતે પોતાની પહેલી ઇનિંગમાં સાત વિકેટ ઉપર 622 રન બનાવ્યા હતા. આમ મેજબાન ટીમ ભારતથી 386 રન પાછળ છે.

ભારે વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાયું છે. ચોથા દિવસે એમ્પાયર મેદાનનું અવલોકન કરે છે. જોકે, હજી મેચ શરુ થાય એ હાલતમાં મેદાન નથી. જોકે, મોસમ વધારે ખરાબ નથી અને વરસાદની પણ શક્યતાઓ નથી. ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ રુમમાં રિલેક્સ નજરે પડે છે. ચા કોફીની લિજ્જત માણી રહ્યા છે. કોચ રવિ શાસ્ત્રી અહીં તહીં જોક મારી રહ્યા છે. જોકે તેમની પાસે ખુશ રહેવાનું કારણ કે તે સીરીઝમાં પહેલાથી જ 2-1 આગળ છે. આમ આ શ્રેણી તેમના પલડામાં જ છે.

ઉલ્લેખનીય છે કે, શ્રેણીના ત્રીજા દિવસે અંપાયરોએ ખરાબ પ્રકાશના કારણે મેચ રોકી દીધી છે. એટલા માટે ખેલાડીઓ ડ્રેસિંગ રુમની અંદર પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 236-6 થયો છે. ઓસ્ટ્રેલિયા માટે બીજો દિવસ અત્યાર સુધી કંઇ ખાસ રહ્યો નથી. ઓસ્ટ્રેલિયા એક નિશ્વિત સમયગાળામાં વિકેટો ગુમાવતા આવ્યા છે. કુલદીપ યાદવના બોલ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટકી શક્યા ન્હોતા. કુલદીપ યાદવે અત્યાર સુધી ત્રણ વિકેટ, જાડેજાએ 2 અને શમીએ એક વિકેટ લીધી હતી. માર્કસ હેરીસે સૌથી વધારે 79, લબુશાને 38 રન અને હેડ 20 રન બનાવીને આઉટ થયા છે. કમિંસ 25 અને હેડ્સકોમ્બ 28 રન બનાવીને અણનમ રહ્યા છે. પીચને કરવી કરી દેવામાં આવી છે અને વરસાદના કારણે આશંકા છે.
Loading...

ભારતીય બોલર કુલદીપ યાદવની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઘૂંટણીએ પડ્યા છે. ઓસ્ટ્રેલિયાને છ વિકેટની નુકસાન સાથે 228 રન બનાવ્યા છે. હજી પણ ઓસ્ટ્રેલિયાને શ્રેણી જીતવા માટે 394 રન બાકી છે.

બંને ટીમો

ટીમ ઇન્ડિયા : લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અંજિક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયા : માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાઝા, મારનસ લેબુશાંગે, શોન માર્શ, પીટર હેઝસકોમ્બ, ટ્રેવિસ હેડ, ટીમ પેન, પેટ કમિંસ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેજલવુડ
First published: January 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...