નવી દિલ્હીઃ અજિંક્ય રહાણે (Ajinkya Rahane)ની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા (Team India)એ મેજબાન ઓસ્ટ્રેલિયા (Australia)ની સામે ચોથી અને અંતિમ ટેસ્ટમાં 3 વિકેટથી મ્હાત આપીને બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) પર કબજો કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતની સામે જીતવા માટે 328 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ભારતે શુભમન ગિલ, ઋષભ પંત, ચેતેશ્વર પૂજારાની અડધી સદીની મદદથી સાત વિકેટ ગુમાવીને સરળતાથી મેચ જીતી લીધી. આ ઐતિહાસિક જીતની સાથે જ ભારતે અનેક રેકોર્ડ્સ પણ પોતાના નામે કરી દીધા છે.
ભારતે ટેસ્ટ મેચ જીતવા માટે પાંચમા દિવસે 325 રન ફટકાર્યા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં મેચમાં જીત મેળવવા માટે ત્રીજી વાર પાંચમા દિવસે સૌથી વધુ રન બન્યા. 1948માં લીડ્સમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડની વિરુદ્ધ પાંચમા દિવસે 404 રન કરી ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. બીજી તરફ 1984માં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડની વિરુદ્ધ પાંચમા દિવસે 344 રન કરી ટેસ્ટ મેચ જીતી હતી.
ભારતે પાંચમી વાર પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ પણ સીરીઝ પોતાના નામે કરી દીધી. આ પહેલા 1972- 1973માં ઈંગ્લેન્ડ, 2000- 2001માં ઓસ્ટ્રેલિયા, 2015માં શ્રીલંકા, 2016- 2017માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહેલી ટેસ્ટ હાર્યા બાદ સીરીઝ પર 2-1થી આધિપત્ય જમાવી દીધું હતું.
India win the fourth and final test match of the series against Australia, at The Gabba in Brisbane and retain Border–Gavaskar Trophy. #AUSvINDpic.twitter.com/xCdmSI4sEX
ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ તેના જ ઘરમાં ત્રીજી વાર કોઈ ટીમે સૌથી મોટું લક્ષ્ય હાસલ કર્યું છે. આ પહેલા 2008-2009માં સાઉથ આફ્રીકાએ પર્થમાં 414 રનનું લક્ષ્ય અને 1928-1929માં ઈંગ્લેન્ડે મેલબર્નમાં 332 રનનું લક્ષ્ય હાસલ કર્યું હતું.
ભારતીય ટીમે પાર કરેલા સૌથી મોટા લક્ષ્યમાં આ ત્રીજા નંબરે આવે છે. આ પહેલા 1975-1976માં વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ 406 રનનો ટાર્ગેટ અને 2008-2009માં ઈંગ્લેન્ડની વિરુદ્ધ સૌથી મોટો ટાર્ગેટ પાર કર્યો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર