Ind VS Aus 4th Test, 2nd Day: ભારતની મજબૂત સ્થિતિ, ઓસ્ટ્રેલિયાની અગ્નિપરીક્ષા

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ

ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વવચ્ચેની ચોથી ટેસ્ટ સિરિઝનો આજે શુક્રવારે બીજ દિવસ છે.

  • Share this:
    સિડની ટેસ્ટનો બીજો દિવસ પુરો થયા સુધી ઓસ્ટ્રેલિયાએ 24 બનાવ્યા હતા. માર્કસ હૈરિસ 19 રન અને ઉસ્માન ખ્વાઝા 5 રન બનાવીને અણનમ રહ્યા છે. આમ ઓસ્ટ્રોલિયા ભારતના પહેલાદાવમાં 598 રન પાછળ છે.

    એડિલેડ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પોતાનો પહેલો દાવ 622/7ના સ્કોર સાથે જાહેર કર્યો છે. આ ઇનિંગમાં પુજારાએ સૌથી વધારે 193 રન બનાવ્યા છે જ્યારે પંતે 159 રન બનાવી અણનમ રહ્યો હતો. જાડેજા 81 રન બનાવીને આઉટ થયો હતો. પહેલા દિવસે મયંક અગ્રવાલ 77 રન બનાવ્યા હતા.

    સાતમી વિકેટ માટે જાડેજા-પંતે 204 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઇન્ડિયાએ 167.2 ઓવર સુધી બેટિંગ કરી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન બોલર લાયન 178 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત હેજલવુડે 2 વિકેટ, સ્ટાર્કે 1 વિકેટ લીધી હતી. સિડનીમાં સર્વોચ્ચ સ્કોરની વાત કરીએ તો આ રેકોર્ડ ભારતના નામે નોંધાયો છે. ભારતે 2004માં અહીં 705/7નો સ્કોર બનાવ્યો હતો.

    ઋષિભ પંતે 137 બોલમાં પોતાની શદી પુરી કરી હતી. પંતની આ બીજી ટેસ્ટ શદી છે. સાથે સાથે ભારત તરફથી ઓસ્ટ્રેલિયાની જમીન ઉપર શદી ફટકારનાર પહેલા વિકેટ કિપર છે. એશિયા બહાર એશિયાઇ વિકેટ કિપરો દ્વારા સૌથી વધારે શદીની વાત કરવામાં આવે તો મોઇન ખાન, મુશિફિકુર રહીમ અને ઋષભ પંત 2-2 શદી સાથે સંયુક્ત રૂપથી પહેલા નંબર ઉપર રહ્યા છે.

    સિડની ટેસ્ટમાં ભારતના બેટ્સમેન ચેતેશ્વર પુજારા પોતાની બેવડી સદીથી સાત રનથી ચૂક્યા હતા. તેઓ 193 રન બનાવીને આઉટ થયા હતા. નાથન લાયનની બોલને તેમણે સીધી જ રમી અને લાયને પોતાના ફોલોથ્રુમાં જ પકડી લીધી હતી. પુજારાએ ડેસમંડ હાયન્સના 1988-89માં બનાવેલા રેકોર્ડને તોડી દીધો છે. તેમણે પોતાના કરીયર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં 1235 બોલ રમ્યા હતા. છેલ્લા 47 વર્ષમાં માત્ર એલિસ્ટેયર કુકે પુજારાથી વધારે બોલ રમ્યા હતા.

    ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વવચ્ચેની ચોથી ટેસ્ટ સિરિઝનો આજે શુક્રવારે બીજ દિવસ છે. રમતના બીજા દિવસે પણ ચેતેશ્વર પુજારા શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યા છે. પુજારા એસ્ટ્રેલિયાના બોલરોને હાવી થવાની તક જ આપતા નથી. પુજારાએ 150 રન પુરા કર્યા છે. બીજી તરફ વિહારીએ તેમનો સારો સાથ નિભાવ્યો છે. પાંચમી વિકેટ માટે બંને શતકીય ભાગીદારી નીભાવી છે. અત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર 389/4 છે. આમ ટીમ ઇન્ડિયા 400 રન તરફ આગળ વધી રહી છે. આ ઉપરાંત ચેતેશ્વર પુજારાએ પણ પોતાની બેવડી સદી તરફ કૂચ કરી છે.

    બીજા દિવસના લંચ સુધી ટીમ ઇન્ડિયાના બેટ્સ્મેન પુજારા 181 રન બનાવીને અણનમ છે જ્યારે ઋષભ પંત 27 રન બનાવી અણનમ રહ્યા છે. આજે શુક્રવારે હનુમા વિહારી એક માત્ર વિકેટના રૂપમાં આઉટ થયા છે. તેમણે 42 રન બનાવ્યા છે. હનુમાને લાયને આઉટ કર્યો છે. પહેલા સેશનમાં 27 ઓવરની રમત થઇ છે. પંત અને પુજારા વચ્ચે 90 બોલમાં 60 રનની ભાગીદારી છે.

    ટીમ ઇન્ડિયાના સિડની ટેસ્ટમાં પહેલા દિવસે રમત પુરી થવા સુધી ચાર વિકેટ પડી હતી અને 303 રન બનાવ્યા હતા. જ્યારે ચેતેશ્વર પુજારા 130 રન અને હનુમા વિહારી 39 રન સાથે અણનમ રહ્યા હા. બંને ઉપરાંત મયંક અગ્રવાલ 77 રન, કોહલી 23 રન, કેએલ રાહુલ 9 રન અને રહાણે 18 રન બનાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડએ સૌથી વધારે 2 વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સ્ટાર્ક અને નાથન લાયને 1-1 વિકેટ લીધી હતી.

    બંને ટીમો

    ટીમ ઇન્ડિયા : લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અંજિક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ

    ઓસ્ટ્રેલિયા : માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાઝા, મારનસ લેબુશાંગે, શોન માર્શ, પીટર હેઝસકોમ્બ, ટ્રેવિસ હેડ, ટીમ પેન, પેટ કમિંસ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેજલવુડ
    Published by:ankit patel
    First published: