Ind vs Aus 4th Test, Day 4 Live Score: ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 294 રને ઓલઆઉટ, ભારતને મળ્યો 328 રનનો ટાર્ગેટ

Ind vs Aus 4th Test, Day 4 Live Score: ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 294 રને ઓલઆઉટ, ભારતને મળ્યો 328 રનનો ટાર્ગેટ
બ્રિસબેન ટેસ્ટની સાથોસાથ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની ટીમ ઈન્ડિયાને સુવર્ણ તક

બ્રિસબેન ટેસ્ટની સાથોસાથ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની ટીમ ઈન્ડિયાને સુવર્ણ તક

  • Share this:
    Ind vs Aus 4th Test, Day 4: ભારત અને ઑસ્ટ્રેલિયા (India Vs Australia) વચ્ચે બ્રિસબેનના ગાબા મેદાનમાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી (Border Gavaskar Trophy) ની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના 369 રનનો વિશાળ સ્કોરની સામે ભારતે શરૂઆતની 6 વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ વોશિંગટન સુંદર અને શાર્દુલ ઠાકુરે સાતમી વિકેટ માટે 123 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. સુંદર અને ઠાકુરે અડધી સદી ફટકારી. આ બંને બેટ્સમેનોએ કાંગારૂના બોલરોને થકવી દીધા. અંતે ભારત 336 રન કરીને ઓલઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી હતી.

    Ind vs Aus 4th Test, Day 4 Updates:



    - ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 294 રને ઓલઆઉટ, ભારતને મળ્યો 328 રનનો ટાર્ગેટ.

    - 72.1 ઓવરમાં ભારતને નવમી સફળતા મળી. શાર્દુલ ઠાકુરે નાથન લાયને મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ કરાવ્યો. લાયન 13 રન કરી પેવેલિયન પરત ફર્યો.
    - સિરાજની બોલિંગમાં નવદીપ સૈનીએ મિશેલ સ્ટાર્કનો કેચ પકડ્યો. સ્ટાર્ક 4 બોલમાં 1 રન કરી આઉટ થયો. ઓસ્ટ્રેલિયાને આઠમો આંચકો લાગ્યો.
    - ઓસ્ટ્રેલિયાને 64.6 ઓવરમાં સાતમો આંચકો લાગ્યો. શાર્દુલ ઠાકુરની બોલિંગમાં પંતે ટિમ પેનનો શાનદાર કેચ પકડ્યો. પેન 27 રન કરીને પેવેલિયન પરત ફર્યો.
    - 60.5 ઓવરમાં ભારતને છઠ્ઠી સફળતા મળી છે. શાર્દુલ ઠાકુરની બોલિંગ પર રોહિત શર્માએ સ્લિપમાં કેમરન ગ્રીનનો કેચ પકડ્યો. ગ્રીન 90 બોલમાં 3 ફોરની સાથે 37 રન કરી આઉટ થયો.

    - સિરાજે સ્ટીવ સ્મિથને પોતાનો શિકાર બનાવ્યો. સ્મિથ 55 રને કેચ આઉટ કરાવી દીધો. સિરાજે આ ઇનિંગની ત્રીજી સફળતા મળી.

    - 30.6 ઓવરમાં ભારતને ચોથી સફળતા મળી છે. મોહમ્મદ સિરાજે મેથ્યૂ વેડને પંતના હાથે કેચ આઉટ કરાવી દીધો. વેડ શૂન્ય રન પર આઉટ થયો. 31 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 123 રન છે.

    - 30.3 ઓવરમાં ઓસ્ટ્રેલિયાને ત્રીજો આંચકો લાગ્યો. મોહમ્મદ સિરાજની બોલિંગમાં રોહિત શર્માએ માર્નસ લાબુશેનનો શાનદાર કેચ પકડ્યો. લાબુશેન 22 બોલમાં 5 ફોરની સાથે 25 રન કરીને આઉટ થયો.

    - 25.6 ઓવરમાં ભારતને બીજી સફળતા મળી છે. વોશિંગટન સુંદરે ડેવિડ વોર્નરને LBW આઉટ કર્યો. વોર્નર પોતાની અડધી સદી ચૂકી ગયો. વોર્નર 75 બોલમાં 6 ફોરની સાથે 48 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો.

    - ભારતને અંતે પહેલી સફળતા મળી. 24.6 ઓવરમાં શાર્દુલ ઠાકુરના બોલ પર પંતે હેરિસને કેચ આઉટ કર્યો. હેરિસ 82 બોલમાં 8 ફોરની સાથે 38 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો.

    ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેન (કપ્તાન/વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

    ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, ઋષભ પંત(વિકેટકીપર), વી.સુંદર, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન
    Published by:Mrunal Bhojak
    First published:January 18, 2021, 06:42 am

    ટૉપ ન્યૂઝ