Ind vs Aus 4th Test, Day 3: ઓસ્ટ્રેલિયાની પાસે 54 રનની લીડ, ભારત 336 રને ઓલઆઉટ

Ind vs Aus 4th Test, Day 3: ઓસ્ટ્રેલિયાની પાસે 54 રનની લીડ, ભારત 336 રને ઓલઆઉટ
ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા.

ઠાકુર અને સુંદરે સાતમી વિકેટ માટે શાનદાર 123 રનની ઇનિંગ રમતાં ભારત મુશ્કેલીમાંથી બહાર આવ્યું

  • Share this:
    Ind vs Aus 4th Test, Day 3: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનના ગાબા મેદાનમાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના 369 રનનો વિશાળ સ્કોરની સામે ભારતે શરૂઆતની 6 વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ વોશિંગટન સુંદર અને શાર્દુલ ઠાકુરે સાતમી વિકેટ માટે 123 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. સુંદર અને ઠાકુરે અડધી સદી ફટકારી. આ બંને બેટ્સમેનોએ કાંગારૂના બોલરોને થકવી દીધા. અંતે ભારત 336 રન કરીને ઓલઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી છે. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 6 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 21 રન કરી દીધા છે. તેમની પાસે 54 રનની લીડ થઈ ગઈ છે.

    Ind vs Aus 4th Test, Day 3 Updates:



    ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 6 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 21 રન કરી દીધા છે. તેમની પાસે 54 રનની લીડ થઈ ગઈ છે.
    - ભારત 336 રને ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને ૩૩ રન લીડ મળી.
    - વોશિંગટન સુંદર 62 રન જોરદાર ઇનિંગ રમીને આઉટ થયો. ભારતને નવમો આંચકો લાગ્યો.
    - નવદીપ સૈની હેઝલવુડનો શિકાર બન્યો. તે માત્ર 5 રન કરીને આઉટ થતાં ભારતે આઠમી વિકેટ ગુમાવી.
    - ભારતની સાતમી વિકેટ પડી. કમિન્સે શાર્દુલ ઠાકુરને બોલ્ડ કર્યો, તે 67 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો. સાતમી વિકેટ માટે સુંદરની સાથે મળી 123 રન જોડ્યા.
    - વોશિંગટન સુંદરે પોતાની પહેલી ટેસ્ટમાં સફી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. આ ઉપરાંત ભારતને ખરાબ સ્થિતિમાંથી ઉગારવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે.
    - શાર્દુલ ઠાકુરે વોશિંગટન સુંદરની સાથે મળી સાતમી વિકેટ માટે જોરદાર વળતી લડતી આપી. ઠાકુરે તેની સાથે જ અડધી સદી પણ ફટકારી.
    - 67મી ઓવરમાં હેઝલવુડે પંતને ગ્રીનના હાથે કેચ આઉટ કરાવી દીધો. પંત હેઝલવુડના બોલ પર ગલીમાં ગ્રીનના હાથમાં કેચ આપી બેઠો. તેણે 29 બોલનો સામનો કરી 23 રન કર્યા.
    - લંચ બ્રેક બાદ પરત ફરતાં જ મયંક અગ્રવાલ આઉટ થઈ ગયો. ભારતને પાંચમો આંચકો લાગ્યો છે. હેઝલવુડની બોલિંયમાં સ્મિથે તેનો કેચ પકડ્યો. અગ્રવાલે 38 રન કર્યા.
    - સ્ટાર્કે 55મી ઓવરમાં રહાણેને ત્રીજી સ્લિપ પર મેથ્યૂ વેડના હાથે કેચ આઉટ કરાવી દીધો. ભારતીય કેપ્ટન 37 રન બનાવીને પેવેલિયન પરત ગયો.
    - પૂજારા રહાણેની સાથે મળી ભારતીય ઇનિંગને ધીમે-ધીમે આગળ વધારી રહ્યા હતા, પરંતુ આ જોડીને હેઝલવુડે તોડી. 39મી ઓવરમાં તેણે પૂજારાને ટીમ પેનના હાથે કેચ આઉટ કરાવી દીધો. પૂજારા માત્ર 25 રન કરી શક્યો.

    ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, ઋષભ પંત(વિકેટકીપર), વી.સુંદર, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન

    ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેન (કપ્તાન/વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ
    Published by:Mrunal Bhojak
    First published:January 17, 2021, 06:51 am