Ind VS Aus : ઓસ્ટ્રેલિયા પર ફોલોઓનનો ખતરો

ઓસ્ટ્રેલિયા હજુ 386 રન પાછળ છે અને તેની 4 વિકેટો જમા

News18 Gujarati
Updated: January 5, 2019, 3:25 PM IST
Ind VS Aus : ઓસ્ટ્રેલિયા પર ફોલોઓનનો ખતરો
ભારતીય ખેલાડીઓ અને એમ્પાયર
News18 Gujarati
Updated: January 5, 2019, 3:25 PM IST
ભારતે ચોથી ટેસ્ટમાં પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતના 622 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસના અંતે 6 વિકેટ ગુમાવી 236 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા હજુ 386 રન પાછળ છે અને તેની 4 વિકેટો જમા છે. ઝાંખા પ્રકાશના કારણે મેચ વહેલી બંધ થઈ હતી. ઓસ્ટ્રેલિયાને ફોલોઓન ટાળવા હજુ 186 રનની જરુર છે.

કુલદીપ યાદવના બોલ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટકી શક્યા ન્હોતા. કુલદીપ યાદવે અત્યાર સુધી ત્રણ વિકેટ, જાડેજાએ 2 અને શમીએ એક વિકેટ લીધી હતી. માર્કસ હેરીસે સૌથી વધારે 79, લબુશાને 38 રન અને હેડ 20 રન બનાવીને આઉટ થયા છે. કમિંસ 25 અને હેડ્સકોમ્બ 28 રન બનાવીને અણનમ રહ્યા છે. પીચને કરવી કરી દેવામાં આવી છે અને વરસાદના કારણે આશંકા છે.

ભારતીય બોલર કુલદીપ યાદવની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઘૂંટણીએ પડ્યા છે. ઓસ્ટ્રેલિયાને છ વિકેટની નુકસાન સાથે 228 રન બનાવ્યા છે. હજી પણ ઓસ્ટ્રેલિયાને શ્રેણી જીતવા માટે 394 રન બાકી છે.

ભારતને એક પછી એક ચાર વિકેટની સફળતા મળી હતી. લબુશાનને શમીના બોલ ઉપર ડ્રાઇવ લગાવવાની કોશિશ કરી પરંતુ રહાણેએ શોર્ટ મિડ વિકેટ ઉપર ગજબનો કેચ કર્યો હતો. લબુશાને 38 રન બનાવી આઉટ થયો હતો. આમ ભારતને ચોથી સફળતા મળી હતી.

એડિલેડ ટેસ્ટમાં ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ભારતે આપેલા 622 રનના ટાર્ગેટને પહોંચી વળવા માટે મેદાને ઉતર્યા છે. જોકે, કુલદિપ યાદવે ભારતને પહેલી સફળતા અપાવી છે. ખ્વાઝાએ તેમની બોલને લોંગ સ્ટ્રોક રમવાની કોશિશ કરી પરંતુ મિડ વિકેટ ઉપર પુજારાના હાથે કેચ થઇ ગયો. 72 રન ઉપર ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ પડી હતી. ખ્વાઝા 27 રન બનાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત માર્કસ હેરિસને 24મી ઓવરમાં બુમરાહના બોલ ઉપર સિંગલ લીધા પછી પોતાની ફિફ્ટી પુરી કરી હતી. તેમણે 67 બોલમાં ફિફ્ટી લગાવી છે. જેને પુરી કરવા માટે 5 ફોરની મદદ લેવી પડી હતી. આ તેમની બીજી ફિફ્ટી છે.

એડિલેડ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પોતાનો પહેલો દાવ 622/7ના સ્કોર સાથે જાહેર કર્યો છે. આ ઇનિંગમાં પુજારાએ સૌથી વધારે 193 રન બનાવ્યા છે જ્યારે પંતે 159 રન બનાવી અણનમ રહ્યો હતો. જાડેજા 81 રન બનાવીને આઉટ થયો હતો. પહેલા દિવસે મયંક અગ્રવાલ 77 રન બનાવ્યા હતા. સાતમી વિકેટ માટે જાડેજા-પંતે 204 રનની ભાગીદારી કરી હતી.

ટીમ ઇન્ડિયાએ 167.2 ઓવર સુધી બેટિંગ કરી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન બોલર લાયન 178 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત હેજલવુડે 2 વિકેટ, સ્ટાર્કે 1 વિકેટ લીધી હતી. સિડનીમાં સર્વોચ્ચ સ્કોરની વાત કરીએ તો આ રેકોર્ડ ભારતના નામે નોંધાયો છે. ભારતે 2004માં અહીં 705/7નો સ્કોર બનાવ્યો હતો.
Loading...

આ પણ વાંચોઃ-પ્રેસ કોન્ફરન્સમાં વાગી પત્રકારના ફોનની રિંગ, ઓસી.ના સુકાનીએ કેવી રીતે કરી વાત

ઋષિભ પંતે 137 બોલમાં પોતાની શદી પુરી કરી હતી. પંતની આ બીજી ટેસ્ટ શદી છે. સાથે સાથે ભારત તરફથી ઓસ્ટ્રેલિયાની જમીન ઉપર શદી ફટકારનાર પહેલા વિકેટ કિપર છે. એશિયા બહાર એશિયાઇ વિકેટ કિપરો દ્વારા સૌથી વધારે શદીની વાત કરવામાં આવે તો મોઇન ખાન, મુશિફિકુર રહીમ અને ઋષભ પંત 2-2 શદી સાથે સંયુક્ત રૂપથી પહેલા નંબર ઉપર રહ્યા છે.

બંને ટીમો

ટીમ ઇન્ડિયા : લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અંજિક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયા : માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાઝા, મારનસ લેબુશાંગે, શોન માર્શ, પીટર હેઝસકોમ્બ, ટ્રેવિસ હેડ, ટીમ પેન, પેટ કમિંસ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેજલવુડ
First published: January 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर