Home /News /sport /IND vs AUS: અજિંક્ય રહાણેને મળ્યો ઐતિહાસિક મુલાગ મેડલ, 152 વર્ષ જૂનો છે ઈતિહાસ

IND vs AUS: અજિંક્ય રહાણેને મળ્યો ઐતિહાસિક મુલાગ મેડલ, 152 વર્ષ જૂનો છે ઈતિહાસ

મુલાગ મેડલની સાથે અજિંક્ય રહાણે (Photo Credit: BCCI/AP)

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચ શરૂ થતાં પહેલા જ ઘોષણા કરી હતી કે પ્લેયર ઓફ ધ મેચને મુલાગ મેડલથી સન્માનિત કરવામાં આવશે

નવી દિલ્હીઃ અજિંક્ય રહાણે (Ajinkya Rahane)ની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા (Team India)એ મેજબાન ઓસ્ટ્રેલિયાને બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) મેચમાં 8 વિકેટના અંતરથી મ્હાત આપી છે. પહેલી ઇનિંગમાં સદી ફટકારનારો રહાણે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. રહાણેને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)ના ઐતિહાસિક મુલાગ મેડલ (Mullagh Medal)થી સન્માનિત કરવામાં આવ્યો. બીજી ટેસ્ટ મેચ શરૂ થતાં પહેલા જ બોર્ડે ઘોષણા કરી હતી કે પ્લેયર ઓફ ધ મેચને મુલાગ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

પહેલી ઇનિંગમાં રહાણેએ 112 રન કર્યા હતા તથા બીજી ઇનિંગમાં તે 27 રન કરીને અણનમ રહ્યો. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગને 200 રન પર જ સમેટી દીધી હતી અને આ કારણે ભારતને જીતવા માટે 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતે સરળતાથી પાર કરી દીધો. આ જીતની સાથે ભારતે ચાર મેચોની સીરીઝમાં 1-1થી બરાબરી કરી દીધી છે.

આ પણ વાંચો, IND vs AUS: ટીમ ઈન્ડિયા આગળ નતમસ્તક થયા સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા

152 વર્ષ જૂનો છે ઈતિહાસ

જૉની મુલાગ (Johnny Mullagh) વિદેશી પ્રવાસ પર જનારી પહેલી ઓસ્ટ્રેલિયન ટીમન કેપ્ટન હતા. મુલાગની આગેવાનીમાં 1868માં ટીમે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. મુલાગ ઓલરાઉન્ડર હતા. આ ટીમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારી પહેલી ઓસ્ટ્રેલિયન ટીમ હતી. મુલાગનું અસલી નામ ઉનારિમિન હતું અને તેઓએ 1868માં ક્ષેત્રીય ટીમનું નેતૃત્વ કર્યું હતું.

આ પણ વાંચો, DRSમાં ‘અમ્પાયર્સ કૉલ’ પર સચિન તેંડુલકરે ઉઠાવ્યો સવાલ, ICCને કરી અપીલ

આ પ્રવાસ દરમિયાન તેઓએ 47માંથી 45 મેચ રમી હતી અને લગભગ 23ની સરેરાશથી 71 ઇનિંગમાં 1698 રન કર્યા હતા. બીજી તરફ તેઓએ 1877 ઓવર પણ કરી, જેમાંથી 831 ઓવર મેડન ફેંકી હતી. તેઓએ 10ની સરેરાશથી 257 વિકેટ ઝડપી. પોતાની કારકિર્દીમાં તેઓએ કામચલાઉ વિકેટકિપરની ભૂમિકા પણ નિભાવી અને ચાર સ્ટમ્પિંગ કર્યા. મુલાગ 1866માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં પણ રમ્યા હતા.
First published:

Tags: Ajinkya Rahane, Cricket Australia, India vs australia, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, સ્પોર્ટસ